ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / Politics / અમદાવાદના સમાચાર / CMના 3 દિવસ આદિવાસી વિસ્તારમાં રોકાણ પાછળ ભાજપનું મોટું ગણિત, એક પ્રવાસમાં અનેક નિશાન પાર પાડવાની ગણતરી

ગાંધીનગર / CMના 3 દિવસ આદિવાસી વિસ્તારમાં રોકાણ પાછળ ભાજપનું મોટું ગણિત, એક પ્રવાસમાં અનેક નિશાન પાર પાડવાની ગણતરી

Published By: Vishal Khamar
Reported By: Parth Jani

Last Updated: 02:46 PM, 14 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક તરફ પીએમની ગુજરાત મુલાકાત દરમિયાનની બેઠકો અને બીજી તરફ સીએમનો 3 દિવાસ આદિવાસી વિસ્તારનો પ્રવાસ દર્શાવી રહ્યો છે કે ગુજરાત ચૂંટણી મોડમાં આવી ગયું છે. ભાજપે પોતાના રાજકીય સોગઠા ગોઠવવાના શરૂ કરી દીધા છે, પરંતુ આ વર્ષે કેમ અચાનક આદિવાસી વિસ્તારો પર ભાજપને ફોકસ કરવાની જરૂર પડી?

ADVERTISEMENT

વિધાનસભાની ચૂંટણીને હવે માત્ર 11 મહિના બાકી છે. નવેમ્બર 2027માં ગુજરાત વિધાનસભાની સત્તાવાર ચૂંટણીની જાહેરાત પણ થઈ જશે. ચૂંટણી પહેલા જ સોગઠા ગોઠવાઈ રહ્યા છે. પીએમ મોદીની તાજેતરની ગુજરાત મુલાકાત અને થયેલી બેઠકો ઘણી સૂચક છે. બીજી તરફ ભાજપે આ વખતની ચૂંટણીમાં આદિવાસી મતદારો પર ફોકસ કરી રહ્યું હોવાનું પણ દેખાઈ રહ્યું છે. પહેલા આદિવાસી જિલ્લાના પ્રભારીઓ અને મંત્રીઓ ને ફરજિયાત 72 કલાક રહેવાના આદેશ પક્ષ અને સરકારમાંથી છૂટ્યા છે. અને હવે CM ભૂપેન્દ્ર પટેલ પોતે પણ આગામી દિવસોમાં 72 કલાક આદિવાસી વિસ્તારમાં રોકાણ કરશે. સીએમ પોતાની આ મુલાકાત દરમિયાન સરકારની કામગીરીની સમીક્ષા કરશે સાથે જ જે યોજના લાભ હજુ સુધી મળ્યો ના હોય એ બાબતે પણ એક્શન લેવામાં આવશે. રાજકીય નિષ્ણાતોના મતે 2022ની ચૂંટણીમાં ભાજપે ખૂબ ઓછા માર્જિનથી 13 આદિવાસી બેઠકો જીતી હતી. જેને કારણે ઓછા માર્જિનવાળી બેઠક સંકટમાં હોવાથી ભાજપે માઇક્રોપ્લાનિંગ કરવાની ફરજ પડી છે.

'ભાજપ ચૂંટણીલક્ષી કામ નથી કરતું'

જો કે, બીજી તરફ ભાજપના પ્રવક્તા ડૉ. અનિલ પટેલનું કહેવું છે કે,"ભારતીય જનતા પાર્ટી હંમેશા પ્રજાની વચ્ચે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના જન કલ્યાણના કામો લઈને જાય છે. અમારા ચૂંટાયેલા પ્રતિનિધિ હોય કે અમારા સંગઠનના પ્રતિનિધિ હોય, ભારતીય જનતા પાર્ટી ક્યારેય મત બેંક લક્ષી કે ચૂંટણી લક્ષી કોઈ પણ કામ કે કોઈપણ કાર્યક્રમો કરતી હોતી નથી. ભારતીય જનતા પાર્ટીનો હેતુ પંડીત દીનદયાળજીની જે વિચારધારા છે. અંતિમ વ્યક્તિના જીવનમાં પરિવર્તન લાવવા એના જીવનમાં ઉત્થાન લાવવું. એ પ્રમાણે સતત કામ કરતી હોય છે. તેમજ 27 બેઠકોની જે વાત કરી તે દલિત સમાજની રીઝર્વ બેઠક હોય, ટ્રાયબલ સમાજની રીઝર્વ બેઠક હોય બધા જ સમાજના સશક્તિકરણના સંદર્ભમાં સરકાર કામ કરતી હોય છે. ભાજપનો મૂળ મંત્ર સામાજિક સશક્તિકરણ છે અને એ સશક્તિકરણના આધારે કામ કરીએ છીએ. અમારા માટે મત બેંકથી ઉપર ઉઠીને લોકોનો વિશ્વાસ કેળવવો અને લોકોને ભારતીય જનતા પાર્ટી અને એમાં વિશ્વાસ વધે એ પ્રકારના કાર્યક્રમોનું આયોજન હોય છે.

ડો. અનિલ પટેલ, મુખ્ય પ્રવક્તા ભાજપ

જિલ્લા પ્રભારીઓને પણ ખાસ સૂચના

આદિજાતીની બેઠકોમાં ભાજપ પક્ષે કાર્યકર્તાઓને વિશેષ જવાબદારી સોંપી છે. જ્યારે પ્રભારીઓને ફરજીયાત 4 દિવસ વિસ્તારમાં રહેવાની સૂચના આપવામાં આવી છે અને વિસ્તારમાં રહ્યા બાદ લેખિતમાં રીપોર્ટ પણ સંગઠનમાં જમા કરાવવો પડશે. જે બેઠક પર જે પરિસ્થિતિ હોય તે મુદ્દે લેખિતમાં રિપોર્ટ પણ આપવો પડશે. જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપના નબળા પરફોર્મન્સને કારણે ભાજપે 27 બેઠકો પર ખાસ ફોકસ રાખ્યું છે.

રાજેશ ઠાકર (રાજકીય નિષ્ણાંત)

વિપક્ષને ફાયદો ન થાય તે માટેનું આયોજન

આદિવાસી બેઠકો ભાજપ માટે કેટલી મહત્વની આ બાબતે રાજકીય નિષ્ણાંત રાજેશ ઠાકરે જણાવ્યું હતું કે,"ભારતીય જનતા પાર્ટીને જ્યારે જ્યારે ગુજરાતમાં રાજકીય રીતે પડકાર મળ્યો હોય કે જ્યાં સંઘર્ષ કરવો પડ્યો એવા વિસ્તારમાં આપણે સૌરાષ્ટ્ર, કચ્છ અને આદિવાસી બેલ્ટને ગણી શકીએ. કોંગ્રેસના મોટા નેતાઓને ભાજપમાં લઈ લીધા પછી પણ કોંગ્રેસની જે સ્થિતિ છે એ અત્યારે આખા ગુજરાતમાં એક રીઝન કહેવાય જેની અંદર કોંગ્રેસ જીવતી રાખી છે એ આદિવાસી બેલ્ટે રાખી છે. અને એની સમાંતર જે ત્રીજો પક્ષ ઉભો થયો. એ ત્રીજા પક્ષનું પણ એપી સેન્ટર પણ આદિવાસી વિસ્તાર છે. તેમજ ભાજપને તેમના સાંસદ મનસુખ વસાવા તરફથી પણ અવાર નવાર આંતરિક ચેલેન્જ મળતી રહે છે. એટલે કે બહાર અને અંદર બંને બાજુથી. દર્શના દેશમુખનો કિસ્સો જોઈ લો તમે એટલે કે બહાર અને અંદર બંને બાજુથી ભારતીય જનતા પાર્ટીને પડકાર મળતો રહ્યો છે. મનસુખ વસાવાના વિકલ્પ તરીકે ભારતીય જનતા પાર્ટી કોઈને શોધે તો એ તેમને પરવડે એમ નથી. એટલે આંતરિક ચેલેન્જ છે. ચૈતર વસાવાને જેલમાં થયા પછી જે આમ આદમી પાર્ટીનું સિમ્પથી પોલીટિક્સ અત્યારે ચાલી રહ્યું છે. જેના કારણે ચૈતર વસાવાનો જેલમાં હોવાનો ગેરફાયદો ભારતીય જનતા પાર્ટીને થતો હોય એવું તેમનું આંતરિક વિશ્લેષ્ણ પણ છે અને બહારથી એ દેખાય પણ છે. સંસદની ચૂંટણીમાં તમે જોવો તો ચૈતર વસાવા અને અનંત પટેલે જે પ્રમાણે વોટ લઈ ગયા હતા. ભલે સીટો ભારતીય જનતા પાર્ટી જીતી હતી. પણ જે વોટ પાછલી લોકસભા કરતા વધારે લઈ ગયા હતા. એ વિપક્ષનો જે વોટ છે એ ભારતીય જનતા પાર્ટી માટે ચોક્કસ ચેલેન્જ છે.

આ પણ વાંચોઃ અમદાવાદીઓ પાણી ભરી રાખજો! આ તારીખે શહેરના કેટલાંક વિસ્તારોમાં મૂકાશે પાણીકાપ

આમ ભાજપ પક્ષ દ્વારા આદિજાતી ની બેઠકો જાળવવા માટે અત્યારથી આયોજન કરી લેવામાં આવ્યુ છે. બિરસા મુંડાની જન્મજયંતી પણ જોરશોરમાં ઉજવવામાં આવશે અને નેતાઓ, મંત્રીઓને ઘરે ઘરે ફરવાની સૂચના આપી દેવામાં આવી છે. ત્યારે હવે ભાજપનો ટાર્ગેટ આદિજાતિ બેઠકો પર પૂર્ણ થશે કે નહીં તે જોવુ રહ્યુ.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Assembly Election 2027 Bhupendra Patel Tribal Visit BJP Tribal Strategy Gujarat

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ