ન્યૂઝ અપડેટ્સ
7 ફોટો ગેલેરી
Last Updated: 09:07 AM, 14 November 2026
1/7
અગાઉ અર્નબ અને મુરાસુ વાવાઝોડાંની અસર બાદ હવે સમુદ્રમાં વધુ એક સિસ્ટમ વિકસી રહી છે. આ સિસ્ટમને પગલે દરિયાકાંઠાના વિસ્તારોમાં હવામાન બદલાવાની શક્યતા છે. 15 નવેમ્બર સુધીમાં તે ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે. ત્યારબાદ 16 નવેમ્બરની સાંજ સુધીમાં મધ્ય બંગાળની ખાડીમાં ચક્રવાતી વાવાઝોડું બની શકે છે. માછીમારોને પણ દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે.
2/7
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડીમાં 13 નવેમ્બરે લો પ્રેશર એરિયા એટલે કે હવાનું ઓછું દબાણ ધરાવતી સિસ્ટમ બની છે. 14 નવેમ્બર સુધીમાં તે વધુ મજબૂત બનીને વેલ માર્ક્ડ લો પ્રેશર એરિયામાં ફેરવાઈ શકે છે. ત્યારબાદ 15 નવેમ્બરે ડિપ્રેશન બનવાની શક્યતા છે.આ સિસ્ટમ ઉત્તર-ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધશે. હવામાન વિભાગના અનુમાન પ્રમાણે, 16 નવેમ્બરની સાંજ સુધીમાં મધ્ય બંગાળની ખાડીમાં ચક્રવાતી વાવાઝોડું બની શકે છે. જોકે, તેની આગળની દિશા અને ક્યાં તેની અસર સૌથી વધુ થશે તે અંગે હજુ સ્પષ્ટતા થઈ નથી.
ADVERTISEMENT
3/7
સંભવિત વાવાઝોડાને ધ્યાનમાં રાખીને દરિયાઈ વિસ્તારોમાં સાવચેતી રાખવાની સૂચના આપવામાં આવી છે. અંદમાન સાગર અને દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડીમાં 14 અને 15 નવેમ્બરે પવનની ઝડપ 40થી 50 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા છે. પવનના ઝોકાની ઝડપ 60 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.આ ઉપરાંત દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડીમાં 16 નવેમ્બર સુધી અને મધ્ય તથા દક્ષિણ બંગાળની ખાડીના કેટલાક વિસ્તારોમાં પણ દરિયો તોફાની બની શકે છે. માછીમારોને દરિયામાં ન જવા અને દરિયામાં રહેલા લોકોને સુરક્ષિત સ્થળે પાછા ફરવાની સલાહ આપવામાં આવી છે.
4/7
નવી હવામાન સિસ્ટમની સૌથી પહેલાં અસર અંદમાન અને નિકોબાર ટાપુઓમાં જોવા મળી શકે છે. અહીં 19 નવેમ્બર સુધી અનેક વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે. 16 નવેમ્બર સુધી કેટલાક સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે.17 નવેમ્બર સુધી ગાજવીજ અને વીજળી સાથે પવન ફૂંકાવાની પણ શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં પવનની ઝડપ 40થી 50 કિલોમીટર પ્રતિ કલાક રહી શકે છે અને ઝોકા 60 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોએ સાવચેતી રાખવી પડશે.
ADVERTISEMENT
5/7
બંગાળની ખાડીમાં વાવાઝોડું મજબૂત બનશે તો તેની અસર પૂર્વ ભારતના રાજ્યોમાં પણ જોવા મળી શકે છે. ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં 18 અને 19 નવેમ્બરે વરસાદની શક્યતા છે. ઓડિશાના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.પશ્ચિમ બંગાળમાં 19 નવેમ્બરે ગાજવીજ સાથે 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. જોકે, વરસાદનું પ્રમાણ અને તેની અસર વાવાઝોડાની દિશા તથા આગળની ગતિ પર નિર્ભર રહેશે.
6/7
દક્ષિણ ભારતનાં રાજ્યોમાં પણ આગામી દિવસોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે. તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં 14 નવેમ્બર બાદ 16થી 19 નવેમ્બર દરમિયાન વરસાદની શક્યતા છે. 15 નવેમ્બરે અહીં વ્યાપક વરસાદ પડી શકે છે.કેરળ અને માહેમાં 16થી 19 નવેમ્બર દરમિયાન અનેક સ્થળોએ વરસાદ પડી શકે છે. બીજી તરફ, દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ અને યનમમાં 18 અને 19 નવેમ્બરે ભારે વરસાદની શક્યતા છે. વાવાઝોડું કઈ દિશામાં આગળ વધે છે તેના આધારે વરસાદની સ્થિતિમાં ફેરફાર થઈ શકે છે.
ADVERTISEMENT
7/7
એક તરફ બંગાળની ખાડીમાં ચક્રવાતી સિસ્ટમ વિકસી રહી છે, તો બીજી તરફ ઉત્તર-પશ્ચિમ ભારતમાં પશ્ચિમી વિક્ષોભની અસર જોવા મળી રહી છે. તેના કારણે જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વરસાદ તથા હિમવર્ષાની શક્યતા છે.જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. દિલ્હી-NCR, પંજાબ, હરિયાણા અને ચંડીગઢમાં પણ હળવો વરસાદ થઈ શકે છે. પશ્ચિમ રાજસ્થાન અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં 14 અને 15 નવેમ્બરે જ્યારે પૂર્વ રાજસ્થાનમાં 15 નવેમ્બરે છૂટાછવાયાં સ્થળોએ વરસાદની શક્યતા છે.આમ, એકસાથે બે અલગ હવામાન સિસ્ટમની અસરને કારણે દેશના અલગ-અલગ વિસ્તારોમાં વરસાદ, તેજ પવન અને હિમવર્ષાનો માહોલ બની શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
9 ફોટોઝ
Gold Price Rate / 3 જ દિવસમાં સોનાનો ભાવ ₹6,611 ડાઉન, ચાંદી પણ ધડામ, જાણો આજના નવા રેટ
9 ફોટોઝ
Labh Panchami 2026 / આજે લાભ પાંચમ, વેપારીઓ માટે ખાસ દિવસ! જાણો પૂજાનો શુભ સમય અને ચોપડા પૂજનનું મહત્વ
ટોપ સ્ટોરીઝ