ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / 8મું પગારપંચ લાગુ થતા પહેલા શું થશે રિટાયર્ડ લોકોનું? જાણો એરિયર-પેન્શનનું ગણિત

photo-story

6 ફોટો ગેલેરી

8th Pay Commission / 8મું પગારપંચ લાગુ થતા પહેલા શું થશે રિટાયર્ડ લોકોનું? જાણો એરિયર-પેન્શનનું ગણિત

Last Updated: 02:02 PM, 14 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

કેન્દ્ર સરકારના કર્મચારીઓની સાથે નિવૃત્ત કર્મચારીઓ પણ 8મા પગારપંચની રાહ જોઈ રહ્યા છે. ખાસ કરીને રિટાયર થઈ ચૂકેલા કર્મચારીઓને નવા પગારપંચનો લાભ મળશે કે નહીં તે મોટો સવાલ છે.

1/6

photoStories-logo

1. 8માં પગારપંચને લઇ કામના સમાચાર

8મા પગારપંચની કામગીરી અત્યારે ચાલી રહી છે અને તેની ભલામણો ક્યારે લાગુ થશે તેના પર સૌની નજર છે. પગારપંચને સરકાર સમક્ષ રિપોર્ટ રજૂ કરવા માટે 18 મહિનાનો સમય આપવામાં આવ્યો છે, જેમાંથી આશરે 12 મહિના પસાર થઈ ચૂક્યા છે. બીજી તરફ, 1 જાન્યુઆરી 2026થી નવા પગારપંચનો લાભ આપવાની ચર્ચા ચાલી રહી છે. આવી સ્થિતિમાં જે કર્મચારીઓ રિટાયર થઈ ગયા છે અથવા આગામી મહિનાઓમાં નિવૃત્ત થવાના છે તેમની ચિંતા વધી છે. તેમને ડર છે કે નવા પગારપંચનો લાભ મળતા પહેલાં નોકરી પૂરી થઈ જશે તો વધેલા પગાર અને એરિયરથી વંચિત રહેવું પડશે? જોકે, આ મામલે અંતિમ નિર્ણય સરકારના આદેશ પર જ આધાર રાખશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. 8મા પગારપંચની કામગીરી ક્યાં સુધી પહોંચી?

કેન્દ્ર સરકારે સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સના પગાર, ભથ્થાં તથા પેન્શનમાં ફેરફાર કરવા માટે 8મા પગારપંચની રચના કરી છે. 3 નવેમ્બર 2025ના રોજ આયોગના ટર્મ્સ ઓફ રેફરન્સ (ToR) જાહેર કરવામાં આવ્યા હતા. આયોગને પોતાની ભલામણો તૈયાર કરીને સરકારને સોંપવા માટે 18 મહિનાનો સમય આપવામાં આવ્યો છે.આ દરમિયાન આયોગ દ્વારા કર્મચારીઓ અને પેન્શનર્સના સંગઠનો સાથે બેઠકો કરવામાં આવી રહી છે. અલગ-અલગ સ્થળોએ યોજાયેલી બેઠકોમાં કર્મચારીઓના પગાર, ભથ્થાં, પેન્શન અને અન્ય સુવિધાઓ અંગે તેમના મંતવ્યો જાણવામાં આવ્યા છે. હવે આયોગની ભલામણો શું હશે અને સરકાર તેને ક્યારે મંજૂરી આપશે તે જોવાનું રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. રિટાયર થઈ ગયેલા કર્મચારીઓને મળશે એરિયર?

8મા પગારપંચને લઈને સૌથી મોટો સવાલ એ છે કે નવી ભલામણો લાગુ થાય તે પહેલાં નિવૃત્ત થયેલા કર્મચારીઓને એરિયર મળશે કે નહીં? તેનો જવાબ સરકાર નવા પગારપંચની અમલ તારીખ કઈ નક્કી કરે છે તેના પર નિર્ભર રહેશે.ધારો કે કોઈ કર્મચારી 2027માં નિવૃત્ત થાય છે અને ત્યારબાદ સરકાર 8મા પગારપંચને 1 જાન્યુઆરી 2026થી લાગુ કરવાની જાહેરાત કરે છે. આવી સ્થિતિમાં કર્મચારીને 1 જાન્યુઆરી 2026થી લઈને તેની નિવૃત્તિની તારીખ સુધીના સમયગાળાનું એરિયર મળી શકે છે. જોકે, આ લાભ સરકારના અંતિમ નિર્ણય અને જાહેર કરવામાં આવનારા નિયમો પર આધારિત રહેશે.એટલે કે પગારપંચની ભલામણો લાગુ થવાના દિવસે કર્મચારી નોકરીમાં છે કે નિવૃત્ત થઈ ગયો છે તેના કરતાં સરકાર કઈ તારીખથી નવા પગારધોરણનો લાભ આપવાનું નક્કી કરે છે તે વધુ મહત્ત્વનું બની શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. અગાઉ રિટાયર થયેલા કર્મચારીઓએ પણ કરી છે માંગ

8મા પગારપંચના લાભને લઈને નિવૃત્ત કર્મચારીઓના સંગઠનોએ પણ પોતાની રજૂઆત કરી છે. સપ્ટેમ્બર 2026માં નિવૃત્ત કર્મચારીઓના એક સંગઠને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને પેન્શનર્સને પણ નવા પગારપંચનો લાભ આપવાની માંગ કરી હતી.સંગઠનની રજૂઆત હતી કે 8મા પગારપંચના ટર્મ્સ ઓફ રેફરન્સમાં ફેરફાર કરવામાં આવે. તેમાં 1 જાન્યુઆરી 2026 પહેલાં નિવૃત્ત થયેલા પેન્શનર્સ અને ફેમિલી પેન્શનર્સને પણ પેન્શન સુધારાનો લાભ આપવાની જોગવાઈ સામેલ કરવામાં આવે.આ માંગ પાછળનું કારણ એ છે કે જો નવા પગારપંચનો લાભ માત્ર હાલ નોકરી કરતા કર્મચારીઓ સુધી મર્યાદિત રહે તો અગાઉ નિવૃત્ત થયેલા લોકોને નુકસાન થઈ શકે છે. જોકે, આ માંગ અંગે સરકાર તરફથી અંતિમ નિર્ણય જાહેર થયો નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. રિટાયરમેન્ટ પછી પણ વધી શકે છે પેન્શન

8મા પગારપંચમાં માત્ર સરકારી કર્મચારીઓના પગારની જ સમીક્ષા થવાની નથી, પરંતુ પેન્શનના માળખામાં પણ ફેરફાર થવાની શક્યતા છે. જો સરકાર આયોગની ભલામણો સ્વીકારીને પેન્શનમાં સુધારો કરવાની મંજૂરી આપે તો અગાઉ નિવૃત્ત થયેલા કર્મચારીઓની માસિક પેન્શનમાં પણ વધારો થઈ શકે છે.આનો લાભ ફેમિલી પેન્શન મેળવતા લોકોને પણ મળી શકે છે. જોકે, કયા પેન્શનર્સને લાભ મળશે, પેન્શનની ગણતરી કેવી રીતે થશે અને સુધારેલી પેન્શન કઈ તારીખથી લાગુ થશે તે અંગે હજુ અંતિમ નિયમો જાહેર થયા નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. 1 જાન્યુઆરી 2026થી લાભ મળશે તો શું બદલાશે?

8મા પગારપંચને 1 જાન્યુઆરી 2026થી લાગુ કરવાની શક્યતા અંગે ચર્ચા થઈ રહી છે. જો સરકાર આ તારીખને અમલી તારીખ તરીકે મંજૂરી આપે તો કર્મચારીઓ અને પેન્શનર્સ માટે આ તારીખ મહત્ત્વની બની શકે છે.જોકે, પગારપંચની ભલામણો તૈયાર થવી, સરકારની મંજૂરી મળવી અને નવા પગારધોરણનો અમલ થવો એ અલગ-અલગ તબક્કા છે. એટલે માત્ર અમલી તારીખની ચર્ચા પરથી કર્મચારીઓને એરિયર કે વધેલી પેન્શન મળવાની ખાતરી માની લેવી યોગ્ય નથી.હાલમાં નિવૃત્ત કર્મચારીઓ અને આગામી સમયમાં રિટાયર થનારા કર્મચારીઓએ સરકારના અંતિમ આદેશની રાહ જોવી પડશે. નવા પગારપંચમાં પેન્શનર્સને સામેલ કરવામાં આવે છે કે નહીં અને એરિયરની ગણતરી કઈ તારીખથી કરવામાં આવે છે તે જ નક્કી કરશે કે તેમના ખાતામાં વધારાની કેટલી રકમ આવશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Pension Arrears VTV Gujarati 8th Pay Commission
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ