ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / કર્મચારીઓ માટે ખુશખબર: EPFO ની બેઠકમાં લેવાશે મોટો નિર્ણય, પેન્શનમાં થશે ધરખમ વધારો
6 ફોટો ગેલેરી
Last Updated: 07:28 PM, 13 November 2026
1/6
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) ના કરોડો સભ્યો માટે એક અત્યંત મહત્વપૂર્ણ અને રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. આગામી 19 નવેમ્બરના રોજ મળનારી કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનની કેન્દ્રીય ટ્રસ્ટી બોર્ડ (CBT) ની બેઠક ખૂબ જ નિર્ણાયક સાબિત થવાની છે, જેમાં લઘુત્તમ પેન્શનની રકમમાં મોટો વધારો કરવા અંગે મોટો નિર્ણય લેવામાં આવી શકે છે.
2/6
મળતી માહિતી મુજબ, લઘુત્તમ પેન્શન વધારવા અંગે અંતિમ નિર્ણય લેવાનો હોવાને કારણે જ આ બેઠકનું સ્થળ અગાઉ નક્કી કરેલા ગુજરાતના ગીરથી બદલીને નવી દિલ્હી કરવામાં આવ્યું છે. જો આ પ્રસ્તાવ પર મહોર લાગશે તો કર્મચારીઓની લઘુત્તમ માસિક પેન્શન 1,000 રૂપિયાથી વધીને 3,000 રૂપિયા થઈ જશે. જોકે, હજુ સુધી શ્રમ મંત્રાલય અને નાણા મંત્રાલય તરફથી આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કે અપડેટ આપવામાં આવ્યું નથી.
ADVERTISEMENT
3/6
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનની કેન્દ્રીય ટ્રસ્ટી બોર્ડની આ મહત્વપૂર્ણ બેઠક આગામી 19 નવેમ્બરના રોજ યોજાવાની છે. આ અંગે ગત 4 નવેમ્બર, 2026 ના રોજ બોર્ડના સભ્યોને લખવામાં આવેલા એક પત્રમાં ક્ષેત્રીય ભવિષ્ય નિધિ કમિશનર સુબ્રત ભૌમિક દ્વારા બેઠકની બદલાયેલી વિગતોની પુષ્ટિ કરવામાં આવી છે. હવે આ બેઠક દિલ્હી સ્થિત ભવિષ્ય નિધિ સંગઠનના મુખ્ય કાર્યાલય ખાતે સવારે 10:15 વાગ્યે યોજાશે.
4/6
એક અહેવાલ મુજબ, કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન દ્વારા કર્મચારી પેન્શન યોજના (EPS) અંતર્ગત મળતું લઘુત્તમ માસિક પેન્શન 1,000 રૂપિયાથી વધારીને 3,000 રૂપિયા કરવા પર ગંભીરતાથી વિચારણા કરવામાં આવી રહી છે. એવું પણ દાવો કરવામાં આવ્યો છે કે શ્રમ મંત્રાલયે નાણા મંત્રાલય સાથે પરામર્શ કર્યા બાદ આ પ્રસ્તાવ પર નિર્ણય કરી લીધો છે. આગામી 19 નવેમ્બરની બેઠકમાં પેન્શનમાં વધારાના આ મુદ્દાને એક અલગ કાર્યસૂચિ તરીકે સામેલ કરવામાં આવે તેવી પૂરી સંભાવના છે.
ADVERTISEMENT
5/6
અગાઉ ફેબ્રુઆરી 2014 માં કેન્દ્રીય ટ્રસ્ટી બોર્ડે લઘુત્તમ પેન્શન વધારીને 1,000 રૂપિયા કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. ત્યારબાદ દેશના નાણા મંત્રી દ્વારા વર્ષ 2014-15 ના કેન્દ્રીય બજેટમાં આ નિર્ણયની ઔપચારિક ધોષણા કરવામાં આવી હતી અને સરકારે ઓગસ્ટ 2014 માં આ બદલાયેલી રકમનું જાહેરનામું બહાર પાડ્યું હતું. જોકે, ત્યારથી લઈને અત્યાર સુધી દેશભરના કર્મચારી અને પેન્શનભોગી સંગઠનો આ રકમ વધારીને ઓછામાં ઓછી 7,500 રૂપિયા પ્રતિ માસ કરવાની સતત માંગ કરી રહ્યા છે, પરંતુ હજુ સુધી તેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
6/6
કર્મચારી પેન્શન યોજના હેઠળ પાત્ર સભ્યોને તેમના પેન્શન યોગ્ય વેતન અને સેવાના કુલ વર્ષોના આધારે દર મહિને પેન્શન ચૂકવવામાં આવે છે. હાલમાં પેન્શન યોગ્ય વેતનની મર્યાદા 25,000 રૂપિયા છે, જેને અગાઉ સપ્ટેમ્બર 2026 માં 15,000 રૂપિયાથી વધારીને નક્કી કરવામાં આવી હતી. આ ફેરફારના કારણે કર્મચારી અને પેન્શનભોગી સમૂહો દ્વારા વધુ લઘુત્તમ પેન્શન મેળવવાની માંગ વધુ મજબૂત બની છે.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ