ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / કુંવરજી બાવળિયાના સમર્થનમાં દેવજી ફતેપરાનું નિવેદન, પ્રવીણ કોળીનો વિરોધ, કોળી સમાજમાં બે ફાંટા!

ગુજરાત / કુંવરજી બાવળિયાના સમર્થનમાં દેવજી ફતેપરાનું નિવેદન, પ્રવીણ કોળીનો વિરોધ, કોળી સમાજમાં બે ફાંટા!

Published By: Nidhi Panchal

Last Updated: 01:10 PM, 13 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવા વર્ષના સંમેલનમાં સમાજની એકતાની વાત થવાની હતી, પરંતુ અહીં તો આંતરિક વિખવાદ જ સામે આવ્યો! અમરાપુરમાં યોજાયેલા કોળી સમાજના સંમેલનમાં પૂર્વ સાંસદ દેવજી ફતેપરાના નિવેદન બાદ વિવાદ સર્જાયો છે. કુંવરજી બાવળિયાના સમર્થનમાં બોલેલા ફતેપરાનો સમાજના આગેવાન પ્રવીણ કોળીએ ખુલ્લેઆમ વિરોધ કર્યો છે.

ADVERTISEMENT

ગુજરાતના રાજકારણમાં સામાજિક સમીકરણો હંમેશાં મહત્વની ભૂમિકા ભજવતા આવ્યા છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં કોળી સમાજનું રાજકીય મહત્વ અનેક બેઠકો પર જોવા મળે છે. ત્યારે નવા વર્ષના સંમેલનમાં સમાજની એકતાને બદલે આંતરિક વિખવાદ સામે આવતાં રાજકીય ચર્ચાઓ શરૂ થઈ છે. અમરાપુરમાં યોજાયેલા કોળી સમાજના સંમેલનમાં પૂર્વ સાંસદ દેવજી ફતેપરાએ કુંવરજી બાવળિયાના સમર્થનમાં નિવેદન આપ્યું હતું. જોકે, તેમના આ નિવેદનનો કોળી સમાજના આગેવાન પ્રવીણ કોળીએ ખુલ્લેઆમ વિરોધ કર્યો છે. આ સાથે જ સમાજમાં બે અલગ વિચારધારા હોવાની ચર્ચા ફરી શરૂ થઈ છે.

pravin

ગઈકાલે કુંવરજી બાવળિયાના મતવિસ્તાર અમરાપુરમાં કોળી સમાજનું નવા વર્ષનું સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં પૂર્વ સાંસદ દેવજી ફતેપરાએ કુંવરજી બાવળિયાના રાજકીય ભવિષ્ય અંગે વાત કરતાં કહ્યું હતું કે કુંવરજી બાવળિયા ચૂંટણી જીતશે અને ફરી મંત્રી બનશે. એટલું જ નહીં, તેમણે કુંવરજી બાવળિયાના વખાણ કરતાં એવું પણ કહ્યું હતું કે કોળી સમાજના ઇતિહાસમાં કુંવરજી બાવળિયા જેવા નેતા થયા નથી. દેવજી ફતેપરાના આ નિવેદન બાદ સંમેલન અને તેની પાછળના રાજકીય સંદેશ અંગે ચર્ચા શરૂ થઈ હતી.

આ નિવેદનથી કોળી સમાજના તમામ આગેવાનો સહમત

જોકે, દેવજી ફતેપરાના આ નિવેદનથી કોળી સમાજના તમામ આગેવાનો સહમત નથી. સમાજના આગેવાન પ્રવીણ કોળીએ ખુલ્લેઆમ વિરોધ નોંધાવ્યો છે. તેમણે આ સંમેલનને કોળી સમાજનું સંમેલન નહીં પરંતુ શક્તિપ્રદર્શન ગણાવ્યું છે. પ્રવીણ કોળીએ કુંવરજી બાવળિયાને હવે રાજકારણમાંથી નિવૃત્તિ લઈ લેવાની સલાહ પણ આપી છે. તેમણે કહ્યું કે ભાજપ પણ હવે Gen Z નેતાઓને ટિકિટ આપે છે, ત્યારે નવા યુવાનોને આગળ આવવાની તક મળવી જોઈએ.

કુંવરજી બાવળિયા સામે અનેક સવાલો પણ ઉઠાવ્યા

પ્રવીણ કોળીએ કુંવરજી બાવળિયા સામે અનેક સવાલો પણ ઉઠાવ્યા છે. તેમના કહેવા પ્રમાણે, કુંવરજી બાવળિયા સમાજના નામે ચૂંટણી લડે છે, પરંતુ સમાજને આપેલા વાયદા પૂરા કરતા નથી. તેમણે ખાસ કરીને કોળી સમાજના વિદ્યાર્થીઓ માટે વિદ્યાર્થી ભવન બનાવવાના વાયદાનો મુદ્દો ઉઠાવ્યો હતો. પ્રવીણ કોળીના આક્ષેપ મુજબ, કુંવરજી બાવળિયાએ છેલ્લા 7 વર્ષથી કોળી સમાજનું વિદ્યાર્થી ભવન બનાવવાનું વચન આપ્યું છે, પરંતુ હજુ સુધી આ વાયદો પૂરો થયો નથી.

હાજર રહેલા આગેવાનો અંગે પણ સવાલો કર્યા

આ ઉપરાંત પ્રવીણ કોળીએ સંમેલનમાં હાજર રહેલા આગેવાનો અંગે પણ સવાલો કર્યા હતા. તેમણે કહ્યું કે કુંવરજી બાવળિયાને જે નેતાઓ સાથે મેળ છે તેવા જ નેતાઓ આ સંમેલનમાં આવ્યા હતા. આથી આ સંમેલનને સમગ્ર કોળી સમાજનું સંમેલન ગણાવી શકાય નહીં. કોળી સમાજને આ સંમેલન સાથે કોઈ લેવાદેવા નથી તેવો દાવો પણ તેમણે કર્યો હતો.

તળાજા બેઠક અંગે પણ મોટું નિવેદન આપ્યું

પ્રવીણ કોળીએ આગામી ચૂંટણીને લઈને તળાજા બેઠક અંગે પણ મોટું નિવેદન આપ્યું હતું. તેમના કહેવા પ્રમાણે, તળાજા વિધાનસભા બેઠક પરથી દિવ્યેશ સોલંકીની ટિકિટ નક્કી છે. આ નિવેદનથી હવે તળાજા બેઠકના રાજકીય સમીકરણો અંગે પણ ચર્ચા શરૂ થઈ શકે છે. એક તરફ પૂર્વ સાંસદ દેવજી ફતેપરા કુંવરજી બાવળિયાને ફરી મંત્રી બનતા જોવાની વાત કરી રહ્યા છે, તો બીજી તરફ પ્રવીણ કોળી તેમના નેતૃત્વ સામે સવાલો ઉઠાવી રહ્યા છે. એક જ સંમેલનને લઈને બે અલગ-અલગ અભિપ્રાય સામે આવતાં કોળી સમાજના આંતરિક રાજકારણની ચર્ચા તેજ બની છે.

આ પણ વાંચો : બહારનું ચટાકેદાર ખાવાના શોખીનો થઈ જજો સાવધાન! જામનગરના બજરંગ ઢોસાની ચટણીમાં વંદો નીકળ્યો

રાજકીય રીતે અમરાપુરનું આ સંમેલન મહત્વનું માનવામાં આવે છે, કારણ કે અમરાપુર કુંવરજી બાવળિયાનો મતવિસ્તાર છે. ત્યારે સંમેલનમાં થયેલા નિવેદનો અને તેના વિરોધને માત્ર સામાજિક કાર્યક્રમ પૂરતો સીમિત રાખી શકાય તેમ નથી. આગામી સમયમાં કોળી સમાજના આગેવાનો વચ્ચે આ મુદ્દે વધુ નિવેદનબાજી થાય છે કે પછી એકતા માટે પ્રયાસ થાય છે તેના પર સૌની નજર રહેશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Devji Fatepara Koli Samaj Kunvarji Bavaliya

Published by

Nidhi Panchal

media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ