ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / જનતાને વધુ એક ઝટકો, અમૂલ દૂધ બાદ દહીમાં ભાવ વધારો, જાણો કેટલો?
Last Updated: 04:30 PM, 14 November 2026
ADVERTISEMENT
આમ જનતાના ખિસ્સા પર મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે. અમૂલ દૂધના ભાવમાં વધારો કર્યા બાદ હવે અમૂલ દ્વારા દહીં અને લસ્સીના ભાવમાં પણ વધારો ઝીંકવામાં આવ્યો છે. અમૂલ મસ્તી દહીંના એક કિલોના પેકેટમાં પાંચ રૂપિયાનો વધારો કરાયો છે. જ્યારે 380 ગ્રામના પેકેટમાં બે રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
દહીંમાં કેટલો વધારો?
આ ઉપરાંત અમૂલ મસ્તી દહીંની એક કિલોની બકેટ પણ પાંચ રૂપિયા મોંઘી થઈ છે. તો અમૂલ પ્રો. બાયોટિક રોઝ લસ્સીના ભાવમાં પણ બે રૂપિયાનો વધારો કરાયો છે. ખાસ વાત એ છે કે અમૂલે 14 નવેમ્બરથી જ નવા ભાવ અમલી બનાવી દીધા છે. પહેલા ઘી અને બટર, ત્યારબાદ દૂધ અને હવે દહીં તથા લસ્સી મોંઘાં થતાં સામાન્ય ગ્રાહકોના બજેટ પર વધુ ભાર પડ્યો છે.
ADVERTISEMENT
અમૂલના દૂધના ભાવમાં વધારો
અમૂલ ડેરીએ દૂધના ભાવમાં પ્રતિ લિટર ₹2નો વધારો કર્યો છે, આ વધારા સાથે અમૂલ ગોલ્ડનો લિટરનો ભાવ ₹70 અને ભેંસના દૂધનો ભાવ ₹57 થયો છે. અમૂલ તાજામાં પણ ₹2નો વધારો કરવામાં આવ્યો છે, જેનાથી સામાન્ય જનતાના ઘરખર્ચમાં વધારો થશે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ કામની વાત / શું 31 ડિસેમ્બર બાદ તમારી ચેકબુક નકામી થઇ જશે? RBIએ દૂર કર્યું કન્ફ્યુઝન
સામાન્ય નાગરિકોમાં કચવાટ
ADVERTISEMENT
સતત વધી રહેલી મોંઘવારી વચ્ચે દૂધ જેવી પાયાની જરૂરિયાત મોંઘી થતા સામાન્ય નાગરિકોમાં કચવાટ જોવા મળી રહ્યો છે. અગાઉ પણ અમૂલ દ્વારા સમયાંતરે ભાવ વધારો કરવામાં આવ્યો હતો, પરંતુ આ લેટેસ્ટ વધારાથી ચા-નાસ્તો અને દૂધની બનાવટોના ભાવ પણ વધવાની શક્યતા છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો