ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / આ દિવાળીએ નોંધાયા ઈમરજન્સીના સૌથી વધુ કેસ, કૉલમાં 25 % નો ઉછાળો

દિવાળી / આ દિવાળીએ નોંધાયા ઈમરજન્સીના સૌથી વધુ કેસ, કૉલમાં 25 % નો ઉછાળો

Published By: Vishal Khamar

Last Updated: 03:18 PM, 14 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં દિવાળીના તહેવારો દરમિયાન ઈમર્જન્સી સેવાઓની માગ વધી. નવા વર્ષના દિવસે ૨૬ ટકા અને ભાઈબીજના દિવસે ૧૪ ટકા વધુ કોલ નોંધાયા. માર્ગ અકસ્માત, ટ્રોમા અને દાઝી જવાના કેસમાં પણ મોટો ઉછાળો આવ્યો.

ADVERTISEMENT

તહેવારોની ઉજવણી દરમિયાન ગુજરાતમાં ઈમર્જન્સી સેવાઓની માગમાં નોંધપાત્ર વધારો થયો છે. ખાસ કરીને નવા વર્ષના દિવસે ઈમર્જન્સી કોલમાં સૌથી વધુ સરેરાશ ૨૬ ટકાનો વધારો નોંધાયો હતો. ત્યાર બાદ ભાઈબીજના દિવસે ૧૪ ટકાનો વધારો થયો હતો. માર્ગ અકસ્માતો અને ટ્રોમાના કેસમાં થયેલા વધારાને કારણે ઈમર્જન્સી સેવાઓ પર ભાર વધ્યો હતો, જ્યારે દિવાળીના દિવસે દાઝી જવાના બનાવોમાં પણ નોંધપાત્ર ઉછાળો આવ્યો હતો. રાજ્યના અનેક જિલ્લાઓમાં ઈમર્જન્સી કેસમાં ૨૫ ટકા કે તેથી વધુનો વધારો નોંધાયો હતો.

ઈએમઆરઆઈ ૧૦૮ દ્વારા દિવાળીના દિવસે ૫,૯૩૪, નવા વર્ષના દિવસે ૬,૫૯૫ અને ભાઈબીજના દિવસે ૫,૯૮૪ ઈમર્જન્સી કેસ સંભાળવામાં આવ્યા હતા. સામાન્ય દિવસોમાં દરરોજ સરેરાશ ૫,૨૪૮ ઈમર્જન્સી કેસ નોંધાતા હોય છે.

માર્ગ અકસ્માત સંબંધિત ઈમર્જન્સી કેસમાં દિવાળીના દિવસે ૮૭.૬૨ ટકાનો વધારો નોંધાયો હતો. સામાન્ય દિવસોમાં આવા ૬૪૬ કેસ નોંધાતા હોય છે, જે વધીને ૧,૨૧૨ થયા હતા. નવા વર્ષના દિવસે આ આંકડો વધીને ૧,૫૪૧ થયો હતો, જે ૧૩૮.૫૪ ટકાનો વધારો દર્શાવે છે. જ્યારે ભાઈબીજના દિવસે ૧,૦૩૨ કેસ નોંધાયા હતા, જે સામાન્ય દિવસોની સરખામણીએ ૫૯.૭૫ ટકાનો વધારો છે.

બિન-વાહનજન્ય ટ્રોમાના કેસમાં પણ દિવાળીના દિવસે ૭૫.૩ ટકાનો વધારો નોંધાયો હતો. સામાન્ય દિવસોમાં સરેરાશ ૫૯૫ કેસની સામે દિવાળીના દિવસે ૧,૦૪૩ ઈમર્જન્સી કેસ નોંધાયા હતા. નવા વર્ષના દિવસે આ સંખ્યા વધીને ૯૩૮ થઈ હતી, જે ૫૭.૭ ટકાનો વધારો દર્શાવે છે. ભાઈબીજના દિવસે ૭૨૪ કેસ નોંધાયા હતા, જે ૨૧.૭ ટકાનો વધારો છે.

સુરતમાં દિવાળીએ કેસમાં સૌથી વધુ વધારો, નવા વર્ષે વડોદરા મોખરે

મુખ્ય શહેરોની વાત કરીએ તો દિવાળીના દિવસે ઈમર્જન્સી કેસમાં સુરતમાં સૌથી વધુ ૧૦.૯ ટકાનો વધારો નોંધાયો હતો. ત્યાર બાદ રાજકોટમાં ૬.૮ ટકાનો વધારો થયો હતો. નવા વર્ષના દિવસે વડોદરામાં સૌથી વધુ ૨૫.૭ ટકાનો વધારો નોંધાયો હતો. ત્યાર બાદ રાજકોટમાં ૨૧.૭ ટકા અને અમદાવાદમાં ૧૩.૫ ટકાનો વધારો થયો હતો.

ભાઈબીજના દિવસે રાજકોટમાં સૌથી વધુ ૧૪.૬ ટકાનો વધારો નોંધાયો હતો. ત્યાર બાદ વડોદરામાં ૯.૬ ટકા અને અમદાવાદમાં ૭.૯ ટકાનો વધારો થયો હતો. ઈએમઆરઆઈના આંકડા મુજબ આ વિગતો સામે આવી છે.

ભરૂચ, ભાવનગર, દાહોદ, દેવભૂમિ દ્વારકા, મહેસાણા, મહીસાગર, પંચમહાલ, સાબરકાંઠા, ડાંગ અને વલસાડ જિલ્લામાં ઈમર્જન્સી કેસમાં ઓછામાં ઓછો ૨૫ ટકાનો વધારો નોંધાયો હતો.

દિવાળીએ દાઝી જવાના ૬૨ ઈમર્જન્સી કેસ

દાઝી જવાના બનાવોમાં પણ તહેવારો દરમિયાન નોંધપાત્ર વધારો થયો હતો. દિવાળીના દિવસે દાઝી જવાના ૬૨ ઈમર્જન્સી કેસ નોંધાયા હતા, જ્યારે સામાન્ય દિવસોમાં આ સંખ્યા સરેરાશ ૧૧ હોય છે. નવા વર્ષના દિવસે આવા ૨૬ કેસ નોંધાયા હતા.

આ પણ વાંચોઃ અમદાવાદનું પ્રહલાદનગર ફાયરસ્ટેશન અંધારામાં ગરકાવ, કારણ ચોંકાવનારું

દિવાળીના દિવસે અમદાવાદમાં દાઝી જવાના સૌથી વધુ ૧૩ કેસ નોંધાયા હતા. ત્યાર બાદ સુરતમાં ૧૨ અને રાજકોટ તથા કચ્છમાં છ-છ કેસ નોંધાયા હતા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Emergency Services Emergency Calls During Diwali, EMRI 108 Gujarat

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ