ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / 3 જ દિવસમાં સોનાનો ભાવ ₹6,611 ડાઉન, ચાંદી પણ ધડામ, જાણો આજના નવા રેટ

photo-story

9 ફોટો ગેલેરી

Gold Price Rate / 3 જ દિવસમાં સોનાનો ભાવ ₹6,611 ડાઉન, ચાંદી પણ ધડામ, જાણો આજના નવા રેટ

Last Updated: 09:23 AM, 14 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

સોના-ચાંદીની ખરીદી કરવાનું વિચારી રહેલા લોકો માટે રાહતના સમાચાર છે. છેલ્લા ત્રણ દિવસમાં સોનાના ભાવમાં રૂ.6,611 અને ચાંદીમાં લગભગ રૂ.8,000નો મોટો ઘટાડો થયો છે.

1/9

photoStories-logo

1. જાણો સોના-ચાંદીના ભાવમાં ઘટાડાના 6 કારણો

લગ્નસરાની સિઝન પહેલાં સોના-ચાંદીના ભાવમાં આવેલી આટલી મોટી ગિરાવટે બજારમાં ચર્ચા જગાવી છે. સાત મહિના બાદ 24 કેરેટ સોનું પ્રતિ 10 ગ્રામ રૂ.1.36 લાખની નીચે આવી ગયું છે. બીજી તરફ ચાંદીના ભાવમાં પણ મોટો ઘટાડો નોંધાયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ડોલર મજબૂત થવો અને મોટા રોકાણકારો દ્વારા વેચવાલી કરવી આ ઘટાડાનાં મુખ્ય કારણો છે. ત્યારે સવાલ એ છે કે સોનું-ચાંદી સસ્તું થવા પાછળ કયા છ કારણો જવાબદાર છે અને અત્યારે ખરીદી કરવી ફાયદાકારક રહેશે કે નહીં?

આ તસવીર શેર કરો

logo logo logo

2/9

photoStories-logo

2. આજે કેટલો છે સોના-ચાંદીનો ભાવ?

બુલિયન માર્કેટના 13 નવેમ્બર 2026ના ઉપલબ્ધ આંકડા પ્રમાણે, 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ.1,883 ઘટીને રૂ.1,35,809 પર પહોંચી ગયો છે. જ્યારે ચાંદીનો ભાવ પ્રતિ કિલો રૂ.3,040 ઘટીને આશરે રૂ.1.78 લાખ થયો છે.10 નવેમ્બરે સોનું પ્રતિ 10 ગ્રામ આશરે રૂ.1.42 લાખ અને ચાંદી પ્રતિ કિલો રૂ.1.86 લાખના ભાવે વેચાઈ રહી હતી. એટલે કે માત્ર ત્રણ દિવસમાં સોનામાં રૂ.6,611 અને ચાંદીમાં લગભગ રૂ.8,000નો ઘટાડો નોંધાયો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/9

photoStories-logo

3. અલગ-અલગ કેરેટના સોનાના ભાવ

13 નવેમ્બરના ઉપલબ્ધ ભાવ પ્રમાણે અલગ-અલગ શુદ્ધતાના સોનાના ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો છે.14 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ.79,448, 18 કેરેટનો રૂ.1,01,857 અને 22 કેરેટનો રૂ.1,24,401 નોંધાયો હતો. બીજી તરફ દિલ્હી અને લખનઉમાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ આશરે રૂ.1,38,640 નોંધાયો હતો.અહીં ધ્યાનમાં રાખવા જેવી વાત એ છે કે IBJAના ભાવ અને જ્વેલરી શોરૂમના ભાવ અલગ હોઈ શકે છે. જ્વેલરી ખરીદતી વખતે GST, મેકિંગ ચાર્જ અને અન્ય ખર્ચ પણ ઉમેરાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/9

photoStories-logo

4. સોનાના ભાવ ઘટવાનાં 3 મુખ્ય કારણો

ઊંચા ભાવે ખરીદી કરનારાઓએ નફો બુક કર્યો: તહેવારો પહેલાં સોનાના ભાવમાં મોટો વધારો થયો હતો. આ વધારાનો લાભ લેવા મોટા રોકાણકારોએ ઊંચા ભાવે સોનું વેચવાનું શરૂ કર્યું. બજારમાં વેચવાલી વધતાં ભાવ પર દબાણ આવ્યું.અમેરિકન ડોલર મજબૂત બન્યો: આંતરરાષ્ટ્રીય બજારમાં અમેરિકન ડોલર અને બોન્ડની મજબૂતીની અસર સોનાના ભાવ પર પડી છે. સામાન્ય રીતે ડોલર મજબૂત થાય ત્યારે અન્ય કરન્સી ધરાવતા રોકાણકારો માટે સોનું ખરીદવું મોંઘું બને છે. તેના કારણે સોનાની માંગ પર અસર પડી શકે છે.ઊંચા ભાવને કારણે ખરીદદારો દૂર થયા: સોનાના ભાવ રેકોર્ડ સ્તરે પહોંચ્યા બાદ સામાન્ય ગ્રાહકોએ ખરીદીમાં ઘટાડો કર્યો હતો. ખાસ કરીને ઘરેણાં ખરીદનારા લોકો ભાવ ઘટવાની રાહ જોઈ રહ્યા હતા. માંગમાં ઘટાડો અને વેચવાલીના દબાણને કારણે સોનાના ભાવ નીચે આવ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/9

photoStories-logo

5. ચાંદી સસ્તુ થવા પાછળનાં 3 કારણો

ઔદ્યોગિક માંગમાં ઘટાડો: ચાંદીનો ઉપયોગ માત્ર ઘરેણાં બનાવવા માટે જ નહીં, પરંતુ સોલર પેનલ, ઇલેક્ટ્રોનિક્સ અને અન્ય ઉદ્યોગોમાં પણ થાય છે. આ ક્ષેત્રોમાં માંગ ધીમી પડવાની ચિંતાએ ચાંદીના ભાવ પર દબાણ વધાર્યું છેવાયદા બજારમાં વેચવાલી: કોમોડિટી માર્કેટમાં ઉતાર-ચઢાવ વચ્ચે મોટા ટ્રેડર્સે પોતાની પોઝિશન ઘટાડવાનું શરૂ કર્યું છે. તેના કારણે ચાંદીના ભાવમાં પણ ઘટાડો નોંધાયો છે.સોનાના ઘટાડાની અસર: સોના અને ચાંદીના બજાર વચ્ચે પણ સંબંધ જોવા મળે છે. સોનામાં મોટો ઘટાડો થાય ત્યારે ઘણીવાર ચાંદીમાં પણ વેચવાલી વધે છે. આ વખતે સોનાના ભાવમાં આવેલી નરમાઈની અસર ચાંદી પર પણ પડી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/9

photoStories-logo

6. ઓલટાઇમ હાઈથી કેટલું સસ્તું થયું સોનું-ચાંદી?

સોના-ચાંદીના ભાવમાં આવેલા ઘટાડાનો અંદાજ તેના અગાઉના ઊંચા સ્તર પરથી લગાવી શકાય છે. ઉપલબ્ધ આંકડા પ્રમાણે, 29 જાન્યુઆરીએ ચાંદીનો ભાવ પ્રતિ કિલો રૂ.3.86 લાખના રેકોર્ડ સ્તરે પહોંચ્યો હતો. હવે તે ઘટીને આશરે રૂ.1.78 લાખની આસપાસ આવી ગયો છે.એ જ રીતે સોનું પણ પ્રતિ 10 ગ્રામ રૂ.1.76 લાખના ઊંચા સ્તરેથી ઘટીને રૂ.1,35,809 પર પહોંચ્યું છે. એટલે કે અગાઉના રેકોર્ડ ભાવની સરખામણીએ સોના-ચાંદી બંનેમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/9

photoStories-logo

7. સોનું અને ચાંદી ખરીદતાં પહેલાં આ વાતોનું ધ્યાન રાખો

સોનું ખરીદતી વખતે તેની શુદ્ધતા જાણવી ખૂબ જરૂરી છે. 24 કેરેટ સોનામાં 99.9 ટકા શુદ્ધતા હોય છે. 22 કેરેટ સોનામાં 91.6 ટકા અને 18 કેરેટ સોનામાં 75 ટકા શુદ્ધતા હોય છે.સોનાની ખરીદી વખતે BIS હોલમાર્ક અને HUID નંબર જરૂર તપાસો. HUID નંબર દ્વારા ઘરેણાંની ઓળખ અને તેની શુદ્ધતાની વિગતો જાણી શકાય છે. ખરીદી કરતાં પહેલાં તે સમયનો બજારભાવ પણ જાણી લેવો જોઈએ.ચાંદીની શુદ્ધતા જાણવા માટે પણ હોલમાર્ક તપાસવો સૌથી સારો રસ્તો છે. ચાંદી ખરીદતી વખતે 999, 925 જેવા શુદ્ધતાના માર્કિંગ પર ધ્યાન આપો.ચાંદીની અસલી ઓળખ માટે કેટલાક લોકો ઘરેલુ ટેસ્ટ પણ કરે છે. જેમ કે ચુંબક પાસે ચાંદી રાખવી, તેના પર બરફ મૂકવો અથવા સફેદ કપડાથી ઘસવું. અસલી ચાંદી સામાન્ય રીતે ચુંબક તરફ આકર્ષાતી નથી અને તેની ગરમી વહન કરવાની ક્ષમતા વધારે હોય છે. જોકે, આ ટેસ્ટથી ચાંદી અસલી હોવાની ખાતરી મળતી નથી. અંતિમ ખાતરી માટે હોલમાર્ક અથવા માન્યતા પ્રાપ્ત ટેસ્ટિંગ કરાવવું જરૂરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/9

photoStories-logo

8. અત્યારે સોનું-ચાંદી ખરીદવું યોગ્ય રહેશે?

સોના-ચાંદીના ભાવમાં થયેલો ઘટાડો ખરીદદારો માટે રાહતરૂપ છે, પરંતુ હજુ ભાવમાં કેટલી ગિરાવટ આવશે તે નક્કી કહી શકાય નહીં. રોકાણના હેતુથી ખરીદી કરનારાઓ એકસાથે મોટી રકમ લગાવવાને બદલે થોડા-થોડા સમયના અંતરે ખરીદી કરવાનું વિચારી શકે છે.લગ્ન કે અન્ય પ્રસંગ માટે ઘરેણાં ખરીદવાના હોય તો હાલના ભાવની સરખામણી અલગ-અલગ જ્વેલર્સ સાથે કરવી ફાયદાકારક રહેશે. યાદ રાખો કે સોના-ચાંદીના ભાવમાં દરરોજ ફેરફાર થાય છે. તેથી ખરીદી કરતાં પહેલાં તે દિવસનો લેટેસ્ટ ભાવ જરૂર જાણી લેવો.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

9/9

photoStories-logo

9. DISCLAIMER

બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Silver Rate Today VTV Gujarati Gold Price Today
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ