ન્યૂઝ અપડેટ્સ
VTV / ધર્મ / વાતચીતમાં કોઈ ન પહોંચે આ 2 મૂળાંકના લોકોની નજીક, પોતાની મીઠી બોલીથી બનાવે છે સૌને દિવાના
4 ફોટો ગેલેરી
Last Updated: 05:03 PM, 13 November 2026
1/4
અંકશાસ્ત્રમાં વ્યક્તિની જન્મતારીખના આધારે તેના સ્વભાવ અને વ્યક્તિત્વ વિશે અનેક દાવા કરવામાં આવે છે. જેમાં અમુક લોકો પોતાની ગંભીરતા અને શાંત સ્વભાવ માટે જાણીતા હોય છે તો અમુક એવા હોય છે જે પોતાની મીઠી વાણી અને વાત કરવાની અનોખી આવડતથી સામેની વ્યક્તિને તરત જ પ્રભાવિત કરી દે છે. અંકશાસ્ત્ર અનુસાર, મૂળાંક 3 અને મૂળાંક 5 ધરાવતા લોકોમાં આવી ખાસિયતો જોવા મળે છે. તેમની વાત કરવાની કળા એટલી અસરકારક હોય છે કે અજાણ્યા લોકો પણ તેમની સાથે સરળતાથી જોડાઈ જાય છે.
2/4
આ લોકોનો સ્વામી ગુરુ ગ્રહ છે. તેથી તેમનામાં સમજદારી અને જ્ઞાન ભરપૂર હોય છે. તેઓ સ્વભાવથી હંસમુખ અને મિલનસાર હોય છે. વાત કરતી વખતે તેમના ચહેરા પરની મુસ્કાન અને સકારાત્મક અંદાજ સામેના વ્યક્તિને તરત પસંદ આવી જાય છે. તેઓ બીજાને સારી સલાહ આપવામાં અને હિંમત વધારવામાં માહિર હોય છે. તેમની વાતોમાં અનુભવ ઝળકે છે. ક્યારેક પોતાની વાત મનાવવા માટે થોડું વધારે બોલી જાય છે પણ તેમનું દિલ સાફ હોય છે.
ADVERTISEMENT
3/4
આ લોકોનો સંબંધ બુધ ગ્રહ સાથે છે જે બુદ્ધિ અને વાણીનો કારક માનવામાં આવે છે. તેથી આ લોકો વાતચીતમાં ખૂબ માહિર હોય છે. પરિસ્થિતિ ગમે તે હોય તેઓ પોતાની વાત સરળ અને અસરકારક રીતે રાખી લે છે. તેમની હાજિર જવાબી અને મૂડ સમજીને વાત કરવાની ક્ષમતા તેમને અલગ બનાવે છે. નવા લોકો વચ્ચે પણ તેઓ ઝડપથી મિત્રતા બાંધી લે છે. પાર્ટી હોય કે ઓફિસ, તેમની વાતચીતની કળા તેમને સૌથી આગળ રાખે છે. ઘણી વાર લોકોને ખબર પણ નથી પડતી કે તેઓ ક્યારે આટલા નજીક આવી ગયા.
4/4
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ