ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / નાના અને મધ્યમ વેપારીઓ માટે NPCIની નવી સ્કીમ, ડિજિટલ પેમેન્ટ કરશો તો મળશે વધારાનો ફાયદો!

બિઝનેસ / નાના અને મધ્યમ વેપારીઓ માટે NPCIની નવી સ્કીમ, ડિજિટલ પેમેન્ટ કરશો તો મળશે વધારાનો ફાયદો!

Published By: Jinal Chauhan

Last Updated: 03:08 PM, 13 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

UPIથી પેમેન્ટ સ્વીકારતા નાના વેપારીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. હવે દુકાનમાં UPI QR કોડ અને સાઉન્ડબોક્સ લગાવવા પર આર્થિક પ્રોત્સાહન મળશે.

ADVERTISEMENT

ડિજિટલ પેમેન્ટને વધુ વેગ આપવા માટે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) દ્વારા નવી યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ પાત્ર નાના વેપારીઓને QR કોડ દીઠ ₹300 અને સાઉન્ડબોક્સ દીઠ ₹750 સુધીનું ઇન્સેન્ટિવ આપવામાં આવશે. ખાસ કરીને નાના શહેરો અને એવા વિસ્તારોને આ યોજનામાં પ્રાથમિકતા આપવામાં આવી છે, જ્યાં હજુ UPIનો ઉપયોગ ઓછો થાય છે. આ યોજનાનો હેતુ વધુને વધુ વેપારીઓને ડિજિટલ પેમેન્ટ સાથે જોડવાનો છે. જોકે, આ રકમ મેળવવા માટે વેપારીઓએ કેટલીક શરતો પૂરી કરવી પડશે.

NPCIએ શરૂ કરી UPI વેપાર સક્ષમ યોજના

નાના વેપારીઓને ડિજિટલ પેમેન્ટની સુવિધા સાથે જોડવા માટે NPCIએ 'UPI વેપાર સક્ષમ યોજના' શરૂ કરી છે. આ યોજના હેઠળ દુકાનદારોને UPI પેમેન્ટ સ્વીકારવા માટે જરૂરી સુવિધાઓ ઊભી કરવામાં મદદ મળશે.

ઘણા નાના વેપારીઓ હજુ પણ રોકડ વ્યવહાર પર આધાર રાખે છે. ખાસ કરીને નાના શહેરો અને ગામડાંમાં ડિજિટલ પેમેન્ટનું નેટવર્ક વધારવાની જરૂર છે. આ બાબતને ધ્યાનમાં રાખીને નવી યોજના તૈયાર કરવામાં આવી છે.યોજનામાં દુકાનો પર ફિઝિકલ QR કોડ અને પેમેન્ટની જાણકારી આપતા સાઉન્ડબોક્સ લગાવવા માટે ઇન્સેન્ટિવ આપવામાં આવશે. આ ઉપરાંત, વેપારીઓને UPI દ્વારા વધુ ટ્રાન્ઝેક્શન કરવા માટે પણ પ્રોત્સાહન મળશે.

કયા વિસ્તારોના વેપારીઓને મળશે લાભ?

આ યોજનામાં દરેક વિસ્તારના વેપારીઓને સરખી રીતે આવરી લેવામાં આવ્યા નથી. ખાસ કરીને ટિયર-3થી ટિયર-6 શહેરો અને નાના વિસ્તારો પર ધ્યાન આપવામાં આવ્યું છે.આ ઉપરાંત પૂર્વોત્તર રાજ્યો, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના પાત્ર વેપારીઓને પણ યોજનાનો લાભ મળી શકે છે. કેન્દ્ર સરકારની સૂચિત યોજનાઓ હેઠળ આવતા પાત્ર વેપારીઓને પણ આમાં સામેલ કરવામાં આવ્યા છે.આ વિસ્તારોમાં ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ વધે અને નાના વેપારીઓ પણ QR કોડથી પેમેન્ટ સ્વીકારી શકે તે માટે આ પહેલ કરવામાં આવી છે.

QR કોડ લગાવવા પર ₹300 અને સાઉન્ડબોક્સ પર ₹750

યોજનાના પ્રથમ ભાગ હેઠળ નવા વેપારીઓને UPI સાથે જોડવા માટે આર્થિક પ્રોત્સાહન આપવામાં આવશે. આ અંતર્ગત દરેક પાત્ર ફિઝિકલ QR કોડ માટે ₹300 અને દરેક સાઉન્ડબોક્સ માટે ₹750નું ઇન્સેન્ટિવ નક્કી કરવામાં આવ્યું છે.જોકે, માત્ર QR કોડ કે સાઉન્ડબોક્સ લગાવવાથી જ આ રકમ મળી જશે એવું નથી. તેના માટે ટ્રાન્ઝેક્શનની શરતો પણ પૂરી કરવી પડશે.વેપારીએ ત્રણમાંથી ઓછામાં ઓછા બે મહિનામાં દર મહિને 25 લાયક UPI ટ્રાન્ઝેક્શન કરવા પડશે. આ ઉપરાંત, દરેક મહિનામાં ટ્રાન્ઝેક્શનની કુલ રકમ ઓછામાં ઓછી ₹5,000 હોવી જરૂરી છે.આ શરતો પૂરી કરનારા અને નિર્ધારિત વિસ્તારો કે સરકારી યોજનાઓ હેઠળ પાત્રતા ધરાવતા વેપારીઓને ઇન્સેન્ટિવ મળી શકશે.

UPI Vyapaar Saksham Scheme

UPI ટ્રાન્ઝેક્શન વધારવા માટે 50% ફંડની ફાળવણી

યોજનાના બીજા ભાગમાં UPI ટ્રાન્ઝેક્શનની સંખ્યા વધારવા પર ભાર મૂકવામાં આવ્યો છે. આ માટે કુલ ઇન્સેન્ટિવ ફંડમાંથી 50 ટકા રકમ ફાળવવામાં આવી છે.આ ભાગ હેઠળ વેપારીઓના UPI ટ્રાન્ઝેક્શનની સંખ્યામાં દર ત્રિમાસિક ગાળામાં ઓછામાં ઓછો 5 ટકાનો વધારો થવો જરૂરી છે. એટલે કે અગાઉના સમયગાળાની સરખામણીમાં વેપારીએ વધુ ડિજિટલ પેમેન્ટ મેળવવાનું રહેશે.આ કેટેગરીમાં પાત્ર ટ્રાન્ઝેક્શનની કુલ રકમના 0.03 ટકા પ્રમાણે ઇન્સેન્ટિવની ગણતરી કરવામાં આવશે. જ્યારે નિર્ધારિત વિસ્તારોમાં કામ કરતા પાત્ર વેપારીઓને આ ઉપરાંત 50 ટકા વધારાનું પ્રોત્સાહન પણ આપવામાં આવશે.

vtv app promotion

આ પણ વાંચોઃ કાચું તેલ મોંઘું થતાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે? વાહનચાલકો પર મોંઘવારીનો માર પડવાની શક્યતા!

ત્રીજા ભાગમાં વધારાના ટ્રાન્ઝેક્શન પર પણ ઇન્સેન્ટિવ

યોજનાના ત્રીજા ભાગ માટે કુલ ફંડમાંથી 20 ટકા રકમ ફાળવવામાં આવી છે. આ ભાગનો હેતુ ખાસ કરીને નિર્ધારિત વિસ્તારોમાં UPI ટ્રાન્ઝેક્શનની કુલ રકમમાં વધારો કરવાનો છે.આ અંતર્ગત અગાઉના ત્રિમાસિક ગાળાની સરખામણીમાં વધેલી પાત્ર ટ્રાન્ઝેક્શન રકમના 0.20 ટકા પ્રમાણે ઇન્સેન્ટિવની ગણતરી કરવામાં આવશે.ખાસ વાત એ છે કે આ ઇન્સેન્ટિવ બીજા ભાગ હેઠળ મળતા પ્રોત્સાહનથી અલગ હશે. એટલે કે પાત્રતા ધરાવતા વેપારીઓને ટ્રાન્ઝેક્શનની સંખ્યામાં વધારો કરવા ઉપરાંત કુલ ટ્રાન્ઝેક્શનની રકમ વધારવા બદલ પણ લાભ મળી શકે છે.

યોજનામાં ફંડની વહેંચણી કેવી રીતે થશે?

આ યોજનામાં કુલ ઇન્સેન્ટિવ ફંડને ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યું છે. નવા વેપારીઓને UPI સાથે જોડવા માટે 30 ટકા ફંડ રાખવામાં આવ્યું છે. ટ્રાન્ઝેક્શનની સંખ્યા વધારવા માટે સૌથી વધુ 50 ટકા ફંડ ફાળવાયું છે, જ્યારે વધારાની ટ્રાન્ઝેક્શન રકમને પ્રોત્સાહન આપવા માટે બાકીના 20 ટકા ફંડનો ઉપયોગ થશે.આ રીતે યોજનામાં માત્ર QR કોડ અને સાઉન્ડબોક્સ લગાવવા પર જ નહીં, પરંતુ તેનો સતત ઉપયોગ થાય અને ડિજિટલ પેમેન્ટનું પ્રમાણ વધે તેના પર પણ ધ્યાન આપવામાં આવ્યું છે.નવા નાના વેપારીઓને UPI સાથે જોડવાથી ગ્રાહકોને પેમેન્ટ કરવામાં સરળતા રહેશે અને દુકાનદારોને પણ રોકડ વ્યવહાર પરની નિર્ભરતા ઘટાડવામાં મદદ મળશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

UPI Vyapaar Saksham Scheme VTV Gujarati NPCI UPI Incentive

Published by

Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ