ન્યૂઝ અપડેટ્સ
VTV / વિશ્વ / Microsoft Outlook અને Microsoft 365 સર્વર અચાનક ઠપ્પ! વિશ્વભરની લાખો ઓફિસોમાં કામકાજ ખોરવાયું
Last Updated: 06:50 AM, 13 November 2026
ADVERTISEMENT
વિશ્વભરની ઓફિસોમાં અચાનક કામકાજ અટકી જાય અને મહત્વના ઈમેલની આપ-લે પણ બંધ થઈ જાય તો કેટલી મુશ્કેલી ઊભી થઈ શકે? ગુરુવારે આવી જ સ્થિતિ જોવા મળી હતી. દુનિયાભરના લાખો લોકો અને ઓફિસોમાં ઉપયોગમાં લેવાતી માઈક્રોસોફ્ટની ઈમેલ સેવાઓ અચાનક ખોરવાઈ ગઈ હતી. માઈક્રોસોફ્ટની Outlook અને Microsoft 365 સેવાઓમાં ટેકનિકલ ખામી સર્જાતા હજારો યુઝર્સને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ સમસ્યાને કારણે લોકો ઈમેલ મોકલી શકતા ન હતા, ઈમેલ મેળવી શકતા ન હતા અને પોતાના એકાઉન્ટમાં લોગ ઇન કરવામાં પણ મુશ્કેલી અનુભવતા હતા.
ADVERTISEMENT

ઓનલાઈન સેવાઓમાં થતી ખામીઓ પર નજર રાખતા પ્લેટફોર્મ Downdetectorના જણાવ્યા અનુસાર, Outlookની સમસ્યા અમેરિકાના પૂર્વીય સમય મુજબ બપોરે આશરે 1 વાગ્યાની આસપાસ શરૂ થઈ હતી. શરૂઆતમાં ફરિયાદોની સંખ્યા ઓછી હતી, પરંતુ થોડા જ સમયમાં તેમાં મોટો વધારો થયો હતો. સમસ્યા વધતાં યુઝર્સે મોટી સંખ્યામાં ફરિયાદો નોંધાવી હતી. આઉટેજની ટોચ પર Outlook સંબંધિત 1 લાખથી વધુ રિપોર્ટ્સ નોંધાયા હતા. આ ઉપરાંત 15,000થી વધુ યુઝર્સે Microsoft 365ની સેવાઓમાં પણ સમસ્યા આવતી હોવાની ફરિયાદ કરી હતી.
ADVERTISEMENT
માઈક્રોસોફ્ટે પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને આ આઉટેજની પુષ્ટિ કરી હતી. કંપનીએ જણાવ્યું હતું કે તેની ટેકનિકલ ટીમ આ સમસ્યાની તપાસ કરી રહી છે અને સેવાઓ ફરી સામાન્ય બનાવવા માટે પ્રયાસ કરી રહી છે. કંપનીના સ્ટેટસ પેજ પર આપવામાં આવેલી માહિતી મુજબ, અમેરિકામાં કેટલાક યુઝર્સને અલગ-અલગ કનેક્શન પદ્ધતિઓ દ્વારા તેમના Exchange Online Mailbox સુધી પહોંચવામાં મુશ્કેલી પડી રહી હતી. આ સમસ્યાને લઈને માઈક્રોસોફ્ટે EX1550543 નામનો ઇશ્યૂ કોડ પણ જાહેર કર્યો હતો. કંપનીએ વધુ માહિતી માટે Microsoft 365 Admin Center તપાસવાની સલાહ આપી હતી.
ADVERTISEMENT
શરૂઆતમાં એવું લાગતું હતું કે Outlook અને Microsoft 365ની આ સમસ્યા માત્ર અમેરિકા પૂરતી મર્યાદિત છે, પરંતુ સમય જતાં તેની અસર અન્ય દેશોમાં પણ થઈ શકે તેવી શક્યતા સામે આવી હતી. માઈક્રોસોફ્ટે સ્વીકાર્યું હતું કે આ સમસ્યા વૈશ્વિક સ્તરે Microsoft 365ની સેવાઓને અસર કરી શકે છે. કંપનીએ જણાવ્યું હતું કે તે સમસ્યાની અસર ઘટાડવા માટે કામ કરી રહી છે અને કોઈપણ પ્રદેશના યુઝર્સને સેવા કનેક્ટિવિટીમાં મુશ્કેલી પડી શકે છે.
ADVERTISEMENT
કંપનીના જણાવ્યા અનુસાર, તેના ઈન્ફ્રાસ્ટ્રક્ચરના એક ભાગ પર અનેક વિસ્તારોમાં વધારે ભાર આવી ગયો હતો. આ ઓવરલોડને કારણે યુઝર્સને સર્વર સાથે કનેક્શન કરવામાં મુશ્કેલી પડી રહી હતી. સમસ્યાને દૂર કરવા માટે માઈક્રોસોફ્ટે પોતાના વૈશ્વિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં કનેક્શન ટ્રાફિકનું પુનઃવિતરણ શરૂ કર્યું હતું. એટલે કે, સર્વર પર વધેલો ભાર ઓછો કરવા માટે કંપની અલગ-અલગ વિસ્તારોમાં કનેક્શન ટ્રાફિકને સંતુલિત કરવાનો પ્રયાસ કરી રહી હતી.
ADVERTISEMENT
આ આઉટેજ દરમિયાન વધુ એક મુશ્કેલી સામે આવી હતી. માઈક્રોસોફ્ટની સેવાઓની સ્થિતિ જાણવા માટે ઉપયોગમાં લેવાતા status.cloud.microsoft પેજ પર પણ લોડિંગની સમસ્યા જોવા મળી હતી. સામાન્ય રીતે યુઝર્સ આ પેજની મદદથી કંપનીની સેવાઓમાં કોઈ ખામી છે કે નહીં તેની માહિતી મેળવી શકે છે, પરંતુ આઉટેજ દરમિયાન આ પેજ પર પણ લોડિંગ એરર આવતાં લોકોને મુશ્કેલી પડી હતી.
ADVERTISEMENT
આ પણ વાંચો : 33 વર્ષ બાદ NVIDIAમાંથી જેન્સન હુઆંગની વિદાય, હવે આ મહિલાના હાથમાં કંપનીની કમાન
જોકે, માઈક્રોસોફ્ટે જણાવ્યું હતું કે તે Microsoft 365 Admin Center મારફતે યુઝર્સને આ સમસ્યા અંગે અપડેટ આપશે. આ માટે EX1550543 અને MO1550821 એમ બે ઇશ્યૂ કોડ હેઠળ માહિતી આપવામાં આવવાની હતી. બીજી તરફ, કંપનીના એન્જિનિયરો સર્વરમાં સર્જાયેલી ટેકનિકલ ખામીને સંપૂર્ણપણે દૂર કરવા માટે સતત કામ કરી રહ્યા હતા. Outlook અને Microsoft 365 જેવી મહત્વની સેવાઓમાં ખામી સર્જાતા વિશ્વભરના ઓફિસના કામકાજ અને ઈમેલ વ્યવહાર પર તેની અસર જોવા મળી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.
વધુ વાંચો