ન્યૂઝ અપડેટ્સ
VTV / સ્પોર્ટસ / Cricket / નંબર 1 ઉન્મુક્ત ચંદ, નંબર 2 આર્યવીર સેહવાગ, અંડર 19 એશિયા કપની એક સિઝનમાં સૌથી રન કોણે બનાવ્યાં?
Last Updated: 05:12 PM, 14 November 2026
ADVERTISEMENT
આર્યવીર સેહવાગે ફાઇનલમાં પાકિસ્તાન સામે શાનદાર બેટિંગ કરી હતી અને 51 બોલમાં પોતાની અડધી સદી પૂર્ણ કરવામાં સફળ રહ્યો હતો. આર્યવીર અંડર-19 એશિયા કપ 2026માં 300 રનનો આંકડો પાર કરનાર બીજો બેટ્સમેન છે. તેના પહેલા ઉસ્માન ખાન છે જેણે 5 ઇનિંગ્સમાં 345 રન બનાવ્યા હતા. તે અંડર-19 એશિયા કપની એક જ સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર વિશ્વનો છઠ્ઠો બેટ્સમેન પણ બની ગયો છે. આમ કરીને, તેણે પાકિસ્તાનના ઉસ્માન ખાનને પાછળ છોડી દીધો છે, જેણે એક જ સિઝનમાં 345 રન બનાવ્યા હતા. હવે આર્યવીર એશિયા કપ 2026માં 350 રનથી વધુ રન બનાવી ચૂક્યો છે. આ બાબતમાં, પ્રથમ સ્થાન પાકિસ્તાનના સમીર મિન્હાસના નામે છે જેણે 2025માં 471 રન બનાવ્યા હતા.
ADVERTISEMENT
એશિયા અંડર-19 કપમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી
આ ઉપરાંત, આર્યવીર સેહવાગ આ વર્ષના એશિયા અંડર 19 કપમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો છે. આર્યવીર સેહવાગે 6 ઇનિંગ્સમાં કુલ 361 રન બનાવ્યા છે. આ મામલે ઉસ્માન ખાન બીજા સ્થાને છે. પાકિસ્તાનના ઉસ્માનએ આ સિઝનના એશિયા કપમાં 345 રન બનાવ્યા છે. તેમના પછી, ત્રીજા નંબર પર બાંગ્લાદેશનો અહેસાન અલ મોમિન છે જેણે આ ટુર્નામેન્ટમાં 4 મેચમાં 235 રન બનાવ્યા છે. ચોથા નંબર પર અફઘાનિસ્તાનના શાહ ફૈઝલ રહીમીનું નામ છે. શાહ ફૈઝલ રહીમીએ એશિયા કપ અંડર 19 માં 4 મેચમાં 167 રન બનાવ્યા છે. પાંચમા નંબર પર ભારતના કેપ્ટન લક્ષ્ય રાજેશ રાયચંદાની છે.
ADVERTISEMENT
ટોચના ૫ ભારતીય રન બનાવનારા ખેલાડીઓ
વધુમાં, આર્યવીર અંડર-19 એશિયા કપની એક જ સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર બીજા ભારતીય બન્યા છે. આમ કરીને, આર્યવીરએ યશસ્વી જયસ્વાલનો રેકોર્ડ તોડ્યો છે. જયસ્વાલે ૨૦૧૮-૧૯માં ચાર મેચમાં ૩૧૮ રન બનાવ્યા હતા. દરમિયાન, આર્યવીરએ આ સિઝનમાં પાંચ મેચમાં ૩૬૧ રન બનાવ્યા છે. 2012માં પાંચ મેચમાં 370 રન બનાવનાર ઉન્મુક્ત ચંદ ત્રીજા નંબરે છે. ત્યારબાદ હિમાંશુ રાણા છે, જેમણે ૨૦૧૬-૧૭માં પાંચ મેચમાં ૨૮૩ રન બનાવ્યા હતા. અભિજ્ઞાન કુંડુ પાંચમા નંબરે છે, જેમણે ૨૦૨૫-૨૬માં પાંચ મેચમાં ૨૭૬ રન બનાવવાનો રેકોર્ડ બનાવ્યો છે. ભારતના વૈભવ સૂર્યવંશીએ 2025-26માં પાંચ મેચમાં 261 રન બનાવ્યા હતા.
ADVERTISEMENT
આ પણ વાંચો : સુપ્રીમ કોર્ટનો સોના અંગે મોટો ચુકાદો, નિર્ધારિત મર્યાદામાં સોનું હોય તો પણ આવકનો સ્ત્રોત સાબિત કરવો પડશે!
આર્યવીર સેહવાગ 58 રન બનાવીને આઉટ
ADVERTISEMENT
પાકિસ્તાન સામેની ફાઇનલ મેચમાં, આર્યવીર 61 બોલમાં 58 રન બનાવીને આઉટ થયો હતો. તેની 58 રનની ઇનિંગમાં નવ ચોગ્ગાનો સમાવેશ થતો હતો. આ સિઝનમાં અંડર-19 એશિયા કપમાં આર્યવીરનો ચોથો 50+ સ્કોર હતો. ફાઇનલમાં પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને 337 રનનો સ્કોર બનાવ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.