ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / ગોંડલ ચોકડી બ્રિજ બન્યાના 2 વર્ષમાં જ તિરાડો, બ્રિજનો કેટલોક ભાગ તોડવાની કામગીરી શરૂ

VIDEO / ગોંડલ ચોકડી બ્રિજ બન્યાના 2 વર્ષમાં જ તિરાડો, બ્રિજનો કેટલોક ભાગ તોડવાની કામગીરી શરૂ

Published By: Vishal Khamar
Reported By: Sunny Maiyad

Last Updated: 04:07 PM, 13 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટના ગોંડલ ચોકડી બ્રિજના નિર્માણને માત્ર 2 વર્ષ થયાં ત્યાં જ તિરાડો પડતાં બાંધકામની ગુણવત્તા સામે સવાલો ઊભા થયા છે. નવા બ્રિજનો કેટલોક ભાગ તોડવાની કામગીરી શરૂ થતાં ભ્રષ્ટાચારની આશંકા વ્યક્ત થઈ રહી છે.

ADVERTISEMENT

રાજકોટમાં ફરી એકવાર બ્રિજના બાંધકામની ગુણવત્તા સામે સવાલો ઊભા થયા છે. શહેરના ગોંડલ ચોકડી વિસ્તારમાં આવેલા બ્રિજને બન્યાને હજુ માંડ બે વર્ષ જેટલો સમય થયો છે, ત્યાં જ બ્રિજમાં તિરાડો જોવા મળતા તંત્રની કામગીરી સામે અનેક પ્રશ્નો ઊભા થયા છે.

મળતી માહિતી મુજબ, રાજકોટના સૌથી લાંબા બ્રિજ પૈકીના એક ગણાતા ગોંડલ ચોકડી બ્રિજમાં તિરાડો પડતાં તકેદારીના ભાગરૂપે બ્રિજના કેટલાક ભાગને તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. નવા બનેલા બ્રિજમાં આટલા ટૂંકા ગાળામાં તિરાડો પડવી એ બાંધકામની ગુણવત્તા અને ઉપયોગમાં લેવાયેલી સામગ્રી અંગે તપાસની જરૂરિયાત ઊભી કરે છે.

બ્રિજના નિર્માણ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હોવા છતાં જો બે વર્ષમાં જ સમારકામ કે તોડફોડ કરવાની નોબત આવે તો જવાબદારી કોની? બાંધકામ દરમિયાન ગુણવત્તાના માપદંડોનું યોગ્ય પાલન કરવામાં આવ્યું હતું કે નહીં, તે પણ તપાસનો વિષય બન્યો છે.

આ પણ વાંચોઃ ભાડજના હરે કૃષ્ણ મંદિરમાં ભવ્ય ગોવર્ધન પૂજા અને અન્નકૂટ મહોત્સવની ઉજવણી, 1008થી વધુ વાનગીઓ ધરાવાઈ

હાલમાં બ્રિજના અસરગ્રસ્ત ભાગને તોડવાની કામગીરી શરૂ થતાં સ્થાનિકોમાં પણ ચર્ચા જાગી છે. સમગ્ર મામલે સંબંધિત તંત્ર દ્વારા બ્રિજની ટેક્નિકલ તપાસ કરવામાં આવે અને બાંધકામમાં કોઈ ખામી કે બેદરકારી રહી હોય તો જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માગ ઊઠી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gondal Chowkdi Bridge News Rajkot Bridge Cracks Rajkot Gondal Chowkdi Bridge

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ