ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / 'બાળકોને રમવા કેમ નથી દેતો' અમદાવાદમાં યુવક પર તલવારથી હુમલો, ગંભીર ઈજા થતાં હોસ્પિટલમાં દાખલ
Last Updated: 07:56 PM, 14 November 2026
ADVERTISEMENT
અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં બાળકોને ઝઘડો ન કરવા સમજાવતા એક વ્યક્તિ પર તલવારથી જીવલેણ હુમલો કરાયો. ગંભીર રીતે ઘવાયેલા ફરિયાદીને હોસ્પિટલ ખસેડાયા, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ. ગોમતીપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.
ADVERTISEMENT
શું હતો આખો બનાવ?
બાળકોને ઝઘડતા જોઈ 45 વર્ષીય મોહમ્મદ હુસેન શેખે વચ્ચે પડી સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. બાળકોને ઝઘડો નહીં કરવા અને ઘરે જતા રહેવા સમજાવતા મામલો વધુ ઉગ્ર બન્યો હતો. આ વાતની અદાવત રાખી બબલુભાઈના ભત્રીજાઓ કેફ સલીમભાઈ હાશ્મી અને તોસિફ કામિલભાઈ હાશ્મી ત્યાં પહોંચ્યાં હતા. બંનેએ યુવકને બાળકોને રમવા કેમ નથી દેતો કહી અપશબ્દો બોલી બોલાચાલી શરૂ કરી હતી. ત્યારબાદ બંને શખ્સોએ ઉશ્કેરાઈને મોહમ્મદ હુસેન સાથે મારામારી કરી હતી.
ADVERTISEMENT
બંને આરોપીઓ સામે ફરિયાદ
ADVERTISEMENT
બંને આરોપીઓ તલવાર લઈ આવ્યા અને યુવક પર હુમલો કરી ઇજાગ્રસ્ત કર્યો હતો. સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. ગોમતીપુર પોલીસે બંને આરોપીઓ સામે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો