ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / 'રામાયણ 2'નું 60 ટકા કામ પૂરું થઈ ગયું, છતાં 2028 સુધી કેમ અટકી ફિલ્મ? સિનેમેટોગ્રાફરે સિક્રેટ ઉજાગર કર્યા

photo-story

4 ફોટો ગેલેરી

બોલિવૂડ / 'રામાયણ 2'નું 60 ટકા કામ પૂરું થઈ ગયું, છતાં 2028 સુધી કેમ અટકી ફિલ્મ? સિનેમેટોગ્રાફરે સિક્રેટ ઉજાગર કર્યા

Last Updated: 04:46 PM, 13 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

રણબીર કપૂરની 'રામાયણ પાર્ટ 2'ને લઈને મોટું અપડેટ સામે આવ્યું છે. જેમાં ફિલ્મના 60 ટકા શૂટિંગ પૂરૂ થઈ ગયું હોવા છતાં VFX અને મોશન કેપ્ચરના કામને કારણે તેની રિલીઝ 2028 સુધી લંબાવવામાં આવી છે.

1/4

photoStories-logo

1. રામાયણ 2

બોલિવૂડની સૌથી મોટા બજેટની ફિલ્મોમાં સામેલ રણબીર કપૂરની 'રામાયણ'ને લઈને ફરી એકવાર ચર્ચા શરૂ થઈ છે. ફિલ્મના પહેલા ભાગને દર્શકો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે, ત્યારે હવે તેના બીજા ભાગને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. ફિલ્મના સિનેમેટોગ્રાફર પંકજ કુમારે ખુલાસો કર્યો છે કે 'રામાયણ પાર્ટ 2'નું લગભગ 60 ટકા શૂટિંગ પૂર્ણ થઈ ચૂક્યું છે. તેમ છતાં ફિલ્મ જોવા માટે દર્શકોએ 2028 સુધી રાહ જોવી પડશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/4

photoStories-logo

2. 'રામાયણ પાર્ટ 2'નું 60 ટકા શૂટિંગ પૂરું

ફિલ્મના સિનેમેટોગ્રાફર પંકજ કુમારે તાજેતરમાં એક ઇન્ટરવ્યૂ દરમિયાન ફિલ્મના બીજા ભાગ અંગે માહિતી આપી હતી. તેમને જણાવ્યું કે 'રામાયણ પાર્ટ 2'નું આશરે 60 ટકા શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે. જોકે હજુ ફિલ્મનું ઘણું ટેક્નિકલ કામ બાકી છે. ખાસ કરીને VFX અને મોશન કેપ્ચરનું કામ મોટા પાયે કરવાનું બાકી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/4

photoStories-logo

3. કેમ રાહ જોવી પડશે?

સામાન્ય રીતે ફિલ્મનું શૂટિંગ પૂરું થયા બાદ પોસ્ટ પ્રોડક્શનનું કામ કરવામાં આવે છે, પરંતુ 'રામાયણ' જેવી મેગા બજેટ ફિલ્મમાં આ પ્રક્રિયા ઘણી જટિલ છે. અહીં માત્ર આર્ટીસ્ટના શૂટિંગથી કામ પૂરું થતું નથી. ફિલ્મમાં દેખાનારા વિશાળ યુદ્ધના દૃશ્યો, વાનરસેના, રાક્ષસો અને બીજા કાલ્પનિક પાત્રોને તૈયાર કરવા માટે મોટા પાયે VFX અને મોશન કેપ્ચર ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. આ સિવાય યુદ્ધના સીનને ભવ્ય બનાવવા માટે પણ અલગ-અલગ સ્તરે શૂટિંગ અને એડિટિંગની જરૂર પડશે. આથી વાર લાગશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/4

photoStories-logo

4. ફિલ્મના દરેક સીન પાછળ તૈયારી

પંકજ કુમારે ફિલ્મના શૂટિંગની પ્રક્રિયા વિશે પણ અંક મહત્વની વાતો જણાવી હતી. તેમના જણાવ્યા પ્રમાણે, દરેક સીનનું શૂટિંગ શરૂ થાય તે પહેલાં તેની પ્રી-વિઝ્યુઅલાઇઝેશન તૈયાર કરવામાં આવી હતી.ફિલ્મમાં મોટા પાયે ભીડ અને યુદ્ધનાં દૃશ્યો બતાવવાનાં હોવાથી મોશન કેપ્ચર ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. અનેક આર્ટીસ્ટ અને સ્ટન્ટ્સને અલગ-અલગ સમયે શૂટ કરીને પછી VFXની મદદથી એક જ સીનમાં જોડવામાં આવશે. એટલે ફિલ્મનું પોસ્ટ પ્રોડક્શન પણ સામાન્ય ફિલ્મોની સરખામણીમાં ઘણું લાંબું ચાલવાનું છે

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Ranbir Kapoor Ramayana Part 2 Ramayana Shooting
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ