ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગુજરાતમાં 74,823 ગુમ કે ચોરી થયેલા મોબાઈલ મૂળ માલિક સુધી પરત પહોંચ્યા, પરિવારો ખુશખુશાલ
Last Updated: 02:55 PM, 14 November 2026
ADVERTISEMENT
મધ્યમવર્ગના પરિવાર માટે મોંઘો મોબાઈલ ખરીદવો એ માત્ર ખર્ચ નહીં, પરંતુ મહિનાઓની બચત અને અનેક જરૂરિયાતો વચ્ચે કરેલો મોટો નિર્ણય હોય છે. કોઈ પૈસા બચાવીને તો કોઈ ફાઈનાન્સના હપ્તા બાંધીને મોબાઈલ ખરીદે છે. આવા સંજોગોમાં રસ્તામાં, બસમાં, બજારમાં કે ભીડભાડવાળી જગ્યાએ મોબાઈલ ચોરાઈ જાય ત્યારે માત્ર એક ઉપકરણ જ નથી ગુમાવતા, પરંતુ તેની સાથે જોડાયેલી અનેક અમૂલ્ય યાદો પણ જાણે હાથમાંથી સરકી જાય છે. ફોનમાં સચવાયેલા બાળકોના બાળપણના ફોટા, પરિવાર સાથેની યાદગાર પળો, લગ્નના વીડિયો અને વર્ષોજૂના સંપર્કો ગુમાવવાનું દુઃખ અલગ હોય છે. વળી, ફોન હાથમાં ન હોવા છતાં તેના હપ્તા તો ભરવાના જ રહે છે. એક તરફ ચોરાયેલા મોબાઈલનું દુઃખ અને બીજી તરફ દર મહિને ભરવાનો આર્થિક બોજ... આવી સ્થિતિમાં ઘણા લોકો માટે નવો ફોન ખરીદવો પણ મુશ્કેલ બની જાય છે.
ADVERTISEMENT
જોકે, આવા લોકો માટે ગુજરાત પોલીસની કામગીરી આશાનું કિરણ બની છે. મોબાઈલ ચોરી કે ગુમ થવાની ફરિયાદ બાદ ફોન પાછો મળશે કે નહીં તેવી આશા સાથે પોલીસ સ્ટેશનના ધક્કા ખાતા લોકો માટે હવે રાહતના સમાચાર છે. કેન્દ્ર સરકારના સીઈઆઈઆર પોર્ટલ અને પોલીસની કામગીરીના પરિણામે ગુજરાતમાં અત્યાર સુધીમાં ૭૪,૮૨૩ ચોરાયેલા કે ગુમ થયેલા મોબાઈલ તેમના મૂળ માલિકો સુધી પહોંચ્યા છે. એકલા અમદાવાદ શહેરમાં જ ૪,૧૯૦ લોકોને તેમના મોબાઈલ પાછા મળ્યા છે. આ સાથે માત્ર મોબાઈલ જ નહીં, પરંતુ તેમાં સચવાયેલી પરિવારની યાદો, અંગત માહિતી અને રોજિંદા જીવન સાથે જોડાયેલી અનેક મહત્ત્વપૂર્ણ વિગતો પણ ફરી હાથમાં આવતાં અનેક પરિવારોના ચહેરા પર ખુશી ફરી વળી છે.
ગત વર્ષ કરતાં ચાલુ વર્ષમાં મોબાઈલ વધુ મળ્યા
ADVERTISEMENT
રાજ્યમાં ગત વર્ષે ઓક્ટોબર મહિનામાં મોબાઈલ રિકવરીનો દર ૪૧ ટકા હતો. તેની સરખામણીએ આ વર્ષે રિકવરીના દરમાં નોંધપાત્ર સુધારો થયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ર,૩૮,પ૩૩ મોબાઈલ હેન્ડસેટ બ્લોક કરવામાં આવ્યા છે, તેમાંથી ૧,૪૭,૪ર૭ મોબાઈલ ટ્રેસ કરવામાં આવ્યા છે, જ્યારે ૭૪,૮ર૩ મોબાઈલ સફળતાપૂર્વક તેમના મૂળ માલિકોને પરત સોંપવામાં આવ્યા છે. મોબાઈલ ચોરી કે ગુમ થયા બાદ તેની વિગતો પોર્ટલ પર નોંધાવી હેન્ડસેટ બ્લોક કરાવી શકાય છે. ત્યાર બાદ પોલીસ અને ટેલિકોમ્યુનિકેશન વિભાગના સંકલનથી તેની ઓળખ અને લોકેશન સંબંધિત વિગતોના આધારે તપાસ આગળ વધે છે. આ પ્રક્રિયાથી મોબાઈલનો દુરુપયોગ અટકાવવા અને તેને શોધવાની શક્યતા વધારવામાં મદદ મળે છે.
બજાર તેમજ પરિવહનમાં વધુ મોબાઈલ ચોરાયા
ADVERTISEMENT
શહેરવાર આંકડા જોઈએ તો અમદાવાદમાં સૌથી વધુ મોબાઈલ બ્લોક કરવાની અરજીઓ નોંધાઈ છે. અમદાવાદ શહેરમાં ર૩,૬૧૧ બ્લોક રિક્વેસ્ટ સામે ૪,૧૯૦ મોબાઈલ રિકવર કરવામાં આવ્યા છે. સુરત શહેરમાં ૭,૬૮૯માંથી ૧,પર૦, વડોદરા શહેરમાં પ,૧૪રમાંથી ૯પર અને રાજકોટ શહેરમાં ૩,૯પ૭માંથી ૯૯૪ મોબાઈલ શોધવામાં આવ્યા છે. મોટાં શહેરોમાં મોબાઈલ ગુમ થવા અને ચોરીની ફરિયાદોનું પ્રમાણ વધુ હોવાથી તેને શોધવાની કામગીરી પણ પડકારજનક બને છે. ખાસ કરીને જાહેર પરિવહન, બજારો અને ભીડવાળી જગ્યાઓમાં મોબાઈલ ગુમ થવાની ઘટનાઓ સામે આવતી રહે છે.
ડાંગમાં સૌથી વધુ રિકવરી રેટ
ADVERTISEMENT
બીજી તરફ રિકવરીની ટકાવારીની દૃષ્ટિએ આણંદ અને ડાંગ જેવા જિલ્લાઓમાં નોંધપાત્ર કામગીરી જોવા મળી છે. આણંદમાં ૧,૭૦૩ બ્લોક રિક્વેસ્ટ સામે ૬ર૭ મોબાઈલ રિકવર થયા છે, જ્યારે ડાંગમાં ર૯૯ બ્લોક રિક્વેસ્ટ સામે ૧પપ મોબાઈલ તેમના માલિકો સુધી પહોંચ્યા છે. આ આંકડા દર્શાવે છે કે નાના જિલ્લાઓમાં પણ ગુમ થયેલા મોબાઈલ શોધવાની કામગીરીમાં સફળતા મળી રહી છે.
શહેર અને જિલ્લાવાર કામગીરી
ADVERTISEMENT

CEIR પોર્ટલના આંકડા
ADVERTISEMENT
પ૦.૭પ ટકા ગુજરાતનો મોબાઈલ રિકવરી દર
૩૭.૪ ટકા દેશનો સરેરાશ રિકવરી દર
ર,૩૮,પ૩૩ બ્લોક કરાયેલા મોબાઈલ
૧,૪૭,૪ર૭ ટ્રેસ થયેલા મોબાઈલ
૭૪,૮ર૩ મૂળ માલિકોને પરત સોંપાયેલા મોબાઈલ
ગુજરાતમાં સૌથી વધુ મોબાઈલ પરત મળ્યા
આવી સ્થિતિમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના સંયુક્ત ઉપક્રમે કાર્યરત સેન્ટ્રલ ઈક્વિપમેન્ટ આઈડેન્ટિટી રજિસ્ટર (CEIR) પોર્ટલ ગુમ થયેલા મોબાઈલ શોધવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. તાજેતરમાં જાહેર થયેલા આંકડા પ્રમાણે મોબાઈલ રિકવરીના મામલે ગુજરાતે દેશના સરેરાશ દરને પાછળ છોડી દીધો છે. સમગ્ર દેશમાં મોબાઈલ રિકવરીનો સરેરાશ દર ૩૭.૪ ટકા છે, જ્યારે ગુજરાતમાં આ દર પ૦.૭પ ટકા સુધી પહોંચ્યો છે એટલે કે દેશમાં દર ૧૦૦માંથી સરેરાશ ૩૭ મોબાઈલ પરત મળે છે, જ્યારે ગુજરાતમાં ૧૦૦માંથી પ૦થી વધુ મોબાઈલ શોધવામાં સફળતા મળી રહી છે.
મોબાઈલ ચોરાઈ જાય કે ખોવાઈ જાય તો શું કરવું?
આ પણ વાંચોઃ CMના 3 દિવસ આદિવાસી વિસ્તારમાં રોકાણ પાછળ ભાજપનું મોટું ગણિત, એક પ્રવાસમાં અનેક નિશાન પાર પાડવાની ગણતરી
ગુમ થયેલા મોબાઈલ ફોન શોધવાના મામલે ગુજરાત પોલીસ એકદમ એલર્ટ રહીને કામગીરી કરી રહી છે, જેના પરિણામે ધાર્યા કરતાં વધુ સફળતા મળી રહી છે. પોલીસની આ કામગીરીને લોકો પણ વખાણી રહ્યા છે.
■ જી.એસ. મલિક, રાજ્યના પોલીસવડા
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.