ન્યૂઝ અપડેટ્સ
VTV / ધર્મ / કુંડળીમાં અશુભ ગ્રહો આપી રહ્યા છે પરેશાની? લાલ કિતાબના આ 12 ઉપાય બદલી શકે છે તમારું ભાગ્ય
Last Updated: 10:45 PM, 13 November 2026
ADVERTISEMENT
વ્યક્તિના જીવનમાં આવતી મુશ્કેલીઓ પાછળ ગ્રહોની સ્થિતિને પણ એક કારણ માનવામાં આવે છે. જેમાં જન્મકુંડળીમાં કોઈ ગ્રહ અશુભ સ્થાન પર હોય તો તેની અસર જીવનના અલગ-અલગ ક્ષેત્રો પર પડી શકે છે. જોકે જ્યોતિષની પ્રાચીન પદ્ધતિ લાલ કિતાબમાં અમુક એવા ઉપાયો જણાવવામાં આવ્યા છે, જેના દ્વારા અશુભ ગ્રહોની અસરને અનુકૂળ બનાવવાનો પ્રયાસ કરી શકાય છે. લાલ કિતાબ અનુસાર, ગ્રહને એક સ્થાનેથી બીજા સ્થાન પર ખસેડી શકાતો નથી પરંતુ તેની શક્તિને બીજા ભાવ સાથે જોડવાનો ઉપાય કરી શકાય છે.
ADVERTISEMENT
જો કોઈ ગ્રહના પ્રભાવને પ્રથમ ભાવમાં લાવવો હોય તો તેની વસ્તુઓ ગળામાં ધારણ કરો. બીજા ભાવ માટે ધર્મસ્થાનમાં દાન કરો. ત્રીજા ભાવમાં પહોંચાડવા માટે ગ્રહની ધાતુ કે રત્ન હાથ કે કાંડા પર પહેરો. ચોથા ભાવ માટે તે ગ્રહની વસ્તુઓને જળમાં વહેતી મૂકો. પાંચમા ભાવ માટે તે ગ્રહની શાળામાં દાન કે વિતરણ કરો. છઠ્ઠા ભાવ માટે તે ગ્રહની કૂવા કે સમાન સ્થાનમાં નાખો.
સાતમા ભાવમાં પ્રભાવ લાવવા માટે તે ગ્રહની વસ્તુઓને વસ્તીવાળી જમીનમાં દાટો. આઠમા ભાવ માટે તે ગ્રહની વસ્તુઓને શ્મશાન કે વેરાન જમીનમાં દાટો. નવમા ભાવ માટે તે ગ્રહની વસ્તુઓને મંદિરના નિર્માણમાં આપો કે શરીર પર ધારણ કરો. દસમા ભાવ માટે પિતાને આપો, ખવડાવો કે પહેરાવો, કે સરકારી કચેરીની જમીનમાં ઇમારતની છાયામાં સ્થાપિત કરો. અગિયારમા ભાવ માટે તે ગ્રહની વસ્તુઓને તિજોરીમાં રાખો. બારમા ભાવ માટે ઘરની છત પર મૂકો.
ADVERTISEMENT
આ ઉપાયો ગ્રહની કારક વસ્તુઓ દ્વારા તેના પ્રભાવને જરૂરી ભાવ સુધી પહોંચાડે છે અને જીવનમાં ઇચ્છિત ફળ મેળવવામાં મદદરૂપ બની શકે છે. જેમાં કોઈ પણ ઉપાય કરતા પહેલાં અનુભવી જ્યોતિષીની સલાહ લેવી જોઈએ.
ADVERTISEMENT
(DISCLAIMER : ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો