ન્યૂઝ અપડેટ્સ
5 ફોટો ગેલેરી
Last Updated: 04:27 PM, 13 November 2026
1/5
બેંકમાં સુરક્ષિત રોકાણ કરીને સારું વળતર મેળવવા માગતા લોકો માટે બેંક ઓફ બરોડા તરફથી સારા સમાચાર આવ્યા છે. બેંકે તેની ખાસ 555 દિવસની ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમના વ્યાજદરમાં વધારો કર્યો છે. વ્યાજદરમાં આશરે 0.10 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. નવા દર 11 નવેમ્બર 2026થી અમલી બન્યા છે. આ ફેરફાર બાદ સામાન્ય ગ્રાહકોની સાથે સીનીયર નાગરિકોને પણ FD પર વધુ વ્યાજનો લાભ મળશે.
2/5
ADVERTISEMENT
3/5
જો કોઈ વ્યક્તિ 555 દિવસ માટે 10 લાખની FD કરાવે તો તેને કેટલું વળતર મળશે જેમાં નવા વ્યાજદર પ્રમાણે અંદાજિત ગણતરી આ પ્રમાણે છે. જેમાં સામાન્ય ગ્રાહકોને આશરે 1.09 લાખનું વ્યાજ મળશે. સિનિયર સિટીઝનને આશરે 1.17 લાખનું વ્યાજ મળશે. અને સુપર સિનિયર સિટીઝનને આશરે 1.19 લાખનું વ્યાજ મળશે.
4/5
જો તમે બેંક ઓફ બરોડાની 555 દિવસની FDમાં 5 લાખનું રોકાણ કરો છો, તો મેચ્યોરિટી સમયે સામાન્ય ગ્રાહકને કુલ 5,54,399 મળશે. જ્યારે સિનિયર સિટીઝનને 5,58,555 અને સુપર સિનિયર સિટીઝનને 5,59,390 મળશે. જો તમે 1 લાખનું રોકાણ કરો છો તો સામાન્ય ગ્રાહકને આશરે 1,10,880, સિનિયર સિટીઝનને 1,11,711 અને સુપર સિનિયર સિટીઝનને 1,11,878 મેચ્યોરિટી પર મળી શકે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ