ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / એનવિડિયા સીઈઓ ફસાયા, ચીની જાસૂસ સાથેના અફેર પર શેરહોલ્ડર્સે ઠોક્યો કેસ

વિશ્વ / એનવિડિયા સીઈઓ ફસાયા, ચીની જાસૂસ સાથેના અફેર પર શેરહોલ્ડર્સે ઠોક્યો કેસ

Published By: Nirav Kumar

Last Updated: 02:52 PM, 10 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Nvidia સીઈઓ જેનસેન હુઆંગ સામે ચીની જાસૂસ સાથેના અફેરને લઈને શેરહોલ્ડર્સે કેસ દાખલ કર્યો. જેમાં શેર 4.3 ટકા ઘટ્યા, માર્કેટ કેપમાં 190 અબજ ડોલરનું નુકસાન પણ થયું છે.

ADVERTISEMENT

Nvidia સીઈઓ જેનસેન હુઆંગે ચીની જાસૂસ સાથેના અફેરની કબૂલાત કરી ત્યારથી કંપનીમાં ખળભળાટ મચી ગયો છે. હવે શેરહોલ્ડર્સે પણ કાનૂની કાર્યવાહી શરૂ કરી દીધી છે. કંપની અને CEO સામે કેલિફોર્નિયાના સેન જોસ સ્થિત ફેડરલ કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. જેમાં આરોપ છે કે કંપની અને હુઆંગે સંદિગ્ધ ચીની જાસૂસ એલિસ હુઆંગ સાથેના વ્યક્તિગત સંબંધો અને તેના જોખમોને જાણીજોઈને છુપાવીને રોકાણકારોને ગેરમાર્ગે દોર્યા છે.

જેમાં બજાર બંધ થયાના માત્ર પાંચ મિનિટ બાદ આ સૂટ ફાઈલ કરવામાં આવ્યો. શેરહોલ્ડર્સ હર્જાનો પણ માંગી રહ્યા છે. તેમનું કહેવું છે કે આ સંબંધથી ઊભા થયેલા રાષ્ટ્રીય સુરક્ષાના જોખમોએ કંપનીની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડ્યું છે અને ભવિષ્ય પર પણ સંકટ ઊભું કર્યું છે.

સોમવારે અમેરિકી શેરબજારમાં Nvidiaના શેર 4.3 ટકા સુધી ઘટ્યા હતા. એક જ દિવસમાં કંપનીના માર્કેટ કેપિટલાઈઝેશનમાં આશરે 190 અબજ ડોલરનું નુકસાન થયું છે. જેમાં કંપનીના બોર્ડે તપાસ શરૂ કરી છે.

વધુ વાંચો : ચીનની જાસૂસ સાથે અફેરના દાવાથી Jensen Huangને મોટો ફટકો, ₹64 હજાર કરોડનું નુકસાન!

તેમને કહ્યું છે કે હાલ સુધી રાષ્ટ્રીય સુરક્ષા કે કંપનીની ગુપ્ત માહિતી સાથે કોઈ સમાધાન થયાના કારણો નથી છતાં તમામ તથ્યોની તપાસ થશે. તપાસ દરમિયાન જેનસેન હુઆંગ સીઈઓ તરીકે જ કામગીરી સંભાળશે. આ મામલે હવે કાનૂની અને કોર્પોરેટ બંને મોરચે દબાણ વધી રહ્યું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

File Lawsuit Chinese Spy Jensen Huang

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ