ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / કોણ છે કિમ્બર્લી પોવેલ? NVIDIA CEO જેનસન હુઆંગ સાથેના કથિત સંબંધને લઈ ચર્ચામાં!

વિશ્વ / કોણ છે કિમ્બર્લી પોવેલ? NVIDIA CEO જેનસન હુઆંગ સાથેના કથિત સંબંધને લઈ ચર્ચામાં!

Published By: Nirav Kumar

Last Updated: 03:12 PM, 12 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Nvidiaના CEO જેન્સન હુઆંગ સાથેના કથિત સંબંધોના અહેવાલ બાદ કંપનીનાં વાઇસ પ્રેસિડેન્ટ કિમ્બર્લી પોવેલ ચર્ચામાં આવ્યાં છે. 2008માં Nvidia સાથે જોડાયેલી કિમ્બર્લી આજે કંપનીનો ગ્લોબલ હેલ્થકેર બિઝનેસ સંભાળે છે.

ADVERTISEMENT

દુનિયાની મોટી ટેક કંપની Nvidia અત્યારે તેના AI ચિપ્સ કે ટેક્નોલોજીને કારણે નહીં પરંતુ કંપનીના CEO જેન્સન હુઆંગની પ્રાઈવેટ લાઈફને લઈને ચર્ચામાં છે. એક પછી એક સામે આવી રહેલા કથિત સંબંધોના અહેવાલોએ ટેક જગતમાં હલચલ મચાવી છે. આ વિવાદમાં હવે Nvidiaની જ એક સિનિયર મહિલા અધિકારી કિમ્બર્લી પોવેલનું નામ સામે આવ્યું છે. કિમ્બર્લી પોવેલ કોણ છે? Nvidiaમાં તેમની જવાબદારી શું છે અને અચાનક તેમનું નામ વિશ્વભરના મીડિયામાં કેમ ચર્ચાવા લાગ્યું છે? ચાલો જાણીએ તેના કરિયરથી લઈને કંપનીમાં તેમની ભૂમિકા સુધીની વિગતો વિષે.

કિમ્બરલી પાવેલ Nvidiaની વાઈસ પ્રેસિડેન્ટ છે અને કંપનીનો હેલ્થકેર બિઝનેસ સંભાળે છે. તેઓ 2008થી કંપની સાથે જોડાયેલા છે, એટલે કે લગભગ 18 વર્ષથી કામ કરી રહ્યા છે. તેમની જવાબદારી મેડિકલ ઈમેજિંગ, હેલ્થકેર, લાઈફ સાયન્સ, દવાઓની શોધ અને હેલ્થ ડેટા સાથે સંબંધિત ક્ષેત્રોમાં એનવિડિયાની ટેક્નોલોજીનો ઉપયોગ વધારવાની છે. તેઓ વૈશ્વિક હેલ્થકેર હાર્ડવેર અને સોફ્ટવેર પ્લેટફોર્મનું નેતૃત્વ કરે છે.

કિમ્બર્લી પોવેલે નોર્થઈસ્ટર્ન યુનિવર્સિટીમાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. તેમના કરિયરની શરૂઆત એન્જિનિયરિંગ અને મેડિકલ ઇમેજિંગ ટેક્નોલોજી સાથે થઈ હતી. Nvidiaમાં જોડાયાં તે પહેલાં તે Planar Systems જેવી કંપનીમાં ડાયગ્નોસ્ટિક ઇમેજિંગ સિસ્ટમ સાથે સંકળાયેલા હાર્ડવેર એન્જિનિયરિંગ અને પ્રોડક્ટ મેનેજમેન્ટનું કામ કરી ચૂક્યાં હતાં.

2008માં જ્યારે તેઓ Nvidiaમાં જોડાયાં ત્યારે તેમનું મુખ્ય કામ કંપનીના GPU એટલે કે ગ્રાફિક્સ પ્રોસેસિંગ યુનિટનો ઉપયોગ મેડિકલ ઇમેજિંગ મશીનોમાં કેવી રીતે થઈ શકે તે દિશામાં કામ કરવાનું હતું. સમય જતાં તેમની જવાબદારીઓ વધતી ગઈ. તેમને કંપનીના હાયર એજ્યુકેશન અને રિસર્ચ બિઝનેસ સિવાય AI Labs તથા સ્ટાર્ટઅપ્સ સાથે જોડાયેલા કાર્યક્રમોનું પણ નેતૃત્વ કર્યું હતું. વર્ષ 2016માં તેમને AI બિઝનેસ ડેવલપમેન્ટના સિનિયર ડિરેક્ટર બનાવવામાં આવ્યાં હતાં. ત્યારબાદ 2017માં તેમને હેલ્થકેર બિઝનેસના વાઇસ પ્રેસિડેન્ટની જવાબદારી સોંપવામાં આવી હતી.

MRI અને CT સ્કેન જેવી મશીનોમાંથી મળતા મોટા પ્રમાણના ડેટાનું વિશ્લેષણ કરવા માટે અત્યાધુનિક કમ્પ્યુટિંગ ટેક્નોલોજીની જરૂર પડે છે. Nvidia પોતાના GPU અને AI સોફ્ટવેરની મદદથી આ ક્ષેત્રમાં નવી તકો ઊભી કરી રહી છે. કિમ્બર્લી પોવેલની જવાબદારી આ ટેક્નોલોજીને હોસ્પિટલ, મેડિકલ ડિવાઇસ બનાવતી કંપનીઓ અને દવા સંશોધન સાથે જોડાયેલી સંસ્થાઓ સુધી પહોંચાડવાની છે. Nvidiaના હેલ્થકેર ઇકોસિસ્ટમમાં BioNeMo, MONAI અને Parabricks જેવા પ્લેટફોર્મનો સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છે કે, ધ ન્યૂ યોર્ક ટાઈમ્સે 11 નવેમ્બરે એક રિપોર્ટમાં કંપનીના પૂર્વ કર્મચારીઓના હવાલે દાવો કર્યો કે હુઆંગ અને પાવેલ વચ્ચે અંગત સંબંધ હતો. રિપોર્ટ મુજબ પાવેલ હુઆંગને રિપોર્ટ કરતા હતા. માર્ચમાં સેન હોઝેના એક કાર્યક્રમ દરમિયાન બંનેને હોટલમાં નજીક આવતા જોવામાં આવ્યા હોવાનું કહેવાય છે. સૂત્રોએ વીડિયોનો ઉલ્લેખ કર્યો પણ અખબારે તે જોયો નથી. આ માહિતી હજુ મીડિયા રિપોર્ટ અને અનામી સૂત્રો પર આધારિત છે. આ મામલે જેન્સન હુઆંગે સીધી ટિપ્પણી કરવાનું ટાળ્યું હતું. Nvidia તરફથી પણ તાત્કાલિક કોઈ નિવેદન આવ્યું નહોતું, જ્યારે કિમ્બર્લી પોવેલ તરફથી પણ તે સમયે કોઈ જવાબ સામે આવ્યો નહોતો.

વધુ વાંચો : એનવિડિયા સીઈઓ ફસાયા, ચીની જાસૂસ સાથેના અફેર પર શેરહોલ્ડર્સે ઠોક્યો કેસ

આ સમગ્ર મામલો એવા સમયે સામે આવ્યો છે જ્યારે જેન્સન હુઆંગનું નામ અગાઉ એલિસ હુઆંગ નામની ચાઈનિઝ બિઝનેસવુમન સાથેના કથિત સંબંધોને લઈને પણ ચર્ચામાં આવ્યું હતું. આ અગાઉના વિવાદમાં એલિસ હુઆંગને લઈને અમેરિકન ઇન્ટેલિજેન્સ એજન્સીઓ સાથે જોડાયેલા દાવાઓ પણ અહેવાલોમાં પ્રકાશિત થયા હતા. હવે કિમ્બર્લી પોવેલ સાથે જોડાયેલા નવા અહેવાલે વિવાદને વધુ ચર્ચાસ્પદ બનાવ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Kimberly Powell Nvidia CEO Controversy Jensen Huang

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ