ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / સ્પોર્ટસ / રાજકોટના સમાચાર / Cricket / એશિયા કપ વિજયથી રાજકોટના આર્યન સાવસાણીનો પરિવાર ગદગદ, માતા-પિતાએ કહ્યું; "અમારા માટે આજે જ દિવાળી"
Last Updated: 09:22 PM, 14 November 2026
ADVERTISEMENT
એશિયા કપમાં પાકિસ્તાન સામે ભારતની જીત થતા સમગ્ર દેશમાં ખુશીનો માહોલ છે. અન્ડર-19 એશિયા કપમાં ભારત વિજેતા બન્યું છે. રાજકોટના મોહિત ઉલવા અને આર્યન સવસાણીએ ખૂબ સારું પ્રદર્શન કર્યું છે.
ADVERTISEMENT
ભારત અને પાકિસ્તાન વચ્ચે અંડર-19 એશિયા કપની ફાઇનલ મેચ રમાઈ છે ત્યારે ભારતીય ટીમનો ઓલરાઉન્ડર ખેલાડી આર્યન સવસાણી મૂળ મોરબીના ટંકારા તાલુકાના કલ્યાણપુર ગામનો વતની છે. ભારતીય ટીમની જીત થતાં આર્યન સવસાણીના પરિવારમાં ખુશીનો માહોલ છે. આર્યન સવસાણીના પરિવારજનોએ સેલિબ્રેશન કર્યું હતું.

ADVERTISEMENT
આર્યન સોસાયણીએ 7 ઓવરમાં 36 રન આપ્યા હતા. આર્યને સારી બોલિંગ કરી તો મોહિતે ઉલવાએ ખૂબ સારી બેટિંગ કરી પાકિસ્તાન સામે જીત અપાવી છે.
આર્યન માતા-પિતા અને પરિવારજનએ કહ્યું આજે અમારા માટે દિવાળી છે. પરિવારજનો એક કહ્યું મધ્યમ વર્ગનો દીકરો પણ ક્રિકેટમાં ડંકો વગાડી શકે છે. આર્યન સવસાણીના પિતા પ્રિન્સિપાલ તો માતા હાઉસવાઈફ છે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ ગાંધીનગર / લાભ પાંચમના દિવસે જ નાયબ મુખ્યમંત્રી એક્શનમા, સિનિયર પોલીસ અધિકારીઓ સાથે કરી બેઠક
ADVERTISEMENT
આર્યનના માતા-પિતાએ મીડિયાને જણાવ્યુ હતું કે, આર્યન જ્યારે પાંચ વર્ષમાં હતો ત્યારથી ગલી ક્રિકેટ રમતો હતો. યુવા ક્રિકેટર આર્યનની અંડર-19માં ભારતીય ટીમમાં પાકિસ્તાન સામેની મેચ માટે પસંદગી કરવામાં આવી છે. આર્યન છેલ્લા 10 વર્ષથી ક્રિકેટ ક્ષેત્રે આગળ વધી રહ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ