ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / ગુજરાત / અમદાવાદના સમાચાર / દિલજીત દોસાંઝની મુશ્કેલી વધી- અમદાવાદ કોન્સર્ટ પહેલાં સોંગ, બાળકો અને બુલેટ બેલ્ટને લઈને ઊઠ્યો મોટો વાંધો

photo-story

4 ફોટો ગેલેરી

મનોરંજન / દિલજીત દોસાંઝની મુશ્કેલી વધી- અમદાવાદ કોન્સર્ટ પહેલાં સોંગ, બાળકો અને બુલેટ બેલ્ટને લઈને ઊઠ્યો મોટો વાંધો

Last Updated: 08:39 PM, 13 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

દિલજીત દોસાંઝના 21 નવેમ્બરે અમદાવાદમાં યોજાનારા કોન્સર્ટ પહેલાં જ વિવાદ ઊભો થયો છે. ચાર ગીતો પર રોક, બાળકોને સ્ટેજ પર ન બોલાવવા અને બુલેટ બેલ્ટ ન પહેરવા સહિતની ત્રણ માંગણીઓને લઈને બાળ સુરક્ષા અધિકારીએ પોલીસ કમિશનરને પત્ર લખ્યો છે.

1/4

photoStories-logo

1. દિલજીતનો કોન્સર્ટ વિવાદમાં

અમદાવાદમાં 21 નવેમ્બરે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનારા પંજાબી સિંગર દિલજીત દોસાંઝના લાઈવ કોન્સર્ટને લઈને વિવાદ ઊભો થયો છે. જિલ્લા બાળ સંરક્ષણ એકમે પોલીસ કમિશનરને પત્ર લખીને દારૂ, નશીલા પદાર્થો અને હથિયારોને પ્રોત્સાહન આપતા સોન્ગ ન ગાવાની માંગ કરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/4

photoStories-logo

2. કોને કરી અરજી ?

ચંદીગઢના ડૉ. પંડિતરાવ ધરેન્નાવરે આ અંગે ફરિયાદ નોંધાવી હતી. તેના આધારે DCPUએ પત્રમાં સ્પષ્ટપણે કેટલાક ગીતોના નામ ઉલ્લેખ્યા છે. જેમાં ‘પટિયાલા પેગ’, ‘5 તારા ઠેકે’, ‘જીભ વિચોં અફીમ લભિયા’ અને ‘જટ્ટ ઉઠે ફાયર કરદા જિથે પાબંદી હથિયારાં દી’ જેવા ગીતોનો સમાવેશ થાય છે. એકમનું કહેવું છે કે આવા સોન્ગના બોલ બદલીને પણ ગાવામાં આવે તો બાળકો અને યુવાનો પર નકારાત્મક અસર પડી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/4

photoStories-logo

3. પાંચ વર્ષથી વધુ ઉંમરના બાળકો

કોન્સર્ટમાં પાંચ વર્ષથી વધુ ઉંમરના બાળકોને પ્રવેશની મંજૂરી છે. તેમજ 120 ડેસિબલથી વધુ અવાજ અને ઝડપથી બદલાતી ફ્લેશિંગ લાઈટ્સ અંગે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. DCPUએ પોલીસ કમિશનર પાસે આ બાબતે યોગ્ય પગલાં લેવાની વિનંતી કરી છે. પોલીસ કમિશનરે જણાવ્યું છે કે સરકાર સાથે વાતચીત બાદ જનહિતમાં યોગ્ય નિર્ણય લેવામાં આવશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/4

photoStories-logo

4. RuPay Aura India Tour

આ કોન્સર્ટ ‘RuPay Aura India Tour’ના ભાગ રૂપે યોજાઈ રહ્યો છે. જેમાં હજુ ઓફિશિયલ રીતે કોઈ અંતિમ નિર્ણય જાહેર થયો નથી પરંતુ ગીતોની પસંદગીને લઈને ચર્ચા ચાલુ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Concert . Diljit Dosanjh Diljit Dosanjh Controversy
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ