ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / વાવ-થરાદમાં કેનાલોમાં ગાબડાં, પાટણમાં અંડરગ્રાઉન્ડ કેનાલ લીકેજથી ખેતરોમાં પાણી ફરી વળ્યાં, ખેડૂતોમાં રોષ!

VIDEO / વાવ-થરાદમાં કેનાલોમાં ગાબડાં, પાટણમાં અંડરગ્રાઉન્ડ કેનાલ લીકેજથી ખેતરોમાં પાણી ફરી વળ્યાં, ખેડૂતોમાં રોષ!

Published By: Vishal Khamar

Last Updated: 03:39 PM, 13 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાટણના ધરવડી ગામને જોડતી અંડરગ્રાઉન્ડ નર્મદા કેનાલમાંથી પાણી લીક થતાં ખેતરોમાં પાણી ભરાયાં છે. ઘાસચારા સહિત ઊભા પાકને નુકસાન થતાં ખેડૂતો પરેશાન છે. અનેક રજૂઆતો છતાં સમારકામ ન થયું હોવાનો ખેડૂતોનો આક્ષેપ.

ADVERTISEMENT

પાટણમાં નર્મદા વિભાગના પાપે ખેડૂતો હેરાન

પાટણ જિલ્લાના ધરવડી ગામને જોડતી અંડરગ્રાઉન્ડ કેનાલમાં લીકેજની સમસ્યાએ ખેડૂતોની મુશ્કેલીમાં વધારો કર્યો છે. કેનાલના વાટામાંથી સતત પાણી લીકેજ થતાં આસપાસનાં ખેતરોમાં પાણી ભરાઈ ગયાં છે, જેના કારણે ઘાસચારા સહિત ખેતરોમાં ઊભા પાકને નુકસાન થઈ રહ્યું છે. ખેડૂતોના જણાવ્યા મુજબ, આ સમસ્યા અંગે અનેક વખત નર્મદા વિભાગને રજૂઆતો કરવામાં આવી હોવા છતાં હજુ સુધી યોગ્ય સમારકામ કરવામાં આવ્યું નથી. પરિણામે ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ખેડૂતો દ્વારા તાત્કાલિક કેનાલનું સમારકામ કરાવી પાણીના લીકેજને અટકાવવા તેમજ નુકસાનનું નિરીક્ષણ કરી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી છે.

10 દિવસ અગાઉ કેનાલમાં થયું હતું ભંગાણ

વાવ-થરાદ પંથકમાં નર્મદા નિગમની બેદરકારીના કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. કુંડાળિયા ગામ નજીક નર્મદા કેનાલમાં આશરે 10 દિવસ અગાઉ ભંગાણ સર્જાયું હતું, પરંતુ ખેડૂતો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં આજદિન સુધી સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી નથી. કેનાલમાંથી વહેતું પાણી આસપાસનાં ખેતરોમાં ફરી વળતાં ખેડૂતોના ઊભા પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. એક તરફ મહેનત કરીને તૈયાર કરેલો પાક બરબાદ થઈ રહ્યો છે, તો બીજી તરફ કોન્ટ્રાક્ટર અને નર્મદા નિગમના તંત્રની ઉદાસીનતાને કારણે ખેડૂતોની મુશ્કેલીઓમાં વધારો થયો છે. ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તંત્ર દ્વારા તાત્કાલિક કેનાલનું સમારકામ કરી નુકસાનનું વળતર ચૂકવવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી છે.

આ પણ વાંચોઃ ‘PM મોદી મા અંબાના ભક્ત છે, આગામી દિવસોમાં ફરી દર્શન કરશે’, હર્ષ સંઘવીનું નિવેદન!

બુકણા માઈનોર કેનાલમાં પાણી છોડતાની સાથે જ પડ્યું ગાબડું

વાવ-થરાદના સરહદી પંથકમાં કેનાલો તૂટવાની ઘટનાઓ અટકવાનું નામ લઈ રહી નથી. બુકણા માઈનોર કેનાલમાં પાણી છોડવામાં આવતાંની સાથે જ કેનાલમાં ગાબડું પડતાં તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે. ચાલુ સિઝનમાં કેનાલોની યોગ્ય સફાઈ અને સમારકામ કર્યા વિના જ પાણી છોડવામાં આવતાં વારંવાર આવી સમસ્યાઓ સર્જાઈ રહી છે. એક તરફ ખેડૂતો સિંચાઈના પાણી માટે વલખાં મારી રહ્યા છે, તો બીજી તરફ કેનાલોમાં ગાબડાં પડવાને કારણે પાણીનો બગાડ થઈ રહ્યો છે. નર્મદા નિગમની બેદરકારીના કારણે ખેડૂતોને સમયસર પાણી મળતું નથી અને ખેતીના પાકને નુકસાન થવાની ભીતિ પણ સેવાઈ રહી છે. બુકણા માઈનોર કેનાલમાં પાણી છોડતાં જ ગાબડું પડવાની ઘટનાને પગલે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતો દ્વારા કેનાલોની યોગ્ય તપાસ, સફાઈ અને સમારકામ કરાવી જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Patan Narmada Canal Leakage Dharwada Village Canal Leak Patan Farmers News

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ