ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / ચીનની જાસૂસ સાથે અફેરના દાવાથી Jensen Huangને મોટો ફટકો, ₹64 હજાર કરોડનું નુકસાન!

વર્લ્ડ / ચીનની જાસૂસ સાથે અફેરના દાવાથી Jensen Huangને મોટો ફટકો, ₹64 હજાર કરોડનું નુકસાન!

Published By: Jinal Chauhan

Last Updated: 10:33 AM, 10 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NVIDIAના CEO જેન્સન હુઆંગના અંગત જીવન સાથે જોડાયેલા વિવાદની અસર હવે કંપનીના શેર અને તેમની સંપત્તિ પર પણ જોવા મળી રહી છે. અફેર અને ચીન માટે જાસૂસીના શંકાસ્પદ કનેક્શનના અહેવાલો વચ્ચે કંપનીના શેરમાં 4 ટકાથી વધુનો ઘટાડો થયો છે.

ADVERTISEMENT

NVIDIAના CEO જેન્સન હુઆંગના અંગત જીવન સાથે જોડાયેલા વિવાદની અસર હવે કંપનીના શેર અને તેમની સંપત્તિ પર પણ જોવા મળી રહી છે. અફેર અને ચીન માટે જાસૂસીના શંકાસ્પદ કનેક્શનના અહેવાલો વચ્ચે કંપનીના શેરમાં 4 ટકાથી વધુનો ઘટાડો થયો છે.આ વિવાદ સામે આવ્યા બાદ હુઆંગે પોતાની પત્ની સાથે બેવફાઈ કરી હોવાની વાત સ્વીકારી છે અને પરિવારની માફી પણ માગી છે.

બીજી તરફ, અમેરિકામાં આ સંબંધ પાછળ વિદેશી જાસૂસીનો કોઈ પ્રયાસ હતો કે કેમ તેની તપાસ શરૂ થઈ છે. કંપનીના બોર્ડે આ મામલે સ્વતંત્ર તપાસ કરાવવાનો નિર્ણય લીધો છે. જોકે, કંપનીએ કહ્યું છે કે રાષ્ટ્રીય સુરક્ષા કે કંપનીના ગુપ્ત રહસ્યો સાથે ચેડાં થયાં હોવાનું માનવાનું હાલ કોઈ કારણ નથી. આ ઘટનાની અસર શેરબજારમાં જોવા મળી અને હુઆંગની સંપત્તિમાં એક જ દિવસમાં અબજો ડોલરનો ઘટાડો થયો. હવે આ વિવાદ વચ્ચે તેમના સંભવિત છૂટાછેડા અને અબજો ડોલરની સંપત્તિની વહેંચણી અંગે પણ ચર્ચા શરૂ થઈ છે.

ચીનની શંકાસ્પદ જાસૂસ સાથેના સંબંધોનો વિવાદ શું છે?

NVIDIAના CEO જેન્સન હુઆંગ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રના સૌથી ચર્ચિત ઉદ્યોગપતિઓમાં સામેલ છે. પરંતુ આ વખતે તેઓ AIના કારણે નહીં, પરંતુ અંગત જીવન સાથે જોડાયેલા વિવાદને કારણે ચર્ચામાં આવ્યા છે. અહેવાલો પ્રમાણે, હુઆંગના એક બિઝનેસ એક્ઝિક્યુટિવ સાથે સંબંધ હોવાની વાત સામે આવી છે. આ મહિલા ચીન માટે જાસૂસી કરતી હોવાની અમેરિકાની ગુપ્તચર એજન્સીઓને શંકા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.હુઆંગે કંપનીના કર્મચારીઓને મોકલેલા સંદેશમાં પોતાની પત્ની સાથે બેવફાઈ કરી હોવાની વાત સ્વીકારી હતી. તેમણે કહ્યું હતું કે તેમના વર્તનથી પત્ની અને બાળકોને દુઃખ પહોંચ્યું છે અને તેના માટે તેઓ માફી માગે છે. જોકે, તેમણે સંદેશમાં મહિલા કે સંબંધ વિશે વધુ વિગતો આપી નહોતી. આ મામલે ચીન માટે જાસૂસીના આરોપો હજી તપાસ હેઠળ છે. ચીને પણ આ દાવાઓને ફગાવી દીધા છે.

NVIDIAના શેરમાં 4.3%નો ઘટાડો, હુઆંગની સંપત્તિને મોટો ફટકો

આ વિવાદની સીધી અસર NVIDIAના શેર પર જોવા મળી છે. કંપનીના CEO સામે તપાસ શરૂ થવાના સમાચાર બાદ 9 નવેમ્બરના ટ્રેડિંગ દરમિયાન શેરમાં 4.3 ટકાનો ઘટાડો નોંધાયો હતો. દિવસના શરૂઆતના ટ્રેડિંગમાં શેર પર વધુ દબાણ જોવા મળ્યું હતું. કંપનીના બજારમૂલ્યમાં પણ અંદાજે 190 અબજ ડોલરનો ઘટાડો થયો હતો.શેરના ઘટાડાની અસર હુઆંગની વ્યક્તિગત સંપત્તિ પર પણ પડી. ટ્રેડિંગના પહેલા અડધા કલાકમાં જ તેમની નેટવર્થમાં 7.4 અબજ ડોલરનો ઘટાડો થયો હતો અને સંપત્તિ ઘટીને 154.7 અબજ ડોલર થઈ હતી. ભારતીય રૂપિયામાં ગણતરી કરીએ તો 7.4 અબજ ડોલર એટલે આશરે ₹64 હજાર કરોડથી વધુ થાય છે. આ ઘટાડાને કારણે વિશ્વના સૌથી ધનિક લોકોની યાદીમાં તેઓ આઠમા સ્થાનેથી દસમા સ્થાને પહોંચી ગયા હતા. દિવસના અંતે પણ તેમની સંપત્તિમાં મોટું નુકસાન નોંધાયું હતું.

કંપનીએ શરૂ કરી સ્વતંત્ર તપાસ, હુઆંગ CEO તરીકે ચાલુ રહેશે

હુઆંગના અંગત સંબંધો અને તેની સાથે જોડાયેલા રાષ્ટ્રીય સુરક્ષાના સવાલો સામે આવ્યા બાદ NVIDIAના બોર્ડે સ્વતંત્ર તપાસ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. આ તપાસ સ્વતંત્ર ડિરેક્ટર્સની સમિતિ અને બહારના કાનૂની સલાહકારોની મદદથી કરવામાં આવશે. હુઆંગે પણ તપાસમાં પૂરો સહકાર આપવાની તૈયારી દર્શાવી છે.કંપનીના બોર્ડનું કહેવું છે કે હાલ તેમની પાસે એવું માનવાનું કોઈ કારણ નથી કે દેશની રાષ્ટ્રીય સુરક્ષા અથવા NVIDIAની ગુપ્ત માહિતી સાથે કોઈ ચેડાં થયાં છે. તપાસ ચાલુ હોવા છતાં હુઆંગ કંપનીના CEO તરીકે કામ કરતા રહેશે. કંપની માટે આ મુદ્દો માત્ર તેમના અંગત જીવન પૂરતો નથી. NVIDIA AI ચિપ્સના વૈશ્વિક બજારમાં અગ્રણી કંપની છે અને તેના CEO સામે ઊભા થયેલા સવાલોની અસર રોકાણકારોના વિશ્વાસ પર પણ પડી શકે છે.

vtv app promotion

આ પણ વાંચોઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પનો મોટો દાવો, સૈન્યની દૃષ્ટિએ ઈરાનની રમત ખતમ, ઈરાન સામે હુમલાની જરૂર નથી

છૂટાછેડા થાય તો ₹7 લાખ કરોડથી વધુની સંપત્તિની વહેંચણીનો સવાલ

આ વિવાદ વચ્ચે હુઆંગના સંભવિત છૂટાછેડા અંગે પણ ચર્ચા થઈ રહી છે. જોકે, અત્યાર સુધી હુઆંગ અને તેમની પત્ની લૉરીએ છૂટાછેડા અંગે કોઈ જાહેર જાહેરાત કરી નથી અને છૂટાછેડા માટે અરજી કરી હોવાની પણ માહિતી નથી. હુઆંગે વર્ષ 1985માં લૉરી સાથે લગ્ન કર્યા હતા. બંનેની મુલાકાત ઓરેગન સ્ટેટ યુનિવર્સિટીમાં અભ્યાસ દરમિયાન થઈ હતી. ત્યારબાદ વર્ષ 1993માં NVIDIAની સ્થાપના થઈ હતી.હુઆંગની સંપત્તિ એક સમયે અંદાજે 162.2 અબજ ડોલર ગણવામાં આવી હતી. જો આ આખી સંપત્તિને માત્ર ગણતરીના હેતુથી સરખા ભાગમાં વહેંચવામાં આવે તો લૉરીના ભાગે 81.1 અબજ ડોલર આવી શકે છે. ભારતીય રૂપિયામાં આ રકમ આશરે ₹7 લાખ કરોડથી વધુ થાય છે.

આ આંકડો જેસ બેઝોસની પૂર્વ પત્ની મેકેન્ઝી સ્કોટને છૂટાછેડા બાદ મળેલી અંદાજે 35 અબજ ડોલરની સંપત્તિ કરતાં પણ ઘણો મોટો છે.જોકે, આ માત્ર સંભવિત ગણતરી છે, કોઈ નક્કી થયેલી રકમ નથી. હુઆંગ પરિવાર કેલિફોર્નિયામાં રહે છે, જ્યાં લગ્ન દરમિયાન એકઠી થયેલી સંપત્તિની વહેંચણી માટે સામાન્ય રીતે કમ્યુનિટી પ્રોપર્ટીના નિયમો લાગુ પડે છે. તેમ છતાં લગ્ન પહેલાંની સંપત્તિ, વારસામાં મળેલી મિલકત, ભેટ અને લગ્ન પહેલાં કે પછી થયેલા કાનૂની કરાર જેવા મુદ્દાઓથી વહેંચણી બદલાઈ શકે છે. હુઆંગ દંપતીએ આવો કોઈ કરાર કર્યો છે કે નહીં તેની જાહેર માહિતી ઉપલબ્ધ નથી.

હુઆંગની સંપત્તિનો મોટો હિસ્સો NVIDIAના શેર સાથે જોડાયેલો

જેન્સન હુઆંગની સંપત્તિનો મોટો હિસ્સો NVIDIAમાં તેમની માલિકીના શેરમાંથી આવે છે. તેમની પાસે કંપનીના 3.5 ટકાથી વધુ શેર હોવાનું કહેવાય છે, જેના કારણે તેઓ કંપનીના સૌથી મોટા વ્યક્તિગત શેરધારક છે. એટલે કંપનીના શેરમાં થોડા ટકાનો ઘટાડો થાય તો પણ તેમની કુલ સંપત્તિમાં અબજો ડોલરનો ફેરફાર થઈ શકે છે.જો NVIDIAના શેરમાં ફરી તેજી આવે તો હુઆંગની નેટવર્થમાં પણ વધારો થઈ શકે છે. બીજી તરફ, શેર પર દબાણ ચાલુ રહે તો તેમની સંપત્તિમાં વધુ ઘટાડો થઈ શકે છે. હાલ તેમની સામે બે મોટા પડકાર છે. એક તરફ કંપનીના બોર્ડની તપાસ અને રાષ્ટ્રીય સુરક્ષાને લગતા સવાલો છે, તો બીજી તરફ અંગત જીવન સાથે જોડાયેલો વિવાદ છે. આ બંને બાબતોની અસર NVIDIAના રોકાણકારોના વિશ્વાસ અને કંપનીના શેરના ભાવ પર કેટલી પડે છે તે જોવાનું રહેશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Jensen Huang Net Worth Jensen Huang NVIDIA CEO

Published by

Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ