ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / સૂર્યનું વૃશ્ચિક રાશિમાં ગોચર, આ 3 રાશિના જાતકોએ રહેવું પડશે સાવધાન; સ્વાસ્થ્યથી લઈને આર્થિક બાબતોમાં આવી શકે છે મુશ્કેલીઓ

photo-story

5 ફોટો ગેલેરી

ધર્મ / સૂર્યનું વૃશ્ચિક રાશિમાં ગોચર, આ 3 રાશિના જાતકોએ રહેવું પડશે સાવધાન; સ્વાસ્થ્યથી લઈને આર્થિક બાબતોમાં આવી શકે છે મુશ્કેલીઓ

Last Updated: 05:19 PM, 14 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

વૃશ્ચિક રાશિમાં સૂર્યના પ્રવેશથી મિથુન, તુલા અને ધનુ રાશિના જાતકોએ ૧૬ ડિસેમ્બર સુધી સ્વાસ્થ્ય, નાણાં અને કાર્યક્ષેત્રમાં વિશેષ સાવચેતી રાખવી પડશે.

1/5

photoStories-logo

1. સૂર્યનું વૃશ્ચિક રાશિમાં ગોચર, આ 3 રાશિના જાતકોએ રહેવું પડશે સાવધાન; સ્વાસ્થ્યથી લઈને આર્થિક બાબતોમાં આવી શકે છે મુશ્કેલીઓ

વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોના રાજા સૂર્યના રાશિ પરિવર્તનને અત્યંત મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. સૂર્યની ચાલમાં થતા બદલાવથી તમામ 12 રાશિઓના જીવન, નોકરી, સ્વાસ્થ્ય અને માન-સન્માન સાથે જોડાયેલા ક્ષેત્રો પર ઊંડી અસર પડે છે. આગામી 16 નવેમ્બર 2026ના રોજ સૂર્ય તુલા રાશિમાંથી નીકળીને વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. 3 રાશિના લોકોએ સાવચેત રહેવાની જરૂર રહેશે

સૂર્યનું આ ગોચર 16 ડિસેમ્બર 2026 સુધી રહેશે. આ સમયગાળા દરમિયાન અમુક રાશિના જાતકોએ સ્વાસ્થ્ય, નાણાકીય બાબતો અને કામકાજમાં મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. ખાસ કરીને 3 રાશિના લોકોએ આ સમયગાળા દરમિયાન ખૂબ જ સાવચેત રહેવાની જરૂર રહેશે. ચાલો જાણીએ કે કઈ છે એ 3 અભાગી રાશિઓ.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. મિથુન રાશિ

મિથુન રાશિના જાતકો માટે સૂર્યનું વૃશ્ચિક રાશિમાં ગોચર અનેક પ્રકારની અડચણો લઈને આવી શકે છે. આ સમયગાળા દરમિયાન સૂર્ય તમારી કુંડળીના છઠ્ઠા ભાવમાં બિરાજમાન રહેશે. આ સ્થિતિમાં કાર્યક્ષેત્રમાં તમારા વિરોધીઓ અને શત્રુઓથી વિશેષ સાવધ રહેવાની જરૂર છે. કોઈ અન્ય વ્યક્તિની વાતોમાં આવીને પોતાના કામ પરથી ધ્યાન બિલકુલ ન ભટકવા દેતા. ક્રોધના આવેશમાં આવીને કોઈપણ પ્રકારનો નિર્ણય લેવાનું કે કોઈને જવાબ આપવાનું ટાળવું. સ્વાસ્થ્ય બાબતે પણ જરાય બેદરકારી દાખવવી નહીં. ખાસ કરીને પેટ સાથે જોડાયેલી સ્વાસ્થ્ય સમસ્યાઓને બિલકુલ નજરઅંદાજ ન કરવી. પારિવારિક જીવનમાં પણ ખૂબ જ વિચારીને બોલવાની આવશ્યકતા છે. માતાના પક્ષના લોકો સાથે વાતચીત કરતી વખતે પોતાની વાણી પર કાબૂ રાખવો. તમારી કોઈપણ વાત અંગત સંબંધોમાં ભારે તણાવ પેદા કરી શકે છે. એટલા માટે આ સમગ્ર સમય દરમિયાન ધીરજ અને સમજદારીપૂર્વક આગળ વધવું જ હિતમાં રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. તુલા રાશિ

તુલા રાશિના જાતકો માટે સૂર્યનું આ રાશિ પરિવર્તન આર્થિક અને પારિવારિક જીવનમાં ગંભીર આહ્વાનો અને મુશ્કેલીઓ સર્જી શકે છે. આ સમયગાળા દરમિયાન સૂર્ય તમારા બીજા ભાવમાં રહેશે. આ ભાવ સીધો જ ધન અને વાણી સાથે જોડાયેલો છે. આ પરિસ્થિતિમાં બોલતી વખતે તમારા શબ્દોની પસંદગી પર વિશેષ ધ્યાન આપવું. ગુસ્સામાં કહેવામાં આવેલી કોઈપણ કડવી વાત પરિવારના સભ્યો કે નજીકના સ્વજનો સાથે મોટો ઝઘડો કરાવી શકે છે. નાણાકીય બાબતોમાં પણ ખૂબ જ જોખીને પગલાં માંડવા પડશે. કોઈપણ પ્રકારની પૂરી માહિતી મેળવ્યા વગર રોકાણ કરવાથી અથવા નાણાકીય લેણદેણનો મોટો નિર્ણય લેવાથી દૂર રહેવું. વેપાર કરતા લોકોએ પણ હિસાબ-કિતાબ અને લેણદેણ કરવામાં સતર્કતા રાખવી અનિવાર્ય છે. કોઈપણ નવો વેપારી સોદો કે કરાર કરતા પહેલા તમામ જરૂરી શરતોની ઝીણવટભરી તપાસ કરી લેવી. ઉતાવળ કરવાના બદલે બુદ્ધિમત્તા અને સમજદારીથી કામ લેવું તમારા માટે લાભદાયી સાબિત થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. ધનુ રાશિ

ધનુ રાશિના જાતકો માટે સૂર્યનું આ ભ્રમણ જીવનમાં મોટા ઉતાર-ચઢાવ લઈને આવી શકે છે. આ સમયગાળા દરમિયાન તમારોત્મવિશ્વાસ જરૂર વધશે, પરંતુ અતિઉત્સાહ કે અતિઆત્મવિશ્વાસમાં આવીને કોઈ મોટી ભૂલ ન કરતા. નોકરી અને વ્યવસાય સાથે જોડાયેલા દરેક નિર્ણયમાં ફૂંકી-ફૂંકીને પગલાં મૂકવાની જરૂર છે. ખાસ કરીને વિદેશ સાથે વેપાર કરતા લોકોએ ખૂબ જ સતર્ક રહેવું પડશે. કોઈપણ નવા વ્યાપારિક કરાર પર સહી કરતા પહેલા તેની તમામ શરતોને વારંવાર કાળજીપૂર્વક વાંચી લેવી. નાણાકીય લેણદેણમાં પણ સાવચેતી રાખવી અનિવાર્ય છે. વગર વિચાર્યે કોઈ મોટું પગલું ભરવાથી બચવું. જરૂર જણાય ત્યારે પરિવારના વડીલો અથવા અનુભવી વ્યક્તિઓની સલાહ અવશ્ય લેવી. આ સમગ્ર સમયગાળા દરમિયાન સંયમ અને વિવેકથી કામ લેવું જ તમારા માટે સર્વોત્તમ રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

SuryaGochar ZodiacSigns Astrology
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ