ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / પહેલી જ વારમાં UPSC ક્લિયર, કોણ છે મેરિન જોસેફ? જેનો રોલ ભજવ્યો સાઈ પલ્લવીએ

મનોરંજન / પહેલી જ વારમાં UPSC ક્લિયર, કોણ છે મેરિન જોસેફ? જેનો રોલ ભજવ્યો સાઈ પલ્લવીએ

Published By: Bijal Vyas

Last Updated: 04:01 PM, 14 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાઈ પલ્લવી મોટા પડદા પર એક IPS અધિકારીની ભૂમિકા ભજવી રહી છે. આ પાત્રને આત્મસાત કરવામાં મદદ મળે તે માટે, તેને મેરિન જોસેફની તસવીરો બતાવવામાં આવી હતી. કોણ છે મેરિન જોસેફ એક એવી વ્યક્તિ જેમણે નાની ઉંમરે મહત્વપૂર્ણ સિદ્ધિઓ હાંસલ કરી છે? વિગતો જાણવા માટે આગળ વાંચો.

ADVERTISEMENT

સાઈ પલ્લવીએ 'રામાયણ' દ્વારા પોતાની અભિનય ક્ષમતા સાબિત કરી છે અને દક્ષિણ ભારતીય તેમજ હિન્દી સિનેમાના દર્શકોના હૃદયમાં પોતાના માટે એક ખાસ સ્થાન બનાવ્યું છે. 'રામાયણ'માં માતા સીતાની ભૂમિકા ભજવ્યા બાદ, હવે સાઈ પલ્લવી અન્ય એક પ્રભાવશાળી ભૂમિકા ભજવવા માટે સજ્જ છે.

'ઓમ: ચેપ્ટર 1 - ઉથિરમ: ધ બ્લડ વુડ' ફિલ્મમાં, તે એક IPS અધિકારીની ભૂમિકા ભજવે છે. આ પાત્રની તૈયારીના ભાગરૂપે તેમને મેરિન જોસેફના ફોટોગ્રાફ્સ બતાવવામાં આવ્યા હતા. સઈ પલ્લવીના IPS અધિકારીના પાત્ર પાછળ પ્રેરણાસ્ત્રોત બનેલાં મેરિન જોસેફ કોણ છે? તેમના પ્રેરણાદાયી વ્યક્તિત્વની કહાની વાંચો.

મેરિન જોસેફ બની સાઇ પલ્લવીની પ્રેરણા

એક અહેવાલ અનુસાર, ધનુષ, મમ્મૂટી અને સઈ પલ્લવી અભિનીત ફિલ્મ 'ઓમ: ચેપ્ટર 1 - ઉથિરમ: ધ બ્લડ વુડ'ના દિગ્દર્શક રાજકુમાર પેરિયાસામીએ જણાવ્યું હતું કે, પોલીસ અધિકારી તરીકેના પાત્રના લુકને તૈયાર કરવામાં મદદ મળે તે માટે તેમણે સઈ પલ્લવીને કેરળના IPS અધિકારી મેરિન જોસેફના કેટલાક ફોટોગ્રાફ્સ બતાવ્યા હતા. જોકે, તેમણે સ્પષ્ટ કર્યું હતું કે સઈ પલ્લવીનું પાત્ર સંપૂર્ણપણે મેરિન જોસેફ પર આધારિત નથી; આ ફોટોગ્રાફ્સ માત્ર એક દ્રશ્ય સંદર્ભ તરીકે આપવામાં આવ્યા હતા.

UPSC josef

મેરિન જોસેફ વિશે વાત કરતા, દિગ્દર્શકે તેમને એક ઉત્તમ પોલીસ અધિકારી તરીકે વર્ણવ્યા. રાજકુમાર પેરીયાસામીએ એમ પણ જણાવ્યું કે મેરિન એક એવા અધિકારી છે જેમની કહાની પ્રેક્ષકોએ જાણવા જેવી છે.

કોણ છે ધાકડ મેરિન જોસેફ?

20 એપ્રિલ, 1990ના રોજ કેરળમાં જન્મેલાં મેરિન જોસેફનો ઉછેર દિલ્હીમાં થયો હતો. તેઓ કેરળ કેડરના 2013બેચના આઈપીએસ (IPS) અધિકારી છે. દિલ્હીની સેન્ટ સ્ટીફન્સ કોલેજમાંથી ઇતિહાસ વિષયમાં સ્નાતક થયેલાં મેરિન જોસેફે તેમના પ્રથમ પ્રયાસમાં જ યુપીએસસી (UPSC) સિવિલ સર્વિસીસ પરીક્ષા પાસ કરી હતી અને 189મો ઓલ ઈન્ડિયા રેન્ક (AIR) મેળવ્યો હતો. પોતાની કારકિર્દી દરમિયાન, તેમણે અનેક અત્યંત પડકારજનક જવાબદારીઓ સંભાળી છે.

2017 થી 2018 દરમિયાન, કોઝિકોડમાં ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ તરીકે ફરજ બજાવતી વખતે, તેમણે કાયદો અને વ્યવસ્થા, ગુના નિવારણ અને ગુમ થયેલી વ્યક્તિઓને લગતા કેસો સંભાળ્યા હતા. ગુમ થયેલી મહિલાઓ અને બાળકોને શોધી કાઢવાના તેમના પ્રયાસોની કદર રૂપે, તેમને 'ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ કમેન્ડેશન ડિસ્ક' એનાયત કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ રામાયણનો દબદબો યથાવત, સતત 9માં દિવસે 'છાવા'ને પછાડી રચ્યો ઇતિહાસ

13 વર્ષની બાળકી પર બળાત્કારના કેસનો ઉકેલ લાવ્યા

DGP તરફથી પ્રશંસા મળ્યા બાદ, મેરિને કેરળના 13 રેલવે સ્ટેશનોની સુરક્ષાની જવાબદારી સંભાળી હતી; આ દરમિયાન તેમણે પોલીસ અધિક્ષક તરીકે ફરજ બજાવી હતી. વર્ષ 2018માં પૂર દરમિયાન તેમણે 'સ્ટેટ મોનિટરિંગ સેન્ટર'માં કામ કર્યું હતું; તેમના આ યોગદાન બદલ કેરળના મુખ્યમંત્રી દ્વારા તેમને પ્રશંસાપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમના સૌથી નોંધપાત્ર કેસોમાંનો એક એવો હતો જેમાં તેમણે 13 વર્ષની બાળકી પર બળાત્કાર કરવાના આરોપીને સાઉદી અરેબિયામાંથી શોધી કાઢીને પરત લાવવામાં અને તેને કાયદાના દાયરામાં લાવી ન્યાય અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. હાલમાં, તેઓ કોઝિકોડ ગ્રામ્ય વિસ્તારમાં જિલ્લા પોલીસ વડા તરીકે ફરજ બજાવી રહ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

sai pallavi ips officer role who is merin joseph

Published by

Bijal Vyas

Content Writer at VTV Gujarati, 8 years of media Experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ