ન્યૂઝ અપડેટ્સ
7 ફોટો ગેલેરી
Last Updated: 08:19 PM, 13 November 2026
1/7
2/7
MCX પર ડિસેમ્બર મહિનાના સોનાના ફ્યુચર્સ 0.39 ટકા વધીને પ્રતિ 10 ગ્રામ 1.36 લાખના સ્તરે વેપાર કરી રહ્યા હતા. તે જ સમયે ચાંદીના ફ્યુચર્સ 0.14 ટકા ઘટીને પ્રતિ કિલો 1.78 લાખ પર રહ્યા. ઇન્ટરનેશનલ બજારમાં સ્પોટ સોનું 1.1 ટકા વધીને 3918.59 પ્રતિ ઔંસ અને સ્પોટ ચાંદી 0.5 ટકા વધીને 50.27 પ્રતિ ઔંસે પહોંચી હતી.
ADVERTISEMENT
3/7
ગઈકાલે સોનું ઓક્ટોબર 2025 પછીના સૌથી નીચા સ્તરે પહોંચ્યું હતું. ત્યારબાદ ઓવરસોલ્ડ સ્થિતિમાંથી પોઝિશનમાં ફેરફાર અને સસ્તા ભાવે ખરીદીને કારણે આજે સુધારો જોવા મળ્યો હતો. OANDAના વરિષ્ઠ એનાલિસ્ટ કેલ્વિન વોંગના મતે આ રિકવરી મુખ્યત્વે પોઝિશન એડજસ્ટમેન્ટનું પરિણામ છે. યુએસ ટ્રેઝરી યીલ્ડ અને ડોલરની મજબૂતી હજુ પણ સોનાની દિશા નક્કી કરવામાં મહત્વનું ભૂમિકા ભજવી રહી છે.
4/7
યુએસ ફેડરલ રિઝર્વની વ્યાજ દર નીતિ પર બજારની નજર છે. CME ફેડવોચ ડેટા મુજબ ડિસેમ્બરમાં 25 બેસિસ પોઈન્ટનો વ્યાજ દર વધારાની લગભગ 89 ટકા સંભાવના જણાઈ રહી છે. ઊંચા વ્યાજ દરો સામાન્ય રીતે સોના પર દબાણ લાવે છે કારણ કે તેમાંથી નિયમિત આવક મળતી નથી. બીજા એક્સપર્ટે જણાવ્યું કે ટ્રેઝરી યીલ્ડમાં વધારો અને મજબૂત ડોલર કીમતી ધાતુઓ પર દબાણ બનાવી રહ્યા છે. જેમાં ચાંદી રોકાણકારોની રિસ્ક એપિટાઇટ અને ઔદ્યોગિક માંગના અંદાજો પ્રત્યે વધુ સંવેદનશીલ છે.
ADVERTISEMENT
5/7
ભારતીય રોકાણકારો માટે રૂપિયા-ડોલર એક્સચેન્જ દર પણ મહત્વનો છે. આજે રૂપિયો લગભગ 94.16ના સ્તરે કમજોર પડ્યો હતો. કમજોર રૂપિયા સાથે આયાતી સોનું અને ચાંદી ઘરેલું બજારમાં વધુ મોંઘા પડે છે. જેમાં ઈમ્પોર્ટ ડ્યુટી, GST અને પ્રીમિયમને કારણે ઇન્ટરનેશનલ અને ઘરેલું ભાવ વચ્ચે તફાવત રહે છે.
6/7
આગળની દિશા માટે અમેરિકાના પ્રોડ્યુસર પ્રાઇસ ઇન્ડેક્સ ડેટા પર નજર રાખવી જરૂરી છે. જો મોંઘવારીના આંકડા અપેક્ષા કરતાં વધારે આવે તો વ્યાજ દર વધારાની સંભાવના વધી શકે છે અને સોના-ચાંદી પર વધુ દબાણ આવી શકે છે. જીમાં નરમ આંકડા આવે તો થોડો સહારો મળી શકે છે. ઇન્ટરનેશનલ સ્તરે સોનું 3900ની આસપાસ અને ચાંદી 50ની નજીક રહે તે મહત્વના સ્તરો છે. રૂપિયાની હિલચાલ, ક્રૂડ ઓઈલના ભાવ અને વૈશ્વિક વલણો ઘરેલું કિંમતોને અસર કરતા રહેશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ