ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / દૂધની માંગ વધતા શહેરમાં ખોરવાઈ વિતરણ વ્યવસ્થા, મિલ્ક સેન્ટર પર પડાપડી
Last Updated: 03:34 PM, 14 November 2026
ADVERTISEMENT
તહેવારોની સિઝનમાં દૂધ અને દૂધની બનાવટની માગ વધતાં અમદાવાદ શહેરમાં દૂધ વિતરણ વ્યવસ્થા ખોરવાઈ છે. શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારના અનેક દૂધ કેન્દ્ર અને પાર્લરમાં સવારના સમયે પૂરતો જથ્થો ન પહોંચતાં ગ્રાહકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. દૂધ મેળવવા માટે અનેક કેન્દ્ર પર લાંબી કતાર જોવા મળી હતી, જ્યારે કેટલાક વિસ્તારમાં ગ્રાહકને દૂધ વિના પરત ફરવાની ફરજ પડી હતી.
ADVERTISEMENT
તહેવાર દરમિયાન મીઠાઈ અને ફરસાણની બનાવટમાં દૂધનો વપરાશ વધ્યો છે. ઘરેલુ વપરાશમાં પણ વધારો થતાં દૂધની માગ સામાન્ય દિવસની સરખામણીએ વધી છે. તેની સામે વિતરણ વ્યવસ્થા સમયસર જથ્થો પહોંચાડી શકી ન હોવાથી છૂટક બજારમાં દૂધની ખેંચ ઊભી થઈ હતી. દૂધની અછત હોવાની અફવાને પગલે કેટલાક ગ્રાહકે જરૂરિયાત કરતાં વધુ દૂધ ખરીદવાનો પ્રયાસ કરતાં કેન્દ્રો પર ભીડ વધી હતી.
દૂધની અછત અંગે ઊભી થયેલી સ્થિતિ વચ્ચે ડેરી સંચાલકોએ સ્પષ્ટતા કરી છે કે દૂધનાં ઉત્પાદન કે ઉપલબ્ધ જથ્થામાં કોઈ અછત નથી. તહેવારોને કારણે માગમાં અચાનક વધારો થયો છે, જ્યારે ટ્રાન્સપોર્ટેશન અને વિતરણ વ્યવસ્થામાં ટેકનિકલ વિક્ષેપને કારણે દૂધ સમયસર પાર્લરો સુધી પહોંચાડી શકાયું નથી.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ આ દિવાળીએ નોંધાયા ઈમરજન્સીના સૌથી વધુ કેસ, કૉલમાં 25 % નો ઉછાળો
ડેરી તંત્ર દ્વારા વિતરણ વ્યવસ્થા સુધારવા માટે કામગીરી હાથ ધરવામાં આવી છે. આગામી ૪૮ કલાકમાં શહેરભરમાં દૂધનો પુરવઠો સામાન્ય થઈ જશે તેવી ખાતરી પણ આપવામાં આવી છે. સાથે જ નાગરિકોને અછતની અફવાઓથી ગભરાઈને જરૂરિયાત કરતાં વધુ દૂધની ખરીદી ન કરવા અપીલ કરવામાં આવી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.
વધુ વાંચો