ન્યૂઝ અપડેટ્સ
VTV / સ્પોર્ટસ / Cricket / VIDEO : અંડર 19 એશિયા કપ જીતાડનાર રાજકોટના મોહિત ઉલ્વાના ઘેર દિવાળી જેવો માહોલ, જુઓ પિતાએ શું કહ્યું?
Last Updated: 11:12 PM, 14 November 2026
ADVERTISEMENT
U-19 એશિયા કપની ફાઈનલનો હીરો બનેલા મોહિત ઉલ્વાના રાજકોટના ઘેર દિવાળી જેવો માહોલ છે. મોહિતના પિતા મહેશ ઉલ્વાએ એવું કહ્યું કે પરિવારને ખૂબ ગર્વ છે. બોલિંગમાં તેનો રોલ મોડેલ ડેલ સ્ટેન છે અને ઓલ રાઉન્ડરમાં તેનો રોલ મોડેલ હાર્દિક પંડ્યા છે, અમે તેને જલ્દીથી ઇંડિયા માટે રમતો જોવા માંગીએ છીએ. મોહિત માટે અમે ઘરે જ પ્રેક્ટિસ માટે નેટસ બનાવી છે, તેમણે કહ્યું કે મોહિતે છેલ્લી ફોર મારી ત્યારે અમે ખૂબ નર્વસ હતા. મારી ડ્યૂટિ સિવાયનો તમામ સમય મોહિતની પાછળ પ્રેક્ટિસમાં જ જતો હતો.
ADVERTISEMENT
U-19 એશિયા કપમાં પાકિસ્તાન સામે ભારતને રોમાંચક મેચ જીતાડનાર મોહિત ઉલ્વાના રાજકોટ ખાતે તેના ઘરે દિવાળી જેવો માહોલ, મોહિતના પિતા મહેશ ઉલ્વાનું નિવેદન. #U19AsiaCup #TeamIndia #MohitUlva #AryanSavasani #Rajkot #VTVDigital https://t.co/108g3vShod
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) November 14, 2026
આર્યન સવસાણીના પિતાએ U19 એશિયા કપ ફાઈનલમાં ભારતની જીત પર વાત કરતા કહ્યું કે મોહિત અને આર્યન પર ગર્વ છે, મને વિશ્વાસ હતો મોહિત જ્યાં સુધી ક્રિઝ ઉપર છે મેચ આપણાં હાથમાં છે. #U19AsiaCup #IndianCricket #Mohit #AryanSavasani #TeamIndia #VTVDigital https://t.co/tidyQUwpKO
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) November 14, 2026
ADVERTISEMENT
અંડર-19 એશિયા કપની ફાઇનલમાં મોહિતની ધમાલ
ઓમાનમાં આયોજિત અંડર-19 એશિયા કપ 2026ની ફાઇનલમાં પાકિસ્તાને 337 રન બનાવ્યા હતા. જવાબમાં, ભારતે સારી શરૂઆત બાદ સતત વિકેટો ગુમાવી દીધી હતી અને 41.3ઓવરમાં 8 વિકેટે 252 રન બનાવી લીધા હતા. હાર નિશ્ચિત લાગી રહી હતી. પરંતુ સાતમાં ક્રમે બેટ્સમેન મનલ ચૌહાણ અને દસમાં ક્રમે આવેલા મોહિત ઉલ્વાએ કહાની સંપૂર્ણપણે બદલી નાખી. મનલના આઉટ થયા પછી પણ મોહિતે ટકી રહ્યો અને છેલ્લા બોલ પર ત્રણ રનની જરૂર હતી ત્યારે તેણે ચોગ્ગો ફટકારીને ભારતને ચેમ્પિયન બનાવ્યું હતું.
ADVERTISEMENT
જાડેજાને તૈયાર કરનાર કોચ પાસે લીધી ટ્રેનિંગ
ADVERTISEMENT
18 વર્ષના મોહિત ઉલ્વા અને રવિન્દ્ર જાડેજા વચ્ચે એક ખાસ સંબંધ છે.સુંદરનગરના રેલ્વે પ્રોટેક્શન ફોર્સ (RPF) જવાનનો પુત્ર મોહિત જામનગરમાં ક્રિકેટ શીખ્યો. તેના પિતા ક્રિકેટના શોખીન હતા, પરંતુ પોતાની આકાંક્ષાઓ પૂર્ણ કરવામાં અસમર્થ હોવાથી, તેણે પોતાના પુત્રને ક્રિકેટર બનવા માટે ઉછેર્યો. સ્પોર્ટસ્ટારના અહેવાલ મુજબ, મોહિતના પિતાએ તેને જામનગરની ક્રિકેટ બંગલા એકેડેમીમાં દાખલ કરાવ્યો, જ્યાં તેણે એકેડેમીના માલિક અને કોચ મહેન્દ્ર સિંહ ચૌહાણ પાસેથી ક્રિકેટ શીખ્યું. ચૌહાણે વર્ષો પહેલા રવિન્દ્ર જાડેજાને તૈયાર કર્યો અને તેને આજે દુનિયા જે સ્ટાર જુએ છે તેમાં પરિવર્તિત કર્યો.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.