ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગીરના જંગલમાં ટ્રેનની અડફેટે આવતાં સિંહણનું મોત, મૃતદેહ એનિમલ કેર સેન્ટરમાં મોકલાયો
Last Updated: 04:39 PM, 14 November 2026
ADVERTISEMENT
ગીર પંથકમાં સિંહોની સુરક્ષાને લઈને વધુ એક ચિંતાજનક ઘટના સામે આવી છે. જૂનાગઢથી ચલાલા તરફ જતી મીટરગેજ લોકલ ટ્રેનની અડફેટે આવી જતાં એક સિંહણનું મોત થયું છે. વિસાવદર તાલુકાના ખંભાળિયા ગામ નજીક ઓજત નદી પાસે રેલવે ટ્રેક પર પિલર નંબર 44 અને 29/6 પોલ નજીક આ અકસ્માત સર્જાયો હતો.
ADVERTISEMENT
ટ્રેનની અડફેટે આવતાં ગંભીર ઈજા પહોંચી, તરત મોત
બપોરે આશરે 12:30 વાગ્યે ટ્રેનની અડફેટે આવી જતાં સિંહણને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. બનાવની જાણ થતાં વિસાવદર વન વિભાગના અધિકારીઓ અને સ્ટાફ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. સિંહણના મૃતદેહને સીમર એનિમલ કેર સેન્ટર ખાતે મોકલી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે ગીર અને ગિરનાર પંથકમાં સિંહોની અવરજવર રહેતી હોય છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ કામની વાત / શું 31 ડિસેમ્બર બાદ તમારી ચેકબુક નકામી થઇ જશે? RBIએ દૂર કર્યું કન્ફ્યુઝન
વન્યજીવોની સુરક્ષા માટે વધુ તકેદારીની જરુર
ADVERTISEMENT
રેલવે ટ્રેક પર સિંહણનું મોત થતાં વન્યજીવોની સુરક્ષા માટે વધુ તકેદારી રાખવાની જરૂરિયાત સામે આવી છે. સાથે જ રેલવે અને વન વિભાગ વચ્ચે સંકલન જળવાય તે પણ એટલું જ જરૂરી બન્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો