ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / PM મોદીના ગુજરાત પ્રવાસે બંધબારણે બેઠકોનો દોર, CM-ડેપ્યુટી CM અને સંગઠન સાથે 2027ની ચૂંટણી માટે રણનીતિ ઘડાશે!

ગુજરાત / PM મોદીના ગુજરાત પ્રવાસે બંધબારણે બેઠકોનો દોર, CM-ડેપ્યુટી CM અને સંગઠન સાથે 2027ની ચૂંટણી માટે રણનીતિ ઘડાશે!

Published By: Nidhi Panchal
Reported By: Parth Jani

Last Updated: 11:55 AM, 13 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હજુ સમય છે, પરંતુ ભાજપે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી હોય તેવા સંકેતો મળી રહ્યા છે. PM મોદીના ગુજરાત પ્રવાસ દરમિયાન બંધ બારણે બેઠકો અને મંત્રીઓ સાથે ડિનર ડિપ્લોમસી દ્વારા આગામી દિવસોની રાજકીય દિશા નક્કી થઈ શકે છે.

ADVERTISEMENT

ગુજરાતના રાજકારણમાં અત્યારે ભલે વિધાનસભાની ચૂંટણી દૂર હોય, પરંતુ ભાજપે અત્યારથી જ 2027ની ચૂંટણી માટે તૈયારીઓ શરૂ કરી દીધી હોય તેવું જોવા મળી રહ્યું છે. PM નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસ અત્યારે ખૂબ જ ચર્ચામાં છે. અગાઉ 14 નવેમ્બરે લાભ પાંચમના દિવસે PM મોદી અંબાજી મંદિરે દર્શન અને પૂજા કરવા આવવાના હતા, પરંતુ હવે તેમનો અંબાજી પ્રવાસ રદ કરવામાં આવ્યો છે. જોકે, અંબાજીનો કાર્યક્રમ રદ થયો હોવા છતાં PM મોદીનો ગુજરાત પ્રવાસ અને ગાંધીનગરમાં આવતા તો છે પરંતુ તેને રાજકીય રીતે મહત્વનું માનવામાં આવે છે.

PM-Modi

આજે રાત્રે અમદાવાદ આવશે

વડાપ્રધાન મોદી 13 નવેમ્બરની રાત્રે અમદાવાદ પહોંચ્યા બાદ ગાંધીનગર જશે અને લોકભવન ખાતે રાત્રિ રોકાણ કરશે. અંબાજી ખાતે લાભ પાંચમના દિવસે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે તેવી શક્યતા હોવાથી સામાન્ય ભક્તોને દર્શનમાં કોઈ અગવડ ન પડે તે હેતુથી અંબાજીનો કાર્યક્રમ હાલ પૂરતો મોકૂફ રાખવામાં આવ્યો છે. દિવાળી વેકેશન અને તહેવારના દિવસોમાં દર્શનાર્થીઓની ભીડને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.

આગામી ચૂંટણીની તૈયારીઓ

પરંતુ આ પ્રવાસની ચર્ચા માત્ર અંબાજી દર્શન પૂરતી સીમિત નથી. ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપની રાજકીય તૈયારીઓ પણ ચર્ચાના કેન્દ્રમાં છે. PM મોદી ગુજરાતમાં હોય ત્યારે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને ભાજપ પ્રદેશ પ્રમુખ સાથે બંધ બારણે બેઠક યોજાય તેવી શક્યતા છે. આ બેઠકમાં સરકારની કામગીરી, સંગઠનની સ્થિતિ અને આગામી દિવસોના આયોજન અંગે પણ ચર્ચા થઈ શકે છે. ખાસ કરીને સરકાર અને સંગઠન વચ્ચે વધુ સારો તાલમેલ જાળવીને ચૂંટણી પહેલાંની કામગીરીને વેગ આપવા પર ભાર મૂકાઈ શકે છે.

Pm-gujarat

ડિનર ડિપ્લોમસી પણ મહત્વનું

આ ઉપરાંત મંત્રીઓ સાથે ડિનર ડિપ્લોમસી પણ આ પ્રવાસનું મહત્વનું પાસું બની શકે છે. આ દરમિયાન રાજ્યના મંત્રીઓ સાથે સરકારની કામગીરી અને આગામી સમયના આયોજન અંગે ચર્ચા થઈ શકે છે. કયા વિભાગના કામો બાકી છે, કયા પ્રોજેક્ટને ઝડપથી પૂર્ણ કરવા જરૂરી છે અને આગામી સમયમાં કઈ યોજનાઓને પ્રાથમિકતા આપવી તેવા મુદ્દાઓ પર વાતચીત થઈ શકે છે. જોકે, આ બેઠકોના સત્તાવાર એજન્ડાની વિગતો જાહેર થઈ નથી.

ગુજરાતમાં ભાજપનું ધ્યાન આદિવાસી વિસ્તારો પર

બીજી તરફ ગુજરાતમાં ભાજપનું ધ્યાન આદિવાસી વિસ્તારો પર પણ કેન્દ્રિત થઈ રહ્યું છે. 2027ની ચૂંટણી પહેલાં રાજ્યની 55 આદિવાસી પ્રભુત્વ ધરાવતી બેઠકોમાં સંગઠન મજબૂત કરવા માટે ભાજપ દ્વારા ખાસ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આદિવાસી વિસ્તારોના વિકાસ માટે રૂ. 2,300 કરોડના પેકેજ, ભગવાન બિરસા મુંડાની વિરાસત અને આદિવાસી ગૌરવ સપ્તાહ જેવા કાર્યક્રમો દ્વારા લોકો સુધી પહોંચવાની રણનીતિ પર કામ થઈ રહ્યું છે. એટલે એવું કહી શક્યા કે, PM મોદીના ગુજરાત પ્રવાસની સાથે ભાજપના આદિવાસી વિસ્તારો પરના રાજકીય ફોકસની પણ ખાસ ચર્ચા છે.

2027માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવાની

નવેમ્બર 2027માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. તે પહેલાં ભાજપ સરકાર દ્વારા જુલાઈ મહિના સુધીમાં મોટાભાગના વિકાસ પ્રોજેક્ટ પૂર્ણ કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. રાજ્યમાં કરોડો રૂપિયાના પ્રોજેક્ટ્સને ઝડપથી આગળ વધારવા અને નવા પ્રોજેક્ટ્સનાં ખાતમુહૂર્ત કરવાની દિશામાં પણ આયોજન થઈ રહ્યું છે. ચૂંટણી પહેલાં વિકાસનાં કામો પૂર્ણ થાય અને સરકારની કામગીરી લોકો સુધી પહોંચે તે માટે સરકારનું ધ્યાન આ દિશામાં રહેશે.

ભાજપ સંગઠન પણ કામગીરી પૂર્ણ કરવાનું આયોજન

માત્ર સરકાર જ નહીં, ભાજપનું સંગઠન પણ જુલાઈ સુધીમાં પોતાની મોટાભાગની કામગીરી પૂર્ણ કરવાનું આયોજન કરી રહ્યું છે. સંગઠનના સ્તરે બાકી રહેલી કામગીરી પૂરી કરવી, કાર્યકરોને સક્રિય કરવા અને સરકારની યોજનાઓ તથા વિકાસકાર્યોને લોકો સુધી પહોંચાડવા પર ભાર મૂકવામાં આવી શકે છે. ચૂંટણી પહેલાં કયા વિસ્તારોમાં વધુ ધ્યાન આપવું, સંગઠનની જવાબદારીઓ કેવી રીતે ગોઠવવી અને આગામી રાજકીય કાર્યક્રમોનું આયોજન કેવી રીતે કરવું તેવા મુદ્દાઓ પણ મહત્વના બની શકે છે.

આ પણ વાંચો : નાની દમણના દરિયામાં ભરતી આવતા ટાપુ પર ફસાયો પરિવાર, બે બાળકો સહિત 8 લોકોના જીવ જોખમાયા!

ભાજપે ગુજરાતમાં 2027ની વિધાનસભા ચૂંટણી માટે અત્યારથી જ સોગઠાં ગોઠવવાનું શરૂ કર્યું છે. PM મોદીના ગુજરાત પ્રવાસ દરમિયાન સરકાર અને સંગઠનના નેતાઓ સાથેની બંધ બારણે બેઠકોમાં આગામી ચૂંટણીની રણનીતિ, વિકાસકાર્યોની સમયમર્યાદા અને સંગઠનની જવાબદારીઓ અંગે ચર્ચા થઈ શકે છે. એટલે આ પ્રવાસને માત્ર સરકારી કે ધાર્મિક કાર્યક્રમ તરીકે નહીં, પરંતુ ચૂંટણી પહેલાંની તૈયારીઓના સંદર્ભમાં પણ જોવામાં આવી રહ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat BJP Election Strategy Gujarat Assembly Election 2027 PM Modi Gujarat Visit

Published by

Nidhi Panchal

media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ