ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / રબારી સમાજના યુવાનોને ધારાસભ્ય માવજી દેસાઈની સલાહ, કહ્યું "રાજકારણનો મોહ રાખ્યા વગર ધંધામાં અને શિક્ષણમાં ધ્યાન આપો"
Last Updated: 04:44 PM, 13 November 2026
ADVERTISEMENT
ધાનેરા: બનાસકાંઠા જિલ્લાના ધાનેરા ખાતે રબારી સમાજનું ભવ્ય સ્નેહમિલન યોજાયું હતું. આ પ્રસંગે ધાનેરાના અપક્ષ ધારાસભ્ય માવજી દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સમાજના યુવાનોને રાજકારણ પાછળ સમય અને નાણાં ખર્ચવાને બદલે બિઝનેસ, શિક્ષણ અને સ્વરોજગાર તરફ વધુ ધ્યાન કેન્દ્રિત કરવા અપીલ કરી હતી.
ADVERTISEMENT

સ્નેહમિલન કાર્યક્રમને સંબોધતા માવજી દેસાઈએ જણાવ્યું હતું કે, સમાજના અનેક યુવાનો સહકારી મંડળીઓ બનાવવા માટે 5 લાખ, 10 લાખ અને 25-25 લાખ રૂપિયા સુધીનો ખર્ચ કરી રહ્યા છે. પરંતુ આટલા રોકાણના બદલામાં શું મળ્યું? માત્ર મત આપવાનો અધિકાર જ મળ્યો છે. જો આટલું જ રોકાણ પોતાના દીકરા-દીકરીના શિક્ષણ અને ભવિષ્ય પાછળ કરવામાં આવ્યું હોત તો આજે અનેક પરિવારો કરોડપતિ બની ગયા હોત.
ADVERTISEMENT

તેમણે વધુમાં જણાવ્યું હતું કે યુવાનોએ રાજકારણનો મોહ રાખ્યા વગર મોટી સંખ્યામાં વેપાર-ધંધા, શિક્ષણ અને બંધારણની વ્યવસ્થા અંગે જાગૃત બનવું જોઈએ. સમાજના યુવાનો આર્થિક રીતે પગભર બને અને પોતાનો વ્યવસાય શરૂ કરીને અન્ય લોકોને પણ રોજગારી આપી શકે તે દિશામાં પ્રયાસો કરવા જોઈએ.
ADVERTISEMENT
26 અને 27 ડિસેમ્બરના રોજ બિઝનેસ સમિટનું આયોજન
ADVERTISEMENT
આગામી 26 અને 27 ડિસેમ્બરના રોજ બિઝનેસ સમિટનું આયોજન કરવામાં આવ્યું હોવાનું પણ માવજી દેસાઈએ જણાવ્યું હતું. આ સમિટના માધ્યમથી યુવાનોને વેપાર-ધંધા અંગે માર્ગદર્શન અને વ્યવસાયિક તકો અંગે માહિતી મળી રહે તેવો આશય વ્યક્ત કર્યો હતો.
આ પણ વાંચોઃ ગોંડલ ચોકડી બ્રિજ બન્યાના 2 વર્ષમાં જ તિરાડો, બ્રિજનો કેટલોક ભાગ તોડવાની કામગીરી શરૂ
ADVERTISEMENT
યુવાનોને પગભર બનવા કરી હાકલ
ધાનેરામાં યોજાયેલા રબારી સમાજના આ સ્નેહમિલન કાર્યક્રમમાં માવજી દેસાઈએ યુવાનોને સ્વરોજગાર, શિક્ષણ અને આર્થિક વિકાસને પ્રાથમિકતા આપવા હાકલ કરી હતી. સમાજના યુવાનો માત્ર રાજકીય પ્રવૃત્તિઓ પૂરતા સીમિત ન રહે, પરંતુ ઉદ્યોગ અને વ્યવસાયના ક્ષેત્રમાં પણ પોતાની આગવી ઓળખ ઊભી કરે તેવો સંદેશ આપ્યો હતો.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.