ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / કાર્તિક પૂર્ણિમા 2026: ક્યારે છે સ્નાન અને દાનનું પર્વ? જાણો સાચી તારીખ, શુભ મુહૂર્ત અને મહાત્મ્ય

photo-story

5 ફોટો ગેલેરી

ધર્મ / કાર્તિક પૂર્ણિમા 2026: ક્યારે છે સ્નાન અને દાનનું પર્વ? જાણો સાચી તારીખ, શુભ મુહૂર્ત અને મહાત્મ્ય

Last Updated: 06:28 PM, 13 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

વર્ષ 2026 માં 24 નવેમ્બરના રોજ ઉજવાનાર કાર્તિક પૂર્ણિમા અને દેવ દિવાળીના પર્વ પર સ્નાન, દાન અને દીપદાન માટેના શુભ મુહૂર્ત અને તેનું પૌરાણિક મહત્વ જાહેર થઈ ચૂક્યું છે.

1/5

photoStories-logo

1. કાર્તિક પૂર્ણિમા 2026: ક્યારે છે સ્નાન અને દાનનું પર્વ? જાણો સાચી તારીખ, શુભ મુહૂર્ત અને મહાત્મ્ય

હિન્દુ ધર્મમાં કાર્તિક પૂર્ણિમાનું વિશેષ અને પવિત્ર મહત્વ માનવામાં આવે છે. દિવાળી અને છઠ પૂજા પૂર્ણ થયા બાદ કાર્તિક પૂર્ણિમા એ હિન્દુઓનો વર્ષનો અંતિમ તહેવાર છે. આ પાવન દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવા અને દાન પુણ્ય કરવાનુ અનેરું મહત્વ રહેલું છે. ધાર્મિક માન્યતા અનુસાર, કાર્તિક પૂર્ણિમાના દિવસે નદીઓમાં કે મંદિરોમાં દીવાઓનું દાન કરવાથી વિશેષ પુણ્ય પ્રાપ્ત થાય છે અને તમામ પાપોમાંથી મુક્તિ મળે છે. ઉલ્લેખનીય છે કે દેવઉઠી એકાદશીથી શરૂ થયેલા તુલસી વિવાહનો શુભ મહોત્સવ પણ કાર્તિક પૂર્ણિમાના દિવસે જ સંપન્ન થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. કાર્તિક પૂર્ણિમા પર ઉજવાય છે ભવ્ય દેવ દિવાળી

કાર્તિક પૂર્ણિમાના પર્વને દેવોની દિવાળી એટલે કે દેવ દિવાળી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસની સાંજે વારાણસી સહિત દેશભરની અનેક પવિત્ર નદીઓના ઘાટો પર દેવ દિવાળી મનાવવામાં આવે છે, જ્યાં લાખો દીવાઓ પ્રગટાવીને ઘાટોને અદભુત રીતે શણગારવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. કાર્તિક પૂર્ણિમાની તારીખ

વર્ષ 2026 માં કાર્તિક પૂર્ણિમા આગામી 24 નવેમ્બર, મંગળવારના રોજ મનાવવામાં આવશે. પંચાંગ અનુસાર, પૂર્ણિમા તિથિ 23 નવેમ્બર 2026 ની રાત્રે 11:42 વાગ્યે શરૂ થશે અને 24 નવેમ્બર 2026 ના રોજ રાત્રે 08:23 વાગ્યે આ તિથિ સમાપ્ત થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. આખો દિવસ શુભ મુહૂર્ત

પવિત્ર નદીઓમાં સ્નાન કરવા અને દાન કરવા માટે આખો દિવસ શુભ મુહૂર્ત રહેશે. આ દિવસે વિધિવત પૂજા અને દીપદાન કરવા માટેનો શુભ સમય સાંજે 05:08 વાગ્યે શરૂ થઈને સાંજે 07:47 વાગ્યે પૂર્ણ થશે, જ્યારે આકાશમાં ચંદ્રોદયનો સમય સાંજે 05:01 વાગ્યાનો રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. કાર્તિક પૂર્ણિમાનું પૌરાણિક મહત્વ

પૌરાણિક માન્યતાઓ અને શાસ્ત્રો અનુસાર, આજના દિવસે જ ભગવાન શિવે ત્રિપુરાસુર નામના અત્યાચારી રાક્ષસનો વધ કર્યો હતો, જેના કારણે આ પર્વને ત્રિપુરાપૂર્ણિમા પણ કહેવામાં આવે છે. ત્રિપુરાસુરના અંત બાદ દેવલોકના તમામ દેવી-દેવતાઓએ સમગ્ર સ્વર્ગલોકને દીવાઓના પ્રકાશથી જગમગ કરી દીધો હતો. ત્યારથી જ કાર્તિક પૂર્ણિમાના પવિત્ર અવસર પર દેવ દિવાળી મનાવવાની શાસ્ત્રોક્ત પરંપરા ચાલી આવી રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

DevDeepawali Deepadan KartikPurnima
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ