ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / વિસાવદરના સુખપુરમાં યોજાશે 25 હજાર પાટીદારોનું સંમેલન, લેઉવા પટેલ સમાજનો હુંકાર
Last Updated: 09:10 AM, 14 November 2026
ADVERTISEMENT
વિસાવદર વિધાનસભા વિસ્તારમાં સ્થાનિક નેતૃત્વની સતત અવગણના થતી હોવાના આક્ષેપો વચ્ચે લેઉવા પાટીદાર સમાજમાં રાજકીય પ્રતિનિધિત્વનો મુદ્દો ગરમાયો છે. સુરતના ઉદ્યોગપતિ અને વિસાવદરના લેઉવા પટેલ સમાજના અગ્રણી બીપીનભાઈ રામાણીએ રાજકીય પક્ષો સામે નારાજગી વ્યક્ત કરતાં સવાલ ઉઠાવ્યો છે કે, શું વિસાવદર વિસ્તારમાં સક્ષમ અને લોકપ્રિય નેતાઓની અછત છે કે પછી રાજકીય પક્ષો જાણીજોઈને સ્થાનિક પ્રતિભાઓને તક આપતા નથી?
ADVERTISEMENT
તાજેતરમાં યોજાયેલી વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપે ગીર-સોમનાથ જિલ્લાના તાલાળા તાલુકાના રાતીધારના કિરીટ પટેલને, જ્યારે આમ આદમી પાર્ટીએ ભાવનગર જિલ્લાના ગોપાલ ઇટાલિયાને ઉમેદવાર બનાવ્યા હતા. આ બાબતને સ્થાનિક નેતૃત્વની અવગણનાના ઉદાહરણ તરીકે રજૂ કરીને સમાજના આગેવાનોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે.
સુખપુરમાં 25 હજાર લેઉવા પાટીદારોનું સંમેલન યોજવાની તૈયારી
ADVERTISEMENT
સ્થાનિક નેતૃત્વને યોગ્ય રાજકીય સ્થાન અપાવવા અને સમાજની એકતા તથા શક્તિનું પ્રદર્શન કરવા માટે વિસાવદર તાલુકાના સુખપુર ગામે અંદાજે 25 હજાર લેઉવા પાટીદારોને એકત્રિત કરી વિશાળ સંમેલન યોજવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
આ સંમેલનને સફળ બનાવવા માટે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. વિસાવદર વિધાનસભા વિસ્તારની પટેલ સમાજની અગ્રણી સંસ્થાઓ, કેળવણી મંડળો, સમાજની વાડીઓ અને વિવિધ સામાજિક આગેવાનો સાથે બેઠકોનો દોર શરૂ થયો છે. સમાજના વધુમાં વધુ લોકોને એક મંચ પર લાવી સ્થાનિક હિતોના મુદ્દે એકજૂથ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
ADVERTISEMENT
2027ની ચૂંટણી પહેલાં રાજકીય પક્ષોને સ્પષ્ટ સંદેશ
આયોજકોના જણાવ્યા અનુસાર, આ સંમેલનનો મુખ્ય હેતુ આગામી 2027ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ, આમ આદમી પાર્ટી સહિતના રાજકીય પક્ષો સ્થાનિક ઉમેદવારોની અવગણના ન કરે તે માટે અત્યારથી જ ચેતવણી આપવાનો છે.
ADVERTISEMENT
આ કોઈ ચોક્કસ રાજકીય પક્ષ સામેનું આંદોલન નથી, પરંતુ વિસાવદરના સ્થાનિક લોકોને રાજકીય ક્ષેત્રે યોગ્ય પ્રતિનિધિત્વ અને પ્રભુત્વ મળે તે માટેની હક્ક અને અધિકારની લડાઈ છે. ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી, જે પક્ષ સ્થાનિક પ્રતિભા અને પ્રજાના સાચા હિતને પ્રાધાન્ય આપશે, સમાજ તેનું સમર્થન કરશે તેવો સ્પષ્ટ સંદેશ આયોજકો દ્વારા આપવામાં આવ્યો છે.
સ્થાનિક રાજકારણમાં નવી રાજકીય સમીકરણોની શક્યતા
ADVERTISEMENT
લાંબા સમયથી સ્થાનિક નેતૃત્વને પૂરતી તક મળતી ન હોવાની લાગણી હવે સમાજમાં ચર્ચાનો વિષય બની છે. આ અવગણનાને કારણે વિસાવદરના સ્થાનિક રાજકારણને નુકસાન થઈ રહ્યું હોવાનો મત પણ સમાજના આગેવાનો વ્યક્ત કરી રહ્યા છે.
આ પણ વાંચોઃ દિલજીત દોસાંઝની મુશ્કેલી વધી- અમદાવાદ કોન્સર્ટ પહેલાં સોંગ, બાળકો અને બુલેટ બેલ્ટને લઈને ઊઠ્યો મોટો વાંધો
ADVERTISEMENT
સુખપુર ખાતે યોજાનારા આ સંમેલનને કારણે આગામી સમયમાં વિસાવદરના રાજકીય સમીકરણોમાં નવી હિલચાલ સર્જાય તેવી શક્યતા છે. આગામી દિવસોમાં સંમેલનની તારીખ, આયોજન અને ભાવિ રણનીતિ અંગે સત્તાવાર વિગતો જાહેર કરવામાં આવે તેવી સંભાવના છે. હવે જોવાનું એ રહેશે કે લેઉવા પાટીદાર સમાજનું આ એકત્રીકરણ આગામી 2027ની વિધાનસભા ચૂંટણીમાં રાજકીય પક્ષોની ઉમેદવાર પસંદગી અને સ્થાનિક રાજકીય સમીકરણો પર કેટલી અસર કરે છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.