ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / દિલ્હીની હવા બની ઝેરી ગેસ ચેમ્બર! AQI 408ની નજીક પહોંચતા લોકોના શ્વાસ પર સંકટ

National / દિલ્હીની હવા બની ઝેરી ગેસ ચેમ્બર! AQI 408ની નજીક પહોંચતા લોકોના શ્વાસ પર સંકટ

Published By: Nidhi Panchal

Last Updated: 07:17 AM, 13 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હીમાં પ્રદૂષણે ફરી ચિંતાજનક સ્થિતિ ઊભી કરી છે. હવામાં ઝેરનું પ્રમાણ એટલું વધી રહ્યું છે કે લોકો માટે ખુલ્લા વાતાવરણમાં શ્વાસ લેવો પણ મુશ્કેલ બની રહ્યો છે.

ADVERTISEMENT

કોઈ શહેરમાં સવારની શરૂઆત તાજી હવા અને ખુલ્લા આકાશ સાથે થવી જોઈએ, પરંતુ દેશની રાજધાની દિલ્હીમાં હવે સવાર પડતાં જ લોકો સામે શ્વાસ લેવાનો મોટો પડકાર ઊભો થઈ રહ્યો છે. હવામાં એટલું પ્રદૂષણ ફેલાઈ ગયું છે કે લોકો માટે ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બની રહ્યું છે. રસ્તાઓ પર વાહનોની અવરજવર છે, લોકો પોતાની રોજિંદી કામગીરીમાં વ્યસ્ત છે, પરંતુ આ બધાની વચ્ચે તેઓ જે હવા શ્વાસમાં લઈ રહ્યા છે તે તેમના સ્વાસ્થ્ય માટે જોખમી બની રહી છે. દિલ્હીની હવાની સ્થિતિ દિવસેને દિવસે ચિંતાજનક બની રહી છે અને એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI)ના આંકડા પણ આ ભયાનક સ્થિતિની સાબિતી આપી રહ્યા છે.

Delhi-AQUI

દિલ્હીમાં હવાની ગુણવત્તા કેટલી ખરાબ થઈ રહી છે તેનો અંદાજ AQIના આંકડા પરથી લગાવી શકાય છે. ક્યારેક દિલ્હીમાં AQI 400 સુધી પહોંચે છે, તો ક્યારેક 500 અને 600ને પણ વટાવી જાય છે. આજે શુક્રવારે પણ દિલ્હીની હવાની ગુણવત્તા ખૂબ જ ખરાબ નોંધાઈ છે અને AQI 408ની નજીક પહોંચી ગયો છે. જો પ્રદૂષણમાં આ રીતે જ વધારો થતો રહેશે તો આગામી દિવસોમાં પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે છે. રાજધાનીની હવા જાણે ઝેરી ગેસ ચેમ્બરમાં ફેરવાઈ રહી હોય તેવી સ્થિતિ સર્જાઈ રહી છે.

હવાની ગુણવત્તા ચિંતાજનક સ્તરે પહોંચી ગઈ

દિલ્હીના અલગ-અલગ વિસ્તારોમાં પણ હવાની ગુણવત્તા ચિંતાજનક સ્તરે પહોંચી ગઈ છે. મંદિર માર્ગમાં AQI 278, આરકે પુરમમાં 271 અને લોધી રોડ પર 262 નોંધાયો છે. બીજી તરફ અરવિંદો માર્ગમાં AQI 332, કરોલ બાગમાં 328 અને ઓખલામાં 340 સુધી પહોંચી ગયો છે. જ્યારે જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ વિસ્તારમાં AQI 251 નોંધાયો છે. આ આંકડા દર્શાવે છે કે દિલ્હીના અનેક વિસ્તારોમાં હવાની ગુણવત્તા ખૂબ જ ખરાબ છે અને લોકોને પ્રદૂષિત હવામાં શ્વાસ લેવાની ફરજ પડી રહી છે.

અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા હોવાનો દાવો કરી રહી

એક તરફ સરકાર વાયુ પ્રદૂષણને નિયંત્રણમાં લેવા માટે અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા હોવાનો દાવો કરી રહી છે, પરંતુ બીજી તરફ જમીની હકીકત કંઈક અલગ જ જોવા મળી રહી છે. પ્રદૂષણ ઘટાડવા માટે કરવામાં આવતા પ્રયાસો છતાં દિલ્હીના લોકોને રાહત મળતી નથી. દરરોજ મોટી સંખ્યામાં લોકો કામકાજ માટે ઘરની બહાર નીકળે છે. બાળકો શાળાએ જાય છે અને વૃદ્ધો પણ પોતાની રોજિંદી કામગીરી માટે બહાર નીકળે છે. જોકે, તેમની આસપાસનું વાતાવરણ જ પ્રદૂષિત હોવાથી તેઓ અનિચ્છાએ ઝેરી હવા શ્વાસમાં લેવા મજબૂર બની રહ્યા છે. લોકો પાસે રોજિંદા જીવનની જવાબદારીઓ નિભાવવા સિવાય બીજો કોઈ વિકલ્પ પણ રહેતો નથી.

કોઈ સ્વાસ્થ્ય સંબંધિત બીમારીથી પીડાતા લોકોને થઈ રહી

આ પ્રદૂષિત હવાની સૌથી વધુ અસર બાળકો, વૃદ્ધો અને પહેલેથી જ કોઈ સ્વાસ્થ્ય સંબંધિત બીમારીથી પીડાતા લોકોને થઈ રહી છે. બાળકોનું સ્વાસ્થ્ય વધુ સંવેદનશીલ હોવાથી તેમના માટે પ્રદૂષિત વાતાવરણમાં રહેવું જોખમી બની શકે છે. જ્યારે વૃદ્ધો અને શ્વાસ સંબંધિત સમસ્યાઓ ધરાવતા લોકો માટે પણ આવી હવા મુશ્કેલી વધારી શકે છે. સતત પ્રદૂષિત હવાના સંપર્કમાં રહેવાથી તેમની હાલની સ્વાસ્થ્ય સમસ્યાઓ વધુ ગંભીર બની શકે છે.

આ પણ વાંચો : ''કેટલાંકને એવું લાગે છે કે બંધારણ એમના ખિસ્સામાં છે'', વગર નામ લીધે PM મોદીના રાહુલ ગાંધી પર પ્રહાર

આવી સ્થિતિમાં બાળકો અને વૃદ્ધોને શક્ય હોય ત્યાં સુધી ઘરની બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી રહી છે. ખાસ કરીને જ્યારે હવામાં પ્રદૂષણનું પ્રમાણ વધારે હોય ત્યારે બિનજરૂરી બહાર જવાનું ટાળવું જરૂરી છે. દિલ્હીની હાલની સ્થિતિ માત્ર હવાની ગુણવત્તાનો મુદ્દો નથી, પરંતુ લાખો લોકોના સ્વાસ્થ્ય સાથે જોડાયેલો ગંભીર પ્રશ્ન બની ગયો છે. હવે જોવાનું એ રહેશે કે પ્રદૂષણને નિયંત્રણમાં લેવા માટે કરવામાં આવતા પ્રયાસોથી દિલ્હીના લોકોને ક્યારે રાહત મળે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Delhi Air Quality Delhi Pollution News Delhi AQI Today

Published by

Nidhi Panchal

media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ