ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / ‘રફ એન્ડ ટફ કન્યા’નું ટાઇટલ સોંગ રિલીઝ, જિગરદાન ગઢવીના અવાજમાં ‘હેટ એન્થમ’ મચાવશે ધમાલ!

બોલિવૂડ / ‘રફ એન્ડ ટફ કન્યા’નું ટાઇટલ સોંગ રિલીઝ, જિગરદાન ગઢવીના અવાજમાં ‘હેટ એન્થમ’ મચાવશે ધમાલ!

Published By: Vishal Khamar

Last Updated: 02:18 PM, 13 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતી ફિલ્મ ‘રફ એન્ડ ટફ કન્યા’નું ધમાકેદાર ટાઇટલ સોંગ રિલીઝ થયું છે. જિગરદાન ગઢવીના અવાજમાં સસરા હિતેન કુમાર અને જમાઈ રવિ ગોહિલની મજેદાર ટક્કર જોવા મળશે.

ADVERTISEMENT

અપકમિંગ ગુજરાતી ફિલ્મ રફ એન્ડ ટફ કન્યાનું લેટેસ્ટ સોંગ રિલીઝ થઈ ચૂક્યુ છે. આ સોંગ રિલીઝ થવાની સાથે જ યુટ્યુબ પર ધૂમ મચાવી રહ્યું છે. હિતેનકુમાર સ્ટારર ફિલ્મ ‘રફ એન્ડ ટફ કન્યા’નું આ ટાઇટલ સોંગ છે. જિગરદાન ગઢવીએ મસ્તીભર્યા અંદાજમાં ગાયેલું આ ગીત ‘હેટ એન્થમ ઓફ ધ યર’ તરીકે રજૂ કરવામાં આવ્યું છે. આ લેટેસ્ટ ટ્રેકમાં સસરા અને જમાઈ વચ્ચેની મજેદાર નોકઝોક જોવા મળે છે, જે વ્યુઅર્સને ખડખડાટ હસાવશે.

લોકપ્રિય ગુજરાતી સિંગર જીગરદાન ગઢવીએ ગાયેલું આ ગીત ઘણી રીતે ખાસ છે. જીગરદાન ગઢવીએ ગાયેલા વ્હાલમ આવોને સહિતના ગુજરાતી સોંગ્સ આઈકોનિક બની ચૂક્યા છે, ત્યારે રફ એન્ડ ટફ કન્યાના આ લેટેસ્ટ સોંગને પણ ફેન્સ અપનાવી રહ્યા છે. જો કે આ વખતે જિગરદાન ગઢવીનો અંદાજ પણ જુદો જોવા મળી રહ્યો છે.

ઉજજ્વલ દવે એ લખેલું આ સોંગ એન્ડ્યુ સેમ્યુઅલ દ્વારા કમ્પોઝ કરવામાં આવ્યું છે, જેમાં સસરો અને જમાઈ સામ સામે છે. સામાન્ય રીતે ગુજરાતી ફિલ્મોમાં પ્રેમ અને રોમેન્ટિક કેમેસ્ટ્રી આધારિત ગીતો જોવા મળે છે, પરંતુ આ ગીત સસરા-જમાઈના સંબંધને એક નવા અને મનોરંજક અંદાજમાં રજૂ કરે છે.

આ સોંગ વિશે વીટીવી ડિજિટલ સાથેની ખાસ વાતચીતમાં સુપરસ્ટાર હિતેનકુમારે કહ્યું,"આ ગીતનો કોન્સેપ્ટ પહેલીવાર સાંભળ્યો ત્યારે જ ખૂબ જ નવો અને રસપ્રદ લાગ્યો હતો. અત્યાર સુધી અનેક યાદગાર ગીતોનો ભાગ બન્યા હોવા છતાં સસરા અને જમાઈ વચ્ચેનું ‘હેટ એન્થમ’ મારા માટે એક નવો અનુભવ હતો."
તેમણે વધુમાં જણાવ્યું કે રવિ ગોહિલ સાથે ગીતનું શૂટિંગ કરવાનો અનુભવ ખૂબ જ મજેદાર રહ્યો. રવિ ગોહિલ એક શાનદાર ડાન્સર છે અને બંનેની ઓનસ્ક્રીન કેમેસ્ટ્રી ગીતને વધુ આકર્ષક બનાવે છે.

બિરલા સ્ટુડિયોઝ દ્વારા પ્રસ્તુત અને બિગ બોક્સ સિરીઝ પ્રોડક્શન દ્વારા નિર્મિત આ ફિલ્મનું દિગ્દર્શન યશ વૈષ્ણવ દ્વારા કરવામાં આવ્યું છે. ફિલ્મની વાર્તા બે અનોખા ગુજરાતી પરિવારોની આસપાસ ફરે છે, જેઓ એક મજેદાર પરિસ્થિતિમાં સામસામે આવી જાય છે.

ફિલ્મમાં હિતેન કુમાર શિવ પંડિતની ભૂમિકામાં જોવા મળશે, જે પોતાની દીકરી છવીને લઈને ખૂબ જ પઝેસિવ છે. દીકરીના લગ્ન કરીને તેને વિદાય આપવાની વાત તેમને સ્વીકાર્ય નથી, ખાસ કરીને ત્યારે જ્યારે છવીએ પોતાના જીવનસાથીની પસંદગી પોતે જ કરી હોય. આ પરિસ્થિતિમાંથી સર્જાતી રમૂજ અને પારિવારિક ટકરાવ ફિલ્મને વધુ રસપ્રદ બનાવશે.

ફિલ્મમાં ગુજરાતી સિનેમાના જાણીતા કલાકારો હિતેન કુમાર, રવિ ગોહિલ, યુક્તિ રંડેરિયા અને નીલમ પંચાલ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

આ પણ વાંચોઃ ‘પ્યાર કરતે હૈં, કરતે રહેંગે...’ રાની સ્વર્ણકારની ગોવિંદા સાથેની રોમેન્ટિક તસવીરો વાયરલ!

‘રફ એન્ડ ટફ કન્યા’ 20 નવેમ્બર, 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. ફિલ્મનું ટાઇટલ સોંગ રિલીઝ થતાં જ ગુજરાતી દર્શકોમાં ફિલ્મને લઈને ઉત્સુકતા વધુ વધી છે. હવે જોવાનું એ રહેશે કે સસરા અને જમાઈની આ સંગીતમય ટક્કર દર્શકોનું કેટલું મનોરંજન કરે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Rough and Tough Kanya Trailer Pratik Gandhi Hansal Mehta

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ