ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ‘લાખો શ્રદ્ધાળુઓને અગવડતા ન પડે તે માટે નિર્ણય લીધો’, PM મોદીના નિર્ણય બદલ શંકર ચૌધરીએ માન્યો આભાર!
Last Updated: 02:04 PM, 13 November 2026
ADVERTISEMENT
દિવાળીના તહેવારોમાં મા અંબાના દર્શન માટે ભક્તોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. રોજના લાખો શ્રદ્ધાળુઓ અંબાજી પહોંચીને જગતજનની મા જગદંબાના ચરણોમાં શીશ ઝુકાવી રહ્યા છે. બીજી તરફ લાભ પાંચમના દિવસે પણ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે તેવી શક્યતા છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો અંબાજી પ્રવાસ મુલતવી રાખવામાં આવ્યો હોવાની વાત સામે આવી છે. વડાપ્રધાનના આ નિર્ણય પાછળ શ્રદ્ધાળુઓને દર્શન કરવામાં કોઈ મુશ્કેલી ન પડે અને તેમને અગવડતાનો સામનો કરવો ન પડે તેવો હેતુ હોવાનું સામે આવ્યું છે. આ નિર્ણય બદલ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ લાખો શ્રદ્ધાળુઓ વતી વડાપ્રધાનનો આભાર વ્યક્ત કર્યો છે.
ADVERTISEMENT

શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્ર મોદી 14 નવેમ્બરના રોજ લાભ પાંચમના પવિત્ર દિવસે જગતજનની મા જગદંબાના દર્શન કરવા માટે અંબાજી આવવાના હતા. જોકે, હાલ પૂરતો આ કાર્યક્રમ મુલતવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વડાપ્રધાનના આ નિર્ણયથી લાખો શ્રદ્ધાળુઓને દર્શન કરવામાં કોઈ અગવડતા ન પડે તે માટેની તેમની લાગણી સ્પષ્ટ થાય છે.
ADVERTISEMENT
શંકર ચૌધરીએ વધુમાં જણાવ્યું હતું કે, દિવાળી બાદના છેલ્લા કેટલાક દિવસોથી દરરોજ બે લાખથી અઢી લાખથી વધુ શ્રદ્ધાળુઓ મા અંબાના દર્શન કરવા માટે અંબાજી આવી રહ્યા છે. દિવાળીના વેકેશનના કારણે લોકો પરિવાર સાથે માતાજીના દર્શન કરવા માટે પહોંચી રહ્યા છે. ત્યારે લાભ પાંચમના દિવસે શ્રદ્ધાળુઓની સંખ્યા પાંચ લાખથી પણ વધુ થવાની શક્યતા દેખાઈ રહી છે. આટલી મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ આવવાના હોવાથી અંબાજીમાં ભારે ભીડ થવાની સંભાવના છે.
ADVERTISEMENT
આવી સ્થિતિમાં વડાપ્રધાનનો કાર્યક્રમ યોજાય તો સામાન્ય દર્શનાર્થીઓને દર્શન કરવામાં મુશ્કેલી પડી શકે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાનો અંબાજી પ્રવાસ હાલ પૂરતો મુલતવી રાખવાનો નિર્ણય કર્યો છે. તેમણે લાભ પાંચમના દિવસે આવવાને બદલે પાછળથી કોઈ સામાન્ય દિવસે અંબાજી આવીને મા અંબાના દર્શન કરવાની ભાવના વ્યક્ત કરી છે.
ADVERTISEMENT
શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે, દિવાળીના તહેવારો દરમિયાન લાખો લોકો પોતાના પરિવાર સાથે મા જગદંબાના દર્શન કરવા માટે અંબાજી આવે છે. આવા સમયે દર્શનાર્થીઓને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તે જરૂરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ જ લાગણીને ધ્યાનમાં રાખીને નિર્ણય લીધો છે. સામાન્ય શ્રદ્ધાળુઓને મુશ્કેલી ન પડે અને તેઓ સરળતાથી માતાજીનાં દર્શન કરી શકે તે માટે વડાપ્રધાને પોતાની મુલાકાત પાછળથી રાખવાનું નક્કી કર્યું છે.
ADVERTISEMENT
વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ આ નિર્ણયને આવકારતા લાખો મા જગદંબાના ભાવિક ભક્તો વતી વડાપ્રધાનનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, પ્રજાને અગવડતા ન પડે તે માટે વડાપ્રધાને જે લાગણી વ્યક્ત કરી છે તે ખરેખર આવકારદાયક છે. સાથે જ તેમણે આશા વ્યક્ત કરી હતી કે લાભ પાંચમ બાદ કોઈ સામાન્ય દિવસે વડાપ્રધાન ફરી અંબાજી આવીને મા જગદંબાના દર્શન કરશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.