ન્યૂઝ અપડેટ્સ
VTV / વિશ્વ / ફોન કોલ પર જ બાખડી પડ્યાં ટ્રમ્પ-નેતન્યાહૂ, મૂક્યો ઈરાન પર સૈન્ય કાર્યવાહી કરવા પર ભાર
Last Updated: 07:36 PM, 12 November 2026
ADVERTISEMENT
છેલ્લા કેટલાક દિવસોમાં ફોન પર અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને ઇઝરાયલી વડા પ્રધાન નેતન્યાહૂ વચ્ચે ચકમક અને તનાવપૂર્ણ વાતચીત થઈ છે. ઈરાન સાથે ચાલી રહેલા તણાવ અને યુદ્ધની દિશાને લઇ મતભેદોને કારણે આ વાતચીત તેજ બહેસમાં પરિણમી છે.
ADVERTISEMENT
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ વચ્ચે ઈરાન સાથેના યુદ્ધના ભવિષ્ય અંગે ફોન પર તીખી વાતચીત થઈ છે. ઇઝરાયલી મીડિયા અહેવાલો અનુસાર નેતન્યાહૂએ વારંવાર ઈરાનમાં નવી લશ્કરી હુમલો શરૂ કરવા અને સરકાર બદલવાની માંગ કરી હતી, જ્યારે ટ્રમ્પે વાટાઘાટો અને આર્થિક દબાણ ચાલુ રાખવાનો આગ્રહ રાખ્યો હતો. સૂત્રોએ આ વાતચીતને "બુમબરાડાની લડાઇ" તરીકે પણ વર્ણવી છે.
અહેવાલમાં શું છે?
ADVERTISEMENT
ઇઝરાયલી સમાચાર એજન્સી અનુસાર નેતન્યાહૂએ વારંવાર ટ્રમ્પને ઈરાન પર નવા લશ્કરી હૂમલા શરૂ કરવા માંગ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે માત્ર વાટાઘાટો ઈરાનને રોકી શકશે નહીં અને અમેરિકાએ ફરીથી લશ્કરી કાર્યવાહી કરવી જોઈએ. તેમણે ઈરાનમાં સરકાર બદલવાની એટલે કે આયાતુલ્લા શાસનને હટાવવાની વાતચીત પર ભાર મુક્યો હતો.
બીજી બાજુ, ટ્રમ્પનું વલણ અલગ હતું. તેમણે તેહરાન સાથે રાજદ્વારી વાટાઘાટો ચાલુ રાખવાને પ્રાથમિકતા આપી હતી. તેમનું માનવું છે કે ઈરાનને ફક્ત આર્થિક દબાણ જાળવી રાખીને જ શરણાગતિ સ્વીકારવા માટે દબાણ કરી શકાય છે. યુદ્ધ ફરી શરૂ કરવાની કોઈ જરૂર નથી.
ADVERTISEMENT
અહેવાલો અનુસાર, એક કોલ દરમિયાન વાતચીત એટલી ગરમ થઈ ગઈ કે બંને નેતાઓના અવાજો ઉંચા થઈ ગયા. એક રિપોર્ટમાં તેને "બુમબરાડાની લડાઇ" ગણાવવામાં આવ્યો હતો. જોકે ઇઝરાયલી વડા પ્રધાન કાર્યાલયે આ અહેવાલોને સંપૂર્ણપણે નકારી કાઢ્યા હતા, અને કહ્યું હતું કે વાતચીત સામાન્ય હતી અને કોઈ ટકરાવ થયો ન હતો.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ વિશ્વ / કોણ છે કિમ્બર્લી પોવેલ? NVIDIA CEO જેનસન હુઆંગ સાથેના કથિત સંબંધને લઈ ચર્ચામાં!
ઈરાન પર ટ્રમ્પનું વલણ શું છે?
ADVERTISEMENT
ટ્રમ્પે યુદ્ધ ફરી શરૂ કરવાનો સ્પષ્ટ વિરોધ કર્યો છે. રવિવારે "60 મિનિટ" ઇન્ટરવ્યુમાં જ્યારે પૂછવામાં આવ્યું કે શું તેઓ લડાઈ ફરી શરૂ કરશે, ત્યારે તેમણે કહ્યું કે તેમને નથી લાગતું કે "કોઈ કારણ" છે. તેમનું ધ્યાન ઈરાન પર આર્થિક દબાણ ચાલુ રાખવા અને વાટાઘાટો દ્વારા ઉકેલ શોધવા પર છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો