ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / 40 મુસાફરોથી સવાર બસમાં લાગી ભીષણ આગ, યમુના એક્સપ્રેસ-વે પર મચી દોડધામ

બ્રેકિંગ / 40 મુસાફરોથી સવાર બસમાં લાગી ભીષણ આગ, યમુના એક્સપ્રેસ-વે પર મચી દોડધામ

Published By: Jinal Chauhan

Last Updated: 11:08 AM, 14 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તર પ્રદેશના મથુરામાં યમુના એક્સપ્રેસ-વે પર મોડી રાત્રે મુસાફરોથી ભરેલી એક બસમાં અચાનક ભીષણ આગ લાગી હતી. બસમાં 40 મુસાફરો સવાર હતા જોકે ડ્રાઇવરની સમયસૂચકતાને કારણે તમામનો આબાદ બચાવ થયો હતો.

ADVERTISEMENT

દિલ્હીથી મધ્યપ્રદેશ જઈ રહેલી આ બસ રાત્રે લગભગ 2 વાગ્યે આગની લપેટમાં આવી ગઈ હતી. આગ એટલી ઝડપથી ફેલાઈ કે બસમાં સવાર મુસાફરોમાં દોડધામ મચી ગઈ હતી. જોકે ડ્રાઇવરે સમયસર બસ રોકીને મુસાફરોને નીચે ઉતારી દીધા હતા. પ્રાથમિક માહિતી પ્રમાણે બસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું માનવામાં આવે છે. ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી.

યમુના એક્સપ્રેસ-વે પર અચાનક બસમાં લાગી આગ

મળતી માહિતી પ્રમાણે દિલ્હીથી મધ્યપ્રદેશ તરફ જઈ રહેલી બસ મથુરાના રાયા પોલીસ સ્ટેશન વિસ્તાર નજીકથી પસાર થઈ રહી હતી. રાત્રે લગભગ 2 વાગ્યે યમુના એક્સપ્રેસ-વે પર માઇલસ્ટોન નંબર 110 પાસે બસમાં અચાનક આગ લાગી હતી.ચાલુ બસમાં આગ લાગતાં મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો. આગ લાગવાનું કારણ પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટ હોવાનું સામે આવ્યું છે. જોકે આગ કયા ભાગમાંથી શરૂ થઈ અને કેટલી ઝડપથી આખી બસમાં ફેલાઈ તે અંગે વધુ તપાસ કરવામાં આવી રહી છે.

ડ્રાઇવરની સતર્કતાથી 40 મુસાફરોનો બચાવ

બસમાં આગ લાગતાં જ ડ્રાઇવરે સમય ગુમાવ્યા વગર બસને રોકી હતી. ત્યારબાદ મુસાફરોને તાત્કાલિક બસમાંથી નીચે ઉતારવામાં મદદ કરી હતી. બસમાં કુલ 40 મુસાફરો સવાર હતા અને તમામને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા હતા.આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ હોવાની માહિતી નથી. જો ડ્રાઇવરે સમયસર નિર્ણય ન લીધો હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત. ડ્રાઇવરની સતર્કતાને કારણે 40 મુસાફરોનો જીવ બચી ગયો હતો.

પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી

બસમાં આગ લાગવાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડના કર્મચારીઓએ આગ ઓલવવાની કામગીરી શરૂ કરી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.આગના કારણે બસને ભારે નુકસાન થયું હતું. પ્રાથમિક રીતે શોર્ટ સર્કિટને આગનું કારણ માનવામાં આવી રહ્યું છે. જોકે ઘટનાની તપાસ બાદ જ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાશે.

vtv app promotion

આ પણ વાંચોઃ સોનીપતમાં પ્રોપર્ટી ડીલરની હત્યા, રોહિત ગોદારા ગેંગે જવાબદારી લીધી, ભાઈનો બદલો લીધો

એક મહિના પહેલાં પણ નોઈડા-ગ્રેટર નોઈડા એક્સપ્રેસ-વે પર બસ સળગી હતી

આવી જ ઘટના લગભગ એક મહિના પહેલાં 6 ઓક્ટોબરે નોઈડા-ગ્રેટર નોઈડા એક્સપ્રેસ-વે પર બની હતી. નોઈડાથી આગ્રા તરફ જઈ રહેલી એક ઝડપી સ્લીપર બસમાં અચાનક આગ લાગી હતી. આગ એટલી ઝડપથી ફેલાઈ હતી કે જોતજોતામાં આખી બસ તેની લપેટમાં આવી ગઈ હતી.ગ્રેટર નોઈડાના નોલેજ પાર્ક પોલીસ સ્ટેશન વિસ્તાર પાસે બનેલી આ ઘટનામાં પણ મુસાફરોને સમયસર બસમાંથી નીચે ઉતારી લેવામાં આવ્યા હતા. જેના કારણે કોઈ જાનહાનિ થઈ નહોતી. ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ સ્થળ પર પહોંચી હતી. જોકે તે સમયે આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નહોતું.

સપ્ટેમ્બરમાં બસમાં આગ લાગવાથી 9 મુસાફરોના મોત થયા હતા

યમુના એક્સપ્રેસ-વે પર બસમાં આગ લાગવાની આ પહેલી ઘટના નથી. આ પહેલાં 24 સપ્ટેમ્બરે પણ એક સ્લીપર બસમાં ભીષણ આગ લાગી હતી. આ દુર્ઘટનામાં 9 મુસાફરોએ જીવ ગુમાવ્યો હતો.આગ લાગતાં બસમાં અફરાતફરી મચી ગઈ હતી. કેટલાક મુસાફરોએ બસમાંથી કૂદીને પોતાનો જીવ બચાવવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનામાં પોલીસે બસના ડ્રાઇવર અને કંડક્ટરને કસ્ટડીમાં લીધા હતા.આ ઉપરાંત 26 સપ્ટેમ્બરે ગ્રેટર નોઈડામાં રસ્તાના કિનારે ઊભેલી એક ખાનગી બસમાં પણ આગ લાગી હતી. જોકે તે સમયે બસમાં કોઈ મુસાફર હાજર ન હોવાથી જાનહાનિ થઈ નહોતી. આગમાં બસ બળીને ખાખ થઈ ગઈ હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Expressway Accident Mathura Bus Fire Yamuna Expressway Accident

Published by

Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ