ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / અમદાવાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આગમન, ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ સહિત પૂર્વ આ નેતાઓએ કર્યું સ્વાગત

ગાંધીનગર / અમદાવાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આગમન, ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ સહિત પૂર્વ આ નેતાઓએ કર્યું સ્વાગત

Published By: Vishal Khamar

Last Updated: 08:09 PM, 13 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 13 નવેમ્બરે અમદાવાદ પહોંચ્યા. ગાંધીનગર રાજભવન ખાતે CM ભૂપેન્દ્ર પટેલ સહિત ગુજરાત સરકારના મંત્રીઓ સાથે ડિનર બેઠક યોજાશે.

ADVERTISEMENT

અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજ રોજ 13 નવેમ્બરના રોજ અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. એરપોર્ટ પર ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સહિત ભાજપના વરિષ્ઠ નેતાઓ અને પૂર્વ ધારાસભ્યોએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. સ્વાગત કરનારાઓમાં પૂર્વ સાંસદ હરિન પાઠક, ભરત બારોટ, ગોરધન ઝાડફિયા, પ્રદીપસિંહ જાડેજા, પ્રદીપ પરમાર અને આર.એમ. પટેલ સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

વડાપ્રધાનના આ ગુજરાત પ્રવાસ દરમિયાન ગાંધીનગર સ્થિત લોકભવન ખાતે ગુજરાત સરકારના મંત્રીઓ સાથે ડિનર બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકને રાજકીય અને વહીવટી દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

132 દિવસ બાદ ફરી મંત્રીઓ સાથે બેઠક

ખાસ નોંધનીય બાબત એ છે કે અગાઉ 4 જુલાઈ, 2026ના રોજ અમદાવાદ એરપોર્ટ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યના મંત્રીમંડળ સાથે બેઠક કરી હતી. હવે 132 દિવસ બાદ વડાપ્રધાન ફરી એકવાર ગુજરાતના મંત્રીઓ સાથે બેઠક કરવા જઈ રહ્યા છે.

અગાઉની બેઠકમાં રાજ્યના વિવિધ સરકારી વિભાગોની કામગીરી, વિકાસલક્ષી પ્રોજેક્ટ્સની પ્રગતિ અને વહીવટી તંત્રને વધુ ગતિશીલ બનાવવા અંગે ચર્ચા થઈ હતી. વડાપ્રધાને સરકારી યોજનાઓનો લાભ સામાન્ય નાગરિકો સુધી અસરકારક રીતે પહોંચે અને વિકાસકાર્યો સમયમર્યાદામાં પૂર્ણ થાય તે માટે માર્ગદર્શન આપ્યું હતું.

સરકારની કામગીરી અને આગામી પ્રાથમિકતાઓ પર ચર્ચાની શક્યતા

આ વખતે યોજાનારી ડિનર બેઠકમાં પણ ગુજરાત સરકારની અત્યાર સુધીની કામગીરીની સમીક્ષા, વિવિધ વિકાસ યોજનાઓની પ્રગતિ તેમજ આગામી રાજકીય અને વહીવટી પ્રાથમિકતાઓ અંગે ચર્ચા થવાની શક્યતા છે. રાજ્ય સરકારના મંત્રીઓ પાસેથી તેમના વિભાગોની કામગીરી અંગે વિગતો મેળવવામાં આવે તેવી પણ સંભાવના છે.

અંબાજી દર્શનનો કાર્યક્રમ છેલ્લી ઘડીએ મોકૂફ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 14 નવેમ્બરના રોજ લાભપાંચમના પવિત્ર દિવસે બનાસકાંઠાના અંબાજી મંદિરે દર્શન અને પૂજા કરવાનો કાર્યક્રમ પણ અગાઉ નક્કી કરવામાં આવ્યો હતો. જોકે, છેલ્લી ઘડીએ આ કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ PM મોદીના પ્રવાસને લઈ રાજકીય ગરમાવો તેજ, પૂર્વ ધારાસભ્યો અને મંત્રીઓને પણ બોલાવાયા, ગુજરાતના 4 મંત્રીઓ પર લટકતી તલવાર

અંબાજી પ્રવાસ મોકૂફ થતાં વડાપ્રધાનનો ગુજરાત પ્રવાસ હવે ગાંધીનગર સુધી મર્યાદિત રહેશે. આ દરમિયાન લોકભવન ખાતે યોજાનારી મંત્રીઓ સાથેની બેઠક પર રાજકીય વર્તુળો અને વહીવટી તંત્રની ખાસ નજર રહેશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Modi Meeting Gujarat Ministers PM Modi Gujarat Visit Narendra Modi Ahmedabad Visit

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ