ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 07:39 AM, 12 November 2026
ADVERTISEMENT
અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ ફરી એકવાર ગંભીર વળાંક લેતો દેખાઈ રહ્યો છે. ઈરાને હવે વોશિંગ્ટનને એવી ચેતવણી આપી છે જેનાથી માત્ર મિડલ ઇસ્ટ જ નહીં પરંતુ યુરોપમાં પણ ચિંતાનું વાતાવરણ ઊભું થઈ શકે છે. જેમાં ઈરાનનું કહેવું છે કે જો અમેરિકા તેના પર ફરી હુમલો કરશે તો જવાબી કાર્યવાહીનો વ્યાપ મોટો હોઈ શકે છે.
ADVERTISEMENT
ઈરાનની સર્વોચ્ચ રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના મહાસચિવ મોહસેન રેઝાઈએ બુધવારે સ્પષ્ટ કહ્યું કે તહેરાન પોતાની જવાબી કાર્યવાહીને માત્ર ઈરાનની નજીકના અમેરિકન ઠેકાણાઓ સુધી મર્યાદિત નહીં રાખે.
રેઝાઈએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે જો અમેરિકન વિમાનો ઈરાન પર બોમ્બમારો કરવા માટે કોઈ અમેરિકન લશ્કરી અડ્ડાથી ઉડાન ભરે, ભલે તે યુરોપના દેશોમાં હોય કે દૂરના વિસ્તારોમાં તો ઈરાન તે અડ્ડાઓ પર પણ હુમલો કરશે. તેમને કહ્યું કે અમે એવા ટાપુઓ પર પણ હુમલો કરી શકીએ છીએ જેને અમેરિકા પોતાની મિસાઈલોની પહોંચથી બહાર માને છે.
ADVERTISEMENT
આ સંઘર્ષ 28 ફેબ્રુઆરીએ શરૂ થયો હતો જ્યારે અમેરિકા અને ઈઝરાયેલે ઈરાન પર હુમલા કર્યા હતા. તેના જવાબમાં ઈરાને અમેરિકન લશ્કરી ઠેકાણાઓ ધરાવતા દેશોમાં મિસાઈલ અને ડ્રોનથી હુમલા કર્યા હતા. જેમાં લેબનોન, યમન અને ઈરાકમાં ઈરાન-સમર્થિત જૂથોના સામેલ થવાથી આ તકરાર આખા મિડલ ઇસ્ટમાં ફેલાઈ ગઈ હતી.
ADVERTISEMENT
કતાર અને પાકિસ્તાનની મધ્યસ્થી છતાં રેઝાઈએ સ્પષ્ટ કહ્યું કે, હાલ ઈરાન અમેરિકા સાથે કોઈ સીધી વાતચીત નથી કરી રહ્યું. કતારમાં વાતચીત થઈ રહી છે તેવા દાવાઓને પણ તેમને નકારી કાઢ્યા છે. ઈરાનની આ નવી ચેતવણીથી અમેરિકા સામેનો સંદેશ સ્પષ્ટ છે કે ભવિષ્યમાં કોઈ સૈન્ય કાર્યવાહી થાય તો તેનો જવાબ ભૌગોલિક સીમાઓથી આગળ જઈ શકે છે. હવે જોવાનું એ રહેશે કે અમેરિકા આ ચેતવણીને કેવી રીતે લે છે અને બંને દેશો વચ્ચેનો તણાવ કઈ દિશામાં આગળ વધે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ