ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / રાધનપુરની ચૂંટણીનો ઉલ્લેખ કરી અલ્પેશ ઠાકોરે કહ્યું, હું અહીં ચૂંટણી લડવા નથી આવતો, સમાજના આગેવાનો એક છે
Last Updated: 10:31 AM, 15 November 2026
ADVERTISEMENT
પાટણમાં યોજાયેલા ક્ષત્રિય ઠાકોર સમાજના સ્નેહમિલન કાર્યક્રમમાં ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે સમાજના લોકોને એકજૂથ થવાની અપીલ કરી હતી. આગામી 2027ની ચૂંટણી પહેલાં સમાજમાં એકતા અને સંગઠન મજબૂત બનાવવાના મુદ્દે તેમણે પોતાના વિચારો રજૂ કર્યા હતા.
ADVERTISEMENT
આ કાર્યક્રમમાં સંબોધન કરતાં અલ્પેશ ઠાકોરે સ્પષ્ટતા કરી હતી કે, "મારી કોઈ પણ વાતને રાજકીય રીતે જોવામાં ન આવે." તેમણે સમાજના હિત અને એકતાને પ્રાથમિકતા આપવા પર ભાર મૂક્યો હતો.
ADVERTISEMENT
અલ્પેશ ઠાકોરે વધુમાં જણાવ્યું હતું કે, બંધારણ બન્યા બાદ ઠાકોર સમાજમાં એકતા આવી છે. જોકે, સમાજમાં સકારાત્મક બાબતોની સાથે નકારાત્મક વાતોને પણ વારંવાર યાદ કરવામાં આવે છે. તેમણે કહ્યું કે, "આપણે ખરાબ વાતને વાગોળ વાગોળ કરીએ છીએ."
ADVERTISEMENT
રાધનપુરના સંદર્ભમાં વાત કરતાં તેમણે કહ્યું હતું કે, આજે પણ જ્યારે તેઓ રાધનપુરની વાત કરે છે ત્યારે લોકો તેને અલગ રીતે મૂલવે છે. સમાજના દરેક મુદ્દાને રાજકીય દૃષ્ટિકોણથી જોવાને બદલે તેને સામાજિક એકતા અને વિકાસના દૃષ્ટિકોણથી જોવાની જરૂરિયાત તેમણે વ્યક્ત કરી હતી.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ ‘વ્યક્તિગત લોકોના ઝભ્ભા પકડવા કરતાં કમળ પકડવું સારું’, વિનોદ પટેલે ભાજપના આંતરિક જૂથવાદ પર સાધ્યું નિશાન!
આગામી 2027ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ક્ષત્રિય ઠાકોર સમાજમાં એકતા, સંગઠન અને સામાજિક જાગૃતિનો મુદ્દો આ કાર્યક્રમમાં ચર્ચાના કેન્દ્રમાં રહ્યો હતો. અલ્પેશ ઠાકોરની અપીલ સાથે સમાજને એક મંચ પર લાવવાનો સંદેશ પણ સ્નેહમિલન કાર્યક્રમમાંથી આપવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.