ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / દિવાળીના તહેવારોમાં અમદાવાદમાં કચરાનો રેકોર્ડબ્રેક જથ્થો! 4 દિવસમાં 19,500 મેટ્રિક ટનથી વધુ કચરો એકત્રિત

ગુજરાત / દિવાળીના તહેવારોમાં અમદાવાદમાં કચરાનો રેકોર્ડબ્રેક જથ્થો! 4 દિવસમાં 19,500 મેટ્રિક ટનથી વધુ કચરો એકત્રિત

Published By: Nidhi Panchal

Last Updated: 01:40 PM, 13 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિવાળીના તહેવારોમાં જ્યારે લોકો પરિવાર સાથે ઉજવણીમાં વ્યસ્ત હતા, ત્યારે અમદાવાદના સફાઈ કર્મચારીઓ શહેરને સ્વચ્છ રાખવા સતત ફરજ પર રહ્યા હતા. ધનતેરસથી ભાઈબીજ સુધીના વિશેષ સફાઈ અભિયાનમાં 19,500 મેટ્રિક ટનથી વધુ કચરો એકત્રિત કરવામાં આવ્યો હતો.

ADVERTISEMENT

દિવાળીના તહેવારોમાં જ્યારે આખું શહેર પરિવાર સાથે ઉજવણીમાં વ્યસ્ત હતું, ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનના સફાઈ કર્મચારીઓ શહેરને સ્વચ્છ રાખવા સતત ફરજ પર રહ્યા હતા. ધનતેરસથી ભાઈબીજ સુધી હાથ ધરવામાં આવેલા વિશેષ સફાઈ અભિયાન દરમિયાન શહેરમાંથી ૧૯,૫૦૦ મેટ્રિક ટનથી વધુ કચરો એકત્રિત કરી તેનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં આવ્યો હતો. ફટાકડાના અવશેષો, ઘરેલુ કચરો અને જાહેર સ્થળોએ એકત્રિત થયેલા કચરાને દૂર કરવા માટે તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી.

ahmedabad-kachro

ગત વર્ષે દિવાળીના આ જ સમયગાળા દરમિયાન ૧૨,૯૮૦ મેટ્રિક ટન કચરો એકત્રિત થયો હતો, જ્યારે ચાલુ વર્ષે આ આંકડો વધીને ૧૯,૫૦૦ મેટ્રિક ટનને પાર થયો છે. એટલે કે ગત વર્ષની સરખામણીએ કચરાના જથ્થામાં ૬,૫૦૦ મેટ્રિક ટનથી વધુનો વધારો નોંધાયો છે. તહેવારો દરમિયાન ફટાકડા ફોડવા અને ઉજવણીના કારણે જાહેર માર્ગો, સોસાયટીઓ તથા બજાર વિસ્તારોમાં કચરાનું પ્રમાણ વધ્યું હોવા છતાં સફાઈ કામગીરી સતત ચાલુ રાખવામાં આવી હતી.

દિવાળીના ચાર દિવસમાં કચરાનો જથ્થો

એએમસીના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના આંકડા મુજબ દિવાળીના તહેવારો દરમિયાન અલગ-અલગ દિવસોમાં એકત્રિત થયેલા કચરાનું પ્રમાણ નીચે મુજબ રહ્યું હતું.

- દિવાળીના દિવસે: ૫,૩૧૨ મેટ્રિક ટન

- બેસતા વર્ષના દિવસે: ૫,૧૬૦ મેટ્રિક ટન

- પડતર દિવસે: ૪,૫૮૩ મેટ્રિક ટન

- ભાઈબીજના દિવસે: ૪,૪૪૫ મેટ્રિક ટન

૧૨ હજારથી વધુ સફાઈ કર્મચારીઓની તહેનાતી

તહેવારો દરમિયાન શહેરની સફાઈ વ્યવસ્થા જળવાઈ રહે તે માટે એએમસી દ્વારા માનવબળનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. સરેરાશ ૯,૫૦૦થી વધુ કાયમી સફાઈ મિત્રો અને ૨,૫૦૦થી વધુ RWA કામદારોને સફાઈ કામગીરીમાં જોડવામાં આવ્યા હતા. આ ઉપરાંત રાત્રિના સમયે સફાઈ માટે ૨,૦૦૦થી વધુ કર્મચારીઓ કાર્યરત રહ્યા હતા. ફટાકડાના અવશેષો અને રસ્તાઓ પર પડેલા કચરાને એકત્રિત કરવા માટે ૧૫૦થી વધુ વિશેષ ટીમો વિવિધ વિસ્તારોમાં કામગીરી કરી રહી હતી.

મશીનરી અને વિશેષ વાહનોની મદદથી સફાઈ

માત્ર કર્મચારીઓના શ્રમ પર આધાર રાખવાને બદલે એએમસી દ્વારા આધુનિક મશીનરી અને કચરો એકત્રિત કરતાં વિશેષ વાહનોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. મુખ્ય માર્ગો, બજારો, રહેણાક વિસ્તારો અને સોસાયટીઓની આસપાસ સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી હતી. દિવસ દરમિયાન એકત્રિત થતા કચરાની સાથે રાત્રિના સમયે પણ વિશેષ સફાઈ હાથ ધરાતાં વહેલી સવારે શહેરના મોટા ભાગના માર્ગો સ્વચ્છ જોવા મળ્યા હતા.

આ પણ વાંચો : અમદાવાદ બનશે ડિજિટલ સ્માર્ટ સિટી! 2,000 કિમીથી વધુ ઓપ્ટિકલ ફાઈબર નેટવર્ક અને બે લાખ સ્માર્ટ સ્ટ્રીટલાઈટ પોલ ઊભા કરાશે

તહેવારોની રજાઓ દરમિયાન પણ પોતાની ફરજને પ્રાથમિકતા આપીને કામ કરનારા સફાઈ મિત્રો અને કર્મચારીઓના કારણે શહેરની સ્વચ્છતા વ્યવસ્થા જળવાઈ રહી હતી. દિવાળીના દિવસોમાં કચરાના જથ્થામાં થયેલો વધારો અને તેની સામે હાથ ધરાયેલી સફાઈ કામગીરીમાં એએમસીના સફાઈ કર્મચારીઓનું યોગદાન નોંધપાત્ર રહ્યું હતું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Sanitation Workers AMC Waste Collection Ahmedabad Diwali Cleaning

Published by

Nidhi Panchal

media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ