ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદ બનશે ડિજિટલ સ્માર્ટ સિટી! 2,000 કિમીથી વધુ ઓપ્ટિકલ ફાઈબર નેટવર્ક અને બે લાખ સ્માર્ટ સ્ટ્રીટલાઈટ પોલ ઊભા કરાશે

ગુજરાત / અમદાવાદ બનશે ડિજિટલ સ્માર્ટ સિટી! 2,000 કિમીથી વધુ ઓપ્ટિકલ ફાઈબર નેટવર્ક અને બે લાખ સ્માર્ટ સ્ટ્રીટલાઈટ પોલ ઊભા કરાશે

Published By: Nidhi Panchal

Last Updated: 01:22 PM, 13 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદને ડિજિટલ કનેક્ટિવિટીથી સજ્જ કરવા AMC દ્વારા મોટો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. શહેરમાં 2,000 કિમીથી વધુ ઓપ્ટિકલ ફાઈબર નેટવર્ક બિછાવવાની સાથે બે લાખ સ્ટ્રીટલાઈટ પોલને સ્માર્ટ પોલમાં ફેરવવામાં આવશે.

ADVERTISEMENT

શહેરને ડિજિટલ કનેક્ટિવિટીથી સજ્જ કરવા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરવ્યાપી ઓપ્ટિકલ ફાઈબર અને સ્માર્ટ સ્ટ્રીટલાઈટ નેટવર્ક ઊભું કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ પ્રોજેક્ટ હેઠળ શહેરમાં ૨,૦૦૦ કિલોમીટરથી વધુ લંબાઈનું ઓપ્ટિકલ ફાઈબર કેબલ (ઓએફસી) નેટવર્ક બિછાવવામાં આવશે, જ્યારે અંદાજે બે લાખ સ્ટ્રીટલાઈટ પોલને ટેલિકોમ ગ્રેડ સ્માર્ટ પોલમાં રૂપાંતરિત કરાશે, તેના પરિણામે એએમસીની મુખ્ય કચેરીઓ, ઝોનલ અને વોર્ડ કચેરીઓ, હોસ્પિટલો તથા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર હાઈસ્પીડ નેટવર્કથી જોડાશે.

AHD

સ્માર્ટ પોલ પર સ્માર્ટ લાઈટ કંટ્રોલર, સેન્સર અને રિમોટ મોનિટરિંગ સિસ્ટમ લગાવવામાં આવશે. આ ઉપરાંત 4G/5G સ્મોલ સેલ, પબ્લિક વાઈ-ફાઈ, IoT ગેટવે અને સર્વેલન્સ કેમેરા સ્થાપિત કરવા માટેની સુવિધા ઊભી કરાશે. આ માળખાથી સ્ટ્રીટલાઈટના સંચાલન અને વીજ વપરાશનું મોનિટરિંગ કરી શકાશે, સાથે જ ટ્રાફિક મેનેજમેન્ટ, જાહેર સુરક્ષા અને ટેલિકોમ કનેક્ટિવિટી માટે પણ તેનો ઉપયોગ થશે.

પબ્લિક-પ્રાઈવેટ પાર્ટનરશિપ (પીપીપી) મોડલ હેઠળ અમલી

આ પ્રોજેક્ટ પબ્લિક-પ્રાઈવેટ પાર્ટનરશિપ (પીપીપી) મોડલ હેઠળ અમલી બનશે, જેમાં મંજૂર પ્રોજેક્ટ ખર્ચના ૨૫ ટકા એએમસી અને બાકીના ૭૫ ટકા રકમ પસંદગી પામેલા કન્સેસનેર દ્વારા રોકાણ કરવામાં આવશે. એએમસીનું ફ‌ન્ડિંગ પણ તબક્કાવાર રહેશે. ઈન્ફ્રાસ્ટ્રક્ચરના સપ્લાય સમયે ૧૦ ટકા, સમગ્ર નેટવર્કનું કામ પૂર્ણ કરી ટેસ્ટિંગ અને કમિશનિંગ બાદ ૫ાંચ ટકા તથા બાકીના ૧૦ ટકા ૧૦ વર્ષના કન્સેસન સમયગાળા દરમિયાન વાર્ષિક સમાન હપ્તામાં ચૂકવાશે.

કુલ રૂ. ૨૫૦ કરોડ મિનિમમ ગેરંટીડ પેમેન્ટ

બીજી તરફ કન્સેસનેર દ્વારા ૧૦ વર્ષમાં એએમસીને કુલ રૂ. ૨૫૦ કરોડ મિનિમમ ગેરંટીડ પેમેન્ટ (એમજીપી) તરીકે ચૂકવવાના રહેશે. આ રકમ ૧૦ સમાન વાર્ષિક હપ્તામાં મળશે. ઉપરાંત પ્રોજેક્ટના કોમર્શિયલ ઉપયોગથી થતી કુલ આવકમાંથી ઓછામાં ઓછા ત્રણ ટકા અથવા ટેન્ડરમાં ક્વોટ કરાયેલો ઊંચો દર એએમસીને રેવન્યૂ શેર તરીકે ચૂકવવાનો રહેશે. આ વ્યવસ્થાથી શહેરમાં ડિજિટલ સેવાઓ માટેનું માળખું ઊભું થવાની સાથે કોર્પોરેશનને લાંબા ગાળે આવક પણ મળશે.

પ્રોજેક્ટની મુખ્ય વિગતો

- ઓપ્ટિકલ ફાઈબર નેટવર્ક: ૨,૦૦૦ કિમીથી વધુ

- સ્માર્ટ સ્ટ્રીટલાઈટ પોલ: અંદાજે બે લાખ

- પ્રોજેક્ટ મોડલ: પબ્લિક-પ્રાઈવેટ પાર્ટનરશિપ (પીપીપી)

- એએમસીનો ફાળો: કુલ મંજૂર ખર્ચના ૨૫ ટકા

- કન્સેસનેરનું રોકાણ: કુલ મંજૂર ખર્ચના ૭૫ ટકા

- કન્સેસન સમયગાળો: ૧૦ વર્ષ

- એએમસીને મિનિમમ ગેરંટીડ પેમેન્ટ: રૂ. ૨૫૦ કરોડ

- રેવન્યૂ શેર: કોમર્શિયલ આવકના ઓછામાં ઓછા ત્રણ ટકા અથવા ક્વોટ કરાયેલો ઊંચો દર

આ પણ વાંચો : કુંવરજી બાવળિયાના સમર્થનમાં દેવજી ફતેપરાનું નિવેદન, પ્રવીણ કોળીનો વિરોધ, કોળી સમાજમાં બે ફાંટા!

સ્માર્ટ પોલથી મળનારી સુવિધાઓ

- 4G/5G સ્મોલ સેલ કનેક્ટિવિટી

- પબ્લિક વાઈ-ફાઈની સુવિધા

- સર્વેલન્સ કેમેરા અને IoT ગેટવે

- સ્ટ્રીટલાઈટનું રિમોટ મોનિટરિંગ

- વીજળીના વપરાશ પર નિયંત્રણ

- ટ્રાફિક અને સુરક્ષા વ્યવસ્થાનું સંકલન

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Smart City Optical Fiber Network Smart Street Light

Published by

Nidhi Panchal

media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ