ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / શું 31 ડિસેમ્બર બાદ તમારી ચેકબુક નકામી થઇ જશે? RBIએ દૂર કર્યું કન્ફ્યુઝન
4 ફોટો ગેલેરી
Last Updated: 02:23 PM, 10 November 2026
1/4
સોશિયલ મીડિયા પર છેલ્લા અમુક દિવસોથી એક મેસેજ ઝડપથી ફેલાઈ રહ્યો છે. તેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે 1 જાન્યુઆરી 2027 થી બેંકો નવા સિક્યોરિટી ફીચર્સવાળા ચેકબુક ઇસ્યુ કરશે અને 31 ડિસેમ્બર 2026 પછી જૂના ચેકબુકની માન્યતા ખતમ થઈ જશે. આને કારણે ઘણા ગ્રાહકોમાં મૂંઝવણ ફેલાઈ ગઈ છે કે શું જૂના ચેકબુક બદલાવવા પડશે કે પછી જૂના ચેકથી ચુકવણી બંધ થઈ જશે.
2/4
પરંતુ ભારતીય રિઝર્વ બેંકે આ દાવાઓને સંપૂર્ણપણે ખોટા અને ભ્રામક ગણાવ્યા છે. આરબીઆઈએ સ્પષ્ટ કર્યું છે કે 1 જાન્યુઆરી 2027થી ચેકબુકના નિયમોમાં કોઈ ફેરફાર થવાનો નથી. હાલના ચેક ટ્રંકેશન સિસ્ટમવાળા ચેકબુક પહેલાંની જેમ જ વાપરી શકાશે. ગ્રાહકોને નવું ચેકબુક લેવાની કે જૂનું બદલાવવાની કોઈ જરૂર નથી. બેંકો પણ હાલની વ્યવસ્થા મુજબ જ ચેકબુક આપતી રહેશે.
ADVERTISEMENT
3/4
સીટીએસ (ચેક ટ્રંકેશન સિસ્ટમ) એવી વ્યવસ્થા છે જેમાં ચેકની તસવીર અને જરૂરી માહિતી ઈલેક્ટ્રોનિક રીતે એક બેંકથી બીજી બેંક સુધી પહોંચે છે. આથી ચેક ક્લિયર થવાની પ્રક્રિયા ઝડપી બને છે. આરબીઆઈએ લોકોને સલાહ આપી છે કે બેંકિંગ સંબંધિત નિયમોની માહિતી માટે માત્ર અધિકૃત સ્ત્રોતો પર જ વિશ્વાસ રાખો અને સોશિયલ મીડિયાના દરેક સંદેશને સાચો માનીને આગળ શેર ન કરો.
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
7 ફોટોઝ
Gold Silver Price / સોનું 4,130 ડૉલરને પાર તો ચાંદીની કિંમતમાં પણ ઉછાળો, જાણો લેટેસ્ટ રેટ
ટોપ સ્ટોરીઝ