ન્યૂઝ અપડેટ્સ
VTV / સ્પોર્ટસ / Cricket / કેપ્ટન તરીકે વનડેની પહેલી મેચમાં જ શ્રેયસ ઐય્યરના નામે શરમજનક રેકોર્ડ, બની ગયો પહેલો ભારતીય કેપ્ટન
Last Updated: 11:54 PM, 13 November 2026
ADVERTISEMENT
શ્રેયસ ઐયર પહેલી વાર ભારતની વનડે ટીમની કેપ્ટનશીપ કરી રહ્યો હતો. ન્યૂઝીલેન્ડ સામેની ચોથી વનડેમાં શૂન્ય રનમાં આઉટ થયો હતો, તે તેના વનડે કેપ્ટનશીપ ડેબ્યૂમાં શૂન્ય રનમાં આઉટ થનાર પ્રથમ ભારતીય બન્યો હતો. આ પહેલા આવું ક્યારેય બન્યું ન હતું.
ADVERTISEMENT
ન્યૂઝીલેન્ડ સામેની ચોથી વનડે ભારતીય ક્રિકેટ ટીમ માટે એક દુઃખદ સપનાથી ઓછુ ન હતું. ટીમને રનના હિસાબથી બીજી સૌથી મોટી વનડે હારનો સામનો કરવો પડ્યો. ન્યૂઝીલેન્ડે ભારતને 244 રનથી હરાવ્યું. ટીમ ઈન્ડિયાની સાથે પહેલી વાર વનડે ટીમની કેપ્ટનશીપ કરી રહેલા શ્રેયસ ઐયરએ પણ આ મેચમાં એક શરમજનક રેકોર્ડ બનાવ્યો. હકીકતમાં ઐયર મેચમાં શૂન્ય રનમાં આઉટ થયો હતો, જેના કારણે તે તેના વનડે કેપ્ટનશીપ ડેબ્યૂમાં શૂન્ય રનમાં આઉટ થનાર પ્રથમ ભારતીય કેપ્ટન બન્યો હતો.
એ નોંધનીય છે કે શુભમન ગિલે ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ત્રણ વનડેમાં ભારતીય ટીમનું નેતૃત્વ કર્યું હતું. આ દરમિયાન ભારતે બે મેચ જીતી હતી, જ્યારે ત્રીજી મેચ વરસાદને કારણે રદ થઈ હતી. ત્યારબાદ ગિલ ટેસ્ટ શ્રેણીની તૈયારી માટે રવાના થયો હતો, અને શ્રેયસ ઐયરને છેલ્લી બે વનડે માટે કેપ્ટનશીપ સોંપવામાં આવી હતી. અગાઉ ઐયરના નેતૃત્વમાં ભારતે ટી20 શ્રેણી 3-2થી જીતી હતી.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ IND vs NZ / માત્ર 89 રનમાં ઓલઆઉટ થઈ ટીમ ઈન્ડિયા, ન્યૂઝીલેન્ડે ચોથી વનડેમાં 244 રનથી હરાવ્યું!
ઐયરનો શરમજનક રેકોર્ડ
ADVERTISEMENT
મેચમાં ન્યૂઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરતા વિલ યંગના શાનદાર 125 રનની મદદથી 333 રન બનાવ્યા હતા. ભારતીય ટીમ પાસે એક વિશાળ લક્ષ્ય હતું, પરંતુ ઇનિંગ્સની શરૂઆત વિનાશક થઈ હતી. લક્ષ્યનો પીછો કરતી વખતે ટીમ ઈન્ડિયાએ પ્રથમ ઓવરમાં જ ત્રણ મુખ્ય વિકેટ ગુમાવી દીધી હતી. રોહિત શર્મા, વિરાટ કોહલી અને કેપ્ટન શ્રેયસ ઐયર બધા કોઈ રન બનાવ્યા વિના પાછા ફર્યા. ઐયરના આઉટ થવાથી તેમના માટે શરમજનક રેકોર્ડ બન્યો. તે પોતાના વનડે કેપ્ટનશીપ ડેબ્યૂમાં જીરો રને આઉટ થનાર પ્રથમ ભારતીય કેપ્ટન બન્યો. જોકે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આવું પહેલી વાર બન્યું ન હતું. ઐયર પહેલાં વિશ્વના સાત અન્ય કેપ્ટનો તેમની વનડે કેપ્ટનશીપ ડેબ્યૂ શરૂ કરવામાં નિષ્ફળ રહ્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ