ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 07:58 AM, 12 November 2026
ADVERTISEMENT
એક સમય એવો હતો જ્યારે કેન્સર જેવી બીમારીનું નામ સાંભળતાં જ લોકોના મનમાં ડર છવાઈ જતો હતો. પરંતુ આવનારા વર્ષોમાં મેડિકલ સાયન્સની દુનિયામાં એવી ક્રાંતિ આવી શકે છે જેની આજે કલ્પના કરવી પણ મુશ્કેલ છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ના વધતા પ્રભાવ વચ્ચે Anthropicના CEO ડારિયો અમોડેઈએ દાવો કર્યો છે કે આગામી એક દાયકામાં કેન્સર, અલ્ઝાઈમર, હૃદયરોગ અને માનસિક બીમારીઓ જેવી ગંભીર સમસ્યાઓ સામેની લડાઈમાં સફળતા મળી શકે છે.
ADVERTISEMENT
રોકાણકારો સાથેની વાતચીતમાં અમોડેઈએ જણાવ્યું કે, બયોલોગીકલ અને મેડિકલ રિસર્ચમાં AI એટલી ઝડપથી આગળ વધી રહ્યું છે કે દાયકાઓની પ્રગતિ માત્ર પાંચથી દસ વર્ષમાં થઈ શકે છે. આથી દવાઓ શોધવાની પ્રક્રિયા, પ્રોટીનની ડિઝાઈન અને આનુવંશિક બીમારીઓની સારવારના તમામ પદ્ધતિઓમાં મોટો પરિવર્તન આવશે. તેમને આ સમયને “ચમત્કારોનો યુગ” ગણાવ્યો છે.
એન્થ્રોપિક પોતાની ક્લોડ AIને બ્રિસ્ટલ માયર્સ સ્ક્વિબ અને બિગહેટ બાયોસાયન્સિસ જેવી મોટી ફાર્મા કંપનીઓ સાથે જોડીને દવા વિકાસને વેગ આપી રહી છે. જેમાં લેબોરેટરીમાં થયેલા શરૂઆતના પ્રયોગોમાં પણ સારા પરિણામો જોવા મળ્યા છે. જો આ આગાહી સાચી સાબિત થાય તો મેડીકલ ક્ષેત્રમાં એક નવી ક્રાંતિનો આરંભ થઈ શકે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે, AIના કારણે દવાઓની શોધ અને મેડિકલ રિસર્ચમાં નવી શક્યતાઓ ચોક્કસ ઊભી થઈ રહી છે. જોકે આગામી 10 વર્ષમાં કેન્સર સહિતની તમામ ગંભીર બીમારીઓનો સંપૂર્ણ અંત આવી જશે એવો કોઈ વૈજ્ઞાનિક પુરાવો હાલ ઉપલબ્ધ નથી. તેથી Anthropicના CEOની આગાહીને એક સંભાવના અને ભવિષ્યની દિશા તરીકે જોવી વધુ યોગ્ય રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો