ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / ‘PM મોદી મા અંબાના ભક્ત છે, આગામી દિવસોમાં ફરી દર્શન કરશે’, હર્ષ સંઘવીનું નિવેદન!

ગાંધીનગર / ‘PM મોદી મા અંબાના ભક્ત છે, આગામી દિવસોમાં ફરી દર્શન કરશે’, હર્ષ સંઘવીનું નિવેદન!

Published By: Vishal Khamar
Reported By: Mehul Desai

Last Updated: 12:48 PM, 13 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે ભક્તોની ભીડને ધ્યાનમાં રાખીને PM મોદીએ લાભ પાંચમના દિવસે અંબાજી જવાનો કાર્યક્રમ બદલ્યો હતો. આગામી દિવસોમાં PM મોદી ફરી ગુજરાત આવી મા અંબાના દર્શન કરશે.

ADVERTISEMENT

અંબાજી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મા અંબાના પરમ ભક્ત છે અને આગામી દિવસોમાં ફરી ગુજરાત આવીને મા અંબાના દર્શન કરશે, તેમ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું.

મા અંબાના દર્શન કર્યા બાદ હર્ષ સંઘવીએ પ્રધાનમંત્રી મોદીના અંબાજી પ્રવાસ અંગે નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે, પ્રધાનમંત્રી મોદી લાભ પાંચમના પવિત્ર દિવસે અંબાજી જવાના હતા અને મા અંબાના દર્શન કરવાની તેમની ઇચ્છા હતી.

જોકે, અંબાજીમાં મોટી સંખ્યામાં ભક્તોની ભીડને ધ્યાનમાં રાખીને કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. ભક્તોને કોઈપણ પ્રકારની અગવડતા કે મુશ્કેલી ન પડે તે હેતુથી પ્રધાનમંત્રી મોદીએ અત્યારે અંબાજી ન જવાનો નિર્ણય લીધો હોવાનું હર્ષ સંઘવીએ જણાવ્યું હતું.

વધુમાં તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રીએ રાજ્યના લોકોની સુખાકારી અને કલ્યાણ માટે પ્રાર્થના કરી છે. આગામી દિવસોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી ગુજરાતની મુલાકાતે આવશે અને મા અંબાના દર્શન કરશે તેવી પણ તેમણે આશા વ્યક્ત કરી હતી.

આ પણ વાંચોઃ PM મોદીના ગુજરાત પ્રવાસે બંધબારણે બેઠકોનો દોર, CM-ડેપ્યુટી CM અને સંગઠન સાથે 2027ની ચૂંટણી માટે રણનીતિ ઘડાશે!

આમ, ભક્તોની સુવિધાને ધ્યાનમાં રાખીને પ્રધાનમંત્રીના અંબાજી પ્રવાસના કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો હોવાની માહિતી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આપી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ambaji Temple PM Narendra Modi Harsh Sanghavi

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ