ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / PM મોદી આજે સંસ્કારધામની બેઠકમાં હાજરી આપશે, જાણો આજનો ગુજરાત પ્રવાસ
Last Updated: 08:24 AM, 14 November 2026
ADVERTISEMENT
ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે છે. 13 નવેમ્બરની રાત્રે ગાંધીનગર સ્થિત મુખ્યમંત્રી નિવાસસ્થાને વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં ગુજરાતના મંત્રીમંડળ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠક રાત્રે 11:10 વાગ્યે પૂર્ણ થઈ હતી. બેઠક બાદ વડાપ્રધાને રાજ્યના તમામ મંત્રીઓ સાથે ભોજન પણ લીધું હતું. ત્યારબાદ તેઓ લોકભવન પહોંચ્યા હતા, જ્યારે મંત્રીઓ અને બેઠકમાં ઉપસ્થિત સંગઠનના નેતાઓ પોતપોતાના નિવાસસ્થાને રવાના થયા હતા.
ADVERTISEMENT
એરપોર્ટ પર જૂના સાથીદારો સાથે મુલાકાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 13 નવેમ્બરે રાત્રે આશરે 8:15 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા. અહીં તેમણે પૂર્વ ધારાસભ્યો અને પૂર્વ સાંસદો સાથે મુલાકાત કરી હતી. પૂર્વ સાંસદ હરિદ પાઠક, પૂર્વ ધારાસભ્ય પ્રદીપ પરમાર, ગીતાબેન, ભરત બારોટ અને અરવિંદ પટેલ સહિતના નેતાઓ સાથે તેમણે વાતચીત કરી હતી. આ દરમિયાન વડાપ્રધાને જૂના સાથીદારોના ખબરઅંતર પૂછ્યા હતા.
ADVERTISEMENT
132 દિવસ બાદ મંત્રીમંડળ સાથે ફરી બેઠક
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે, અગાઉ 4 જુલાઈ, 2026ના રોજ અમદાવાદ એરપોર્ટ ખાતે મુખ્યમંત્રી સહિત રાજ્યના મંત્રીમંડળ સાથે વડાપ્રધાનની બેઠક યોજાઈ હતી. ત્યારબાદ 132 દિવસના અંતરે ફરી એકવાર વડાપ્રધાન મોદીએ ગુજરાતના મંત્રીઓ સાથે બેઠક કરી છે.
અગાઉની બેઠકમાં સરકારી વિભાગોની કામગીરી, વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ અને વહીવટી કામગીરીને વધુ વેગ આપવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જ્યારે આ વખતે પણ રાજ્ય સરકારની કામગીરી ઉપરાંત આગામી રાજકીય અને વહીવટી પ્રાથમિકતાઓ અંગે ચર્ચા થઈ હોવાની શક્યતા છે.
ADVERTISEMENT
અંબાજીનો કાર્યક્રમ રદ, પ્રવાસ ગાંધીનગર સુધી મર્યાદિત
ADVERTISEMENT
વડાપ્રધાન મોદીના 14 નવેમ્બરે લાભપાંચમના પવિત્ર દિવસે બનાસકાંઠાના અંબાજી મંદિરે દર્શન અને પૂજા કરવાનો કાર્યક્રમ નક્કી થયો હતો. જોકે, છેલ્લી ઘડીએ આ કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો હતો. પરિણામે વડાપ્રધાનનો ગુજરાત પ્રવાસ હવે ગાંધીનગર સુધી મર્યાદિત રહ્યો છે.
આજે સંસ્કારધામ ટ્રસ્ટની બેઠકમાં હાજરી આપશે
ADVERTISEMENT
વડાપ્રધાન મોદી 14 નવેમ્બરની સવારે લોકભવન ખાતે સંસ્કારધામ ટ્રસ્ટની બેઠકમાં હાજરી આપશે. આ બેઠકમાં ટ્રસ્ટના હોદ્દેદારો અને ટ્રસ્ટીઓ પણ ઉપસ્થિત રહેશે. બેઠક દરમિયાન સંસ્કારધામ દ્વારા આગામી દિવસોમાં હાથ ધરાનારા વિવિધ કાર્યક્રમો, શિક્ષણ ક્ષેત્રની પ્રવૃત્તિઓ અને સંસ્થાના વિકાસલક્ષી આયોજન અંગે ચર્ચા થવાની સંભાવના છે. નોંધનીય છે કે, વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના તેમના ગુરુ વકીલ સાહેબની સ્મૃતિમાં સંસ્કારધામની શરૂઆત કરી હતી. સંસ્કારધામ શિક્ષણ ક્ષેત્રે કાર્યરત સંસ્થા છે.
આ પણ વાંચોઃ આદિવાસી વિસ્તારોના પ્રવાસે જશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, 18થી 20 નવેમ્બરે ગરબાડાની મુલાકાતે
આજે દિલ્હી પરત ફરશે PM મોદી
ગુજરાત પ્રવાસ પૂર્ણ કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 14 નવેમ્બરે સવારે દિલ્હી પરત ફરશે. દિલ્હી જવા રવાના થતાં પહેલાં તેઓ પૂર્વ મંત્રી ગોરધન ઝાડફિયા, પૂર્વ ધારાસભ્ય કૌશિક પટેલ સહિતના અન્ય પૂર્વ ધારાસભ્યો સાથે એરપોર્ટ પર ટૂંકી મુલાકાત કરે તેવી શક્યતા છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.