ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / 2027માં આ 3 રાશિઓ પર રહેશે શનિની સાડાસાતીનો પ્રભાવ, નોકરીથી લઈને ધંધા સુધી વધી શકે છે પડકારો!

photo-story

8 ફોટો ગેલેરી

ધર્મ / 2027માં આ 3 રાશિઓ પર રહેશે શનિની સાડાસાતીનો પ્રભાવ, નોકરીથી લઈને ધંધા સુધી વધી શકે છે પડકારો!

Last Updated: 12:56 PM, 15 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

વર્ષ 2027માં શનિની ચાલ ત્રણ રાશિના જાતકો માટે અનેક પડકારો લઈને આવી શકે છે. મેષ, વૃષભ અને મીન રાશિના લોકોએ નોકરી, ધંધો, પૈસા અને સ્વાસ્થ્યના મામલે ખાસ સાવધાની રાખવી પડશે.

1/8

photoStories-logo

1. 2027માં શનિની સાડાસાતી વધારશે 3 રાશિઓની મુશ્કેલી!

જ્યોતિષશાસ્ત્રમાં શનિની સાડાસાતીને જીવનનો મુશ્કેલ સમય માનવામાં આવે છે.આ સમય દરમિયાન વ્યક્તિને કામકાજથી લઈને પારિવારિક જીવનમાં અનેક ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે.વર્ષ 2027માં શનિની રાશિ પરિવર્તનની અસર ત્રણ રાશિઓ પર જોવા મળશે.3 જૂનના રોજ શનિ મેષ રાશિમાં પ્રવેશ કરશે અને 20 ઓક્ટોબરે વક્રી થઈને ફરી મીન રાશિમાં આવશે.આ સમયગાળામાં ત્રણેય રાશિઓ પર સાડાસાતીના અલગ-અલગ તબક્કાની અસર રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/8

photoStories-logo

2. 2027માં કઈ ત્રણ રાશિઓ પર રહેશે સાડાસાતી?

જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે શનિ જે રાશિમાં ગોચર કરે છે તેની આગળ અને પાછળની રાશિ પર પણ સાડાસાતીની અસર રહે છે. આ સમયગાળો આશરે સાડા સાત વર્ષનો હોય છે અને તેને ત્રણ તબક્કામાં વહેંચવામાં આવે છે.વર્ષ 2027માં શનિ મીન અને મેષ રાશિમાં ગોચર કરશે. 3 જૂન 2027ના રોજ શનિ મેષ રાશિમાં પ્રવેશ કરશે. ત્યારબાદ 20 ઓક્ટોબર 2027ના રોજ વક્રી થઈને ફરી મીન રાશિમાં આવશે. આ બદલાવને કારણે મેષ, વૃષભ અને મીન રાશિના જાતકો પર સાડાસાતીની અસર રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/8

photoStories-logo

3. મેષ રાશિ-નોકરી અને પૈસાની બાબતમાં રાખજો સાવધાની

મેષ રાશિના જાતકો માટે વર્ષ 2027માં સાડાસાતીના પહેલા અને બીજા તબક્કાની અસર રહેશે. 1 જાન્યુઆરીથી 2 જૂન સુધી સાડાસાતીનો પહેલો તબક્કો રહેશે. ત્યારબાદ 3 જૂનથી 19 ઓક્ટોબર સુધી બીજો તબક્કો શરૂ થશે. 20 ઓક્ટોબરથી વર્ષના અંત સુધી ફરી પહેલો તબક્કો રહેશે.આ સમય દરમિયાન મેષ રાશિના જાતકોએ સ્વાસ્થ્ય અને આર્થિક બાબતોમાં ખાસ ધ્યાન રાખવું પડશે. પરિવારમાં નાની-નાની વાતોને લઈને વિવાદ થઈ શકે છે. અંગત સંબંધોમાં પણ સમજદારીથી કામ લેવું પડશે. જૂના સંબંધોમાં અંતર વધી રહ્યું હોય તો તેને સુધારવાનો પ્રયાસ કરવો. કોઈની સાથે વાતચીતમાં ગુસ્સો કે ઉતાવળ કરવાથી મુશ્કેલી વધી શકે છે.3 જૂનથી 19 ઓક્ટોબર સુધીનો સમય મેષ રાશિના જાતકો માટે વધુ સાવચેતી રાખવાનો રહેશે. નોકરી અને કરિયરમાં મહેનત કર્યા પછી પણ ધાર્યા પ્રમાણે પરિણામ મળવામાં સમય લાગી શકે છે. નોકરી બદલવાનો અથવા નવી નોકરી શોધવાનો વિચાર આવી શકે છે, પરંતુ ઉતાવળમાં નિર્ણય ન લેવો.વાહન ચલાવતી વખતે ખાસ ધ્યાન રાખવું અને ગુસ્સા પર કાબૂ રાખવો. સ્વાસ્થ્યની સમસ્યાઓને અવગણવી નહીં. જોકે, લગ્ન માટે યોગ્ય જીવનસાથી શોધી રહેલા જાતકોને સારા પ્રસ્તાવ મળી શકે છે. ઘર કે જમીન ખરીદવાની યોજના બનાવી રહેલા લોકોને પણ સારી તક મળી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/8

photoStories-logo

4. વૃષભ રાશિ : નોકરી અને ધંધામાં આવી શકે છે મુશ્કેલીઓ

વર્ષ 2027માં વૃષભ રાશિના જાતકો માટે 3 જૂનથી 20 ઓક્ટોબર સુધી સાડાસાતીનો પહેલો તબક્કો શરૂ થશે. આ સમયગાળો તમારા માટે નવી મુશ્કેલીઓ અને પડકારો લઈને આવી શકે છે.આ દરમિયાન મનમાં બેચેની રહી શકે છે. નોકરી કે ધંધામાં શું કરવું તેને લઈને મૂંઝવણ થઈ શકે છે. નોકરી બદલવાનો અથવા નવો વ્યવસાય શરૂ કરવાનો વિચાર પણ આવી શકે છે. જોકે, કોઈ પણ મોટો નિર્ણય લેતા પહેલાં તેના દરેક પાસા વિશે વિચારવું જરૂરી રહેશે.વૃષભ રાશિના જાતકોએ આ સમય દરમિયાન પોતાના બજેટનું ખાસ ધ્યાન રાખવું પડશે. ઘરના કોઈ સાધનની મરામત, સ્વાસ્થ્ય પાછળનો ખર્ચ અથવા અચાનક લાંબી મુસાફરીના કારણે ખર્ચ વધી શકે છે.નોકરી કે વ્યવસાયમાં મહેનત પ્રમાણે પરિણામ ન મળવાથી મન ઉદાસ થઈ શકે છે. આવી સ્થિતિમાં ધીરજ રાખવી અને કામમાં સતત ધ્યાન આપવું જરૂરી રહેશે. વર્ષના છેલ્લા મહિનાઓમાં પરિવારમાં કોઈ શુભ પ્રસંગ કે માંગલિક કાર્યક્રમનું આયોજન થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/8

photoStories-logo

5. મીન રાશિ: સાડાસાતીના તબક્કામાં થશે ફેરફાર

મીન રાશિના જાતકો માટે વર્ષ 2027 મિશ્ર પરિણામ આપનારું રહી શકે છે. આ રાશિના લોકો પર આખા વર્ષ દરમિયાન શનિની સાડાસાતીની અસર રહેશે, પરંતુ શનિના ગોચર અને વક્રી ચાલને કારણે તેના તબક્કામાં ફેરફાર થશે.3 જૂનથી 19 ઓક્ટોબર સુધી શનિ મેષ રાશિમાં રહેશે. આ સમય દરમિયાન મીન રાશિના જાતકો પર સાડાસાતીનો ત્રીજો એટલે કે છેલ્લો તબક્કો રહેશે. આ સમય અગાઉ કરેલી મહેનત અને સંઘર્ષનું પરિણામ મળવાની શક્યતા દર્શાવે છે. જૂના પ્રયાસોમાંથી સારા સમાચાર મળી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/8

photoStories-logo

6. 20 ઓક્ટોબરથી ફરી બદલાશે સ્થિતિ

20 ઓક્ટોબરે શનિ વક્રી થઈને ફરી મીન રાશિમાં પ્રવેશ કરશે. આ સાથે જ મીન રાશિના જાતકો માટે સાડાસાતીનો બીજો તબક્કો શરૂ થશે. આ સમય દરમિયાન સ્વાસ્થ્ય અને પૈસાની બાબતમાં સાવચેતી રાખવી પડશે.પરિવારમાં કોઈ શુભ પ્રસંગ કે માંગલિક કાર્યક્રમના કારણે ખર્ચ વધી શકે છે. લગ્ન માટે યોગ્ય જીવનસાથી શોધી રહેલા લોકોને સારા પ્રસ્તાવ મળી શકે છે. નોકરી કરતા લોકોને ધીમે-ધીમે મોટી જવાબદારી મળી શકે છે. પોતાનો વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહેલા જાતકોએ શરૂઆતમાં વધુ મહેનત કરવી પડી શકે છે. જોકે, સતત પ્રયાસો કરવાથી આગળ વધવાની તક મળી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/8

photoStories-logo

7. સ્વાસ્થ્ય અને નોકરીમાં રાખવું ધ્યાન

મીન રાશિના જાતકોએ સ્વાસ્થ્યની બાબતમાં બેદરકારી રાખવી નહીં. ખાસ કરીને હાડકાંને લગતી તકલીફો હોય તો તેને અવગણવી નહીં. લાંબી મુસાફરી અને નોકરીમાં સ્થળ પરિવર્તનની શક્યતાઓ પણ બની શકે છે.આમ, વર્ષ 2027માં મેષ, વૃષભ અને મીન રાશિના જાતકો માટે શનિની સાડાસાતી અલગ-અલગ રીતે અસર કરી શકે છે. જ્યોતિષીય માન્યતા પ્રમાણે આ સમય દરમિયાન ધીરજ, સમજદારી અને મહેનતથી કામ લેવું જરૂરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/8

photoStories-logo

8. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Gujarati smachar Shani Gochar 2027 Shani Sade Sati 2027
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ